બાબા રામદેવની કંપની પતંજલિનું કહેવું છે કે તેઓ આયુર્વેદિક પ્રોડક્ટ્સ પર ૧૨% જીએસટી લગાવવાના નિર્ણય પર ફરીથી વિચાર કરવા માટે સરકારને પત્ર લખશે. અત્યાર સુધી આ વસ્તુઓ ઉપર ૫% ટેક્સ લાગતો હતો. પતંજલિ ના પ્રવક્તા એસ. કે. તિજારાવાલાએ કહ્યું, એને સામાન્ય માણસના હિત માટે સરકાર પાસે જીએસટી રેટ પર ફરીથી વિચાર કરવા માટે નિવેદન કરીશું. સારી તંદુરસ્તી વગર સારા દિવસો નહીં આવે. બાબા રામદેવની આયુર્વેદ પર આધારિત કંપની ટૂથપેસ્ટ થી લઈને શેંપૂ અને બિસ્કિટ જેવી વસ્તુઓ બનાવતી પતંજલિ પોતાને સ્વદેશી કંપની તરીકે દર્શાવી રહી છે. તિજારાવાલાએ કહ્યું કે કંપની નફો મેળવવાનાં હેતુંથી નહીં, પણ સામાન્ય માણસને પોસાય તેવી કિંમતે વસ્તુઓને વેંચવા માંગે છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મહીનાની શરૂઆતમાં જ ઉત્તરાખંડનાં હરિદ્વારમાં પતંજલિનાં રિસર્ચ ઈંસ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન કર્યું હતું. પતંજલિએ હાલમાં જ જણાવ્યું કે તેમણે ગયા નાણાકીય વર્ષમાં ૧૦,૫૬૧ કરોડ રૂપિયાની આવક કરી હતી. આ સાથે જ હિંદુસ્તાન યૂનિલીવર પછી પતંજલિ દેશની બીજા નંબરની સૌથી મોટી કન્ઝ્યુમર ગુડ્સ કંપની બની ગઈ છે. પતંજલિએ કોલગેટ પામોલિવ, કન્ઝ્યુમર હેલ્થકેયર અને હાઇજીન એન્ડ હેલ્થકેયરને પણ પાછળ છોડી દીધા છે.