Aapnu Gujarat
બ્લોગ

લોકસભા ચુંટણી પહેલા મિઝોરમમાં નવા સમીકરણો રચાયા

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે, તેમાં મિઝોરમનો ભાગ્યે જ ઉલ્લેખ થાય છે. બહુ નાનું રાજ્ય છે. ફક્ત ૧૧ લાખની વસતિ છે અને લોકસભામાં એક બેઠક. જોકે વિધાનસભામાં નાની નાની ૪૦ બેઠકો બનાવાઈ છે. તે કોઈ જિલ્લા પંચાયતની બેઠક હોય તેવી રીતે લડાતી હોય છે. બહુમતી વસતી ૮૭ ટકા ખ્રિસ્તી છે, હિન્દુ અને બૌદ્ધ ૧૧ ટકા. ૯૫ ટકા આદિવાસીઓ છે અને તેમાં કુકી આદિવાસીઓની બહુમતી છે. ચકમા આદિવાસીઓ બૌદ્ધ છે અને તેમની વસતી દસેક ટકા છે.ખ્રિસ્તીઓ સાથે ન ફાવતું હોવાથી ચકમા બૌદ્ધ માટે અલગ સ્વાયત્ત જિલ્લો બનાવાયેલો છે. આ સ્વાયત્ત જિલ્લામાં જ કોંગ્રેસ અને ભાજપ સાથે મળીને સત્તામાં છે. બહુ નવાઈ લાગે તેવી વાત નથી, કેમ કે ગુજરાત જેવા રાજ્યોમાં પણ અમુક જિલ્લા પંચાયતમાં અને ઘણી તાલુકા પંચાયતોમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો એક થઈ જાય અને સંપીને શાસનમાં બેસી જાય તેવું બનતું હોય છે.મિઝોરમમાં થોડી નવાઈ વાત એટલા માટે લાગે છે કે હાલમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે આવું જોડાણ ચર્ચાનો મુદ્દો બન્યો છે. કોંગ્રેસ છેલ્લા દસ વર્ષથી સત્તામાં છે અને તેમની સામે સ્પર્ધામાં છે મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ). મિઝોરમની રચના ૧૯૭૨માં થઈ હતી અને ૧૯૮૭થી રાજ્યનો દરજ્જો અપાયો હતો. પ્રારંભના એક દાયકામાં મિઝો પિપલ્સ કોન્ફરન્સને સત્તા મળી હતી, હવે તે નાના પ્રાદેશિક પક્ષ તરીકે માંડમાંડ ટકી રહ્યો છે. ૧૯૮૪થી કોંગ્રેસ અને એમએનએફ વચ્ચે જ સ્પર્ધા રહી છે. એમએનએફ મૂળ તો અલગ મિઝોરમની રચના માટે લડનારું સંગઠન હતું, પણ બાદમાં કેન્દ્ર સાથે સમાધાન કરીને રાજકીય પક્ષ બન્યો હતો. કોંગ્રેસના લાલથનહાવલા અને એમએનએફના ઝોરામથાંગા વારાફરતી મુખ્ય પ્રધાન બનતા આવ્યા છે.આ બંને પક્ષો વચ્ચે હવે આ વખતે ભાજપની હાજરી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ઈશાન ભારતમાં કોંગ્રેસ પાસે પાંચ રાજ્યો હતા, તેમાંથી એક મિઝોરમ વધ્યું છે અને તે પણ હાથમાંથી જાય તેવી શક્યતા છે. કેમ કે ભાજપ અને એમએનએફ વચ્ચે ખાનગીમાં સમજૂતિ થયેલી છે. જાહેરમાં બંને એકબીજાની વિરુદ્ધ છે. પરંતુ સૌ જાણે છે કે ઇશાનભારતમાં બનાયેલા એનડીએમાં એમએનએફ સભ્ય છે. પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં એમએનએફે જુદો ચોકો માંડવો જરૂરી છે. ભાજપને ખ્રિસ્તી વિરોધી પાર્ટી માનવામાં આવે છે, તેથી એમએનએફ કોઈ જોખમ લેવા માગતો નથી. પરંતુ ભાજપ સાથેની તેની દોસ્તી ખાનગી રહી નથી. તેથી એમએનએફ હવે ઉલટાનો એવો આરોપ મૂકી રહ્યો છે કે મિઝોરમમાં કોંગ્રેસ ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે.કોમેડી આના કારણે થઈ છે. ભાજપ સાથે ખાનગીમાં કુલડીમાં ગોળ ભાંગી રહેલી એમએમએફ એવું સાબિત કરવા માગે છે કે મિઝોરમમાં હકીકતમાં કોંગ્રેસ અને ભાજપ એક જ છે.
ચકમા સ્વાયત્ત કાઉન્સિલમાં બંને ભાગીદાર બન્યા છે અને પોતાને સત્તાથી દૂર રાખ્યો છે એવો બળાપો એમએનએફ કાઢી રહ્યો છે. આ વાત સાબિત કરવા માટે ચકમા જિલ્લાના કોંગ્રેસ અને ભાજપના નેતાઓ એક સાથે મંચ પર હોય તેવી તસવીરો વાઇરલ કરવામાં આવે છે. બીજી બાજુ કોંગ્રેસ પણ એનડીએની સભાઓમાં, અમિત શાહ સાથેની સભાઓમાં એમએનએફના નેતાઓની તસવીરોને ફેલાવી રહ્યું છે. અમિત શાહે જાહેરાત કરી છે કે આ વખતે ડિસેમ્બરમાં મિઝોરમમાં ક્રિસમસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે. ગુજરાતના ડાંગના ખ્રિસ્તી આદિવાસીઓ વિચારતા હશે કે હવે ભાજપ ડાંગમાં ક્યારે નાતાલની ઉજવણી ધામધૂમથી કરે છે.આસામ, ત્રિપુરા, મણિપુર અને અરૂણાચલ પ્રદેશ જીતી લીધા પછી મિઝોરમમાં પણ એમએનએફ સાથે સત્તામાં ભાગીદારીની ભાજપની ગણતરી છે. તે સાથે જ ઇશાન ભારતના સાતેસાત રાજ્યોમાં ભાજપ સત્તામાં આવી ગયો હશે. ચાર રાજ્યોમાં સીધી સત્તા ઉપરાંત મેઘાલય અને નાગાલેન્ડમાં સ્થાનિક પક્ષોની સરકારોમાં ભાજપની ભાગીદારી છે. મેઘાલયમાં કોંગ્રેસ પાસે વધારે બેઠકો હોવા છતાં ગોવાની જેમ તેને સરકાર બનાવા દેવાઈ નહોતી. મેઘાલય, નાગાલેન્ડની જેમ મિઝોરમ પણ ખ્રિસ્તી બહુમતીવાળું રાજ્ય છે. નાનું રાજ્ય છે, પણ ખ્રિસ્તી રાજ્યોમાં પણ પોતાની સત્તા છે તે ભાજપ સાબિત કરવા માગે છે.બીજી બાજુ કોંગ્રેસ પાસે આ સાવ નાનકડું એક જ રાજ્ય વધ્યું છે. ગત વખતની ચૂંટણીમાં ૪૦માંથી ૩૪ બેઠકો કોંગ્રેસને મળી ગઈ હતી. તેથી આ વખતે પણ પાતળી સરસાઇ સાથે સત્તામાં પરત ફરવાની ગણતરી તેની હશે, પણ ઇશાન ભારતમાં જે રીતે પદ્ધતિસર કોંગ્રેસને ખતમ કરવા માટે ભાજપે પ્યાદા મૂક્યા છે તે સફળ રહ્યા છે. કોંગ્રેસના મજબૂત નેતાઓ એક પછી એક ભાજપમાં જોડાવા લાગ્યા છે. મિઝોરમ વિધાનસભાના સ્પીકર હિફાઇને હેમંત બિશ્વા સરમા ભાજપમાં લઈ આવ્યા છે. તેમણે કોંગ્રેસમાંથી અને સ્પીકરપદેથી રાજીનામું આપીને ભાજપનું શરણું લીધું છે. તેમના સહિત સપ્ટેમ્બરથી ઓક્ટોબર બે જ મહિનામાં પાંચ નેતાઓએ કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા છે. કોંગ્રેસની સરકારમાં પ્રધાન રહી ચૂકેલા બુદ્ધધન ચકમા પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસના ગૃહપ્રધાન લાલઝિરલિયાના અને અન્ય એક પ્રધાન લાલરિનલિયાના સૈલો બંને કોંગ્રેસ છોડીને એમએનએફમાં જોડાઈ ગયા છે.
કોંગ્રેસ માટે પોતાનું ઘર સંભાળવું મુશ્કેલ બની રહ્યું છે. ચકમા જિલ્લામાં ભાજપનો સાથે તેણે છોડવો પડ્યો છે. સાત કોંગ્રેસી સભ્યોએ જાહેરાત કરી છે તેમણે ભાજપની આગેવાની હેઠળની પરિષદને ટેકો પાછો ખેંચી લીધો છે. ચકમા સ્વાયત્ત જિલ્લામાં ૨૦ બેઠકોમાંથી એમએનએફને ૮ મળી હતી, જ્યારે કોંગ્રેસને સાત અને ભાજપને પાંચ મળી હતી. કર્ણાટકમાં જે થયું હતું તેનું મિનિ સ્વરૂપ અહીં જોવા મળ્યું હતું. કોંગ્રેસે એમએનએફને સત્તા ના મળે તે માટે ભાજપના સભ્યોને પરિષદ બનાવવા કહ્યું હતું. ભાજપના પાંચ સભ્યોને કોંગ્રેસના સાત સભ્યોનો ટેકો હતો. જોકે હવે ચૂંટણીમાં તે મુદ્દો નડે તેમ છે એટલે ટેકો પાછો ખેંચી લીધાની જાહેરાત થઈ છે.પરંતુ આ બધા પ્રયાસો કોંગ્રેસ માટે મોડા સાબિત થયા છે. કોંગ્રેસે આ રીતે ભાજપને ટેકો આપેલો તેના કારણે સ્થાનિક કોંગ્રેસી કાર્યકરો નારાજ પણ થયેલા. ત્રણ સભ્યો પહેલેથી જ કોંગ્રેસથી નારાજ થઈને રાજીનામું આપી ચૂક્યા હતા. તેના બે પ્રધાનો, બે ધારાસભ્ય અને એક સ્પીકર પણ છોડીને જતા રહ્યા છે. ઇશાન ભારતમાં કોંગ્રેસની હવે સિમ્બોલિક હાજરી પણ જતી રહે તેવી શક્યતા એ વિસ્તારના જાણકારો હવે વ્યક્ત કરી રહ્યા છે.કહેવાય છે કે રાજનીતિમાં કોઈ કોઈનું દોસ્ત કે કોઈ કોઈનું દુશ્મન નથી હોતું. એક રીતે રાજનીતિએ અજાતશત્રુનું સર્વનામ જ છે. અને આ સર્વનામને સાચુ ઠેરવ્યુ છે, પૂર્વોત્તરના મિઝોરમ રાજ્યે. થોડા સમય પહેલા અહીં યોજાયેલી ચૂંટણીમાં આદિવાસી બહુલ ચકમા સ્વાયત જિલ્લા પરિષદ (સીએડીસી) દ્વારા સ્થાનિક ચૂંટણી યોજવામાં આવી હતી. જે ચૂંટણીમાં બીજેપી અને કૉંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. એટલે કે દેશના બે મજબૂત પક્ષ સત્તાથી દૂર રહ્યા હતા.પરંતુ સત્તાનો મોહ હોવાના કારણે કૉંગ્રેસ અને ભાજપે ગઠબંધન કરી સત્તા મેળવતા, દેશભરમાં આ કિસ્સો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.૨૦ એપ્રિલે ૨૦ સીટો માટે થયેલા મતદાનમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી નહોતી મળી. કોંગ્રેસને ૬ તો ભાજપને પાંચ સીટોથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે મુખ્ય વિપક્ષી દળ મિજો નેશનલ ફ્રન્ટને ૮ સીટો મળી હતી. જ્યારે એક સીટ પર હાઈકોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી હતી.પરિણામે ૧૧ સીટો મેળવવા માટે ત્રણે પક્ષો ફાંફા મારી રહ્યા હતા. આ જોતા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરને અંગૂઠો બતાવી સ્થાનિય દળના કૉંગ્રેસ અને ભાજપના પક્ષે ગઠબંધન કરી લીધુ હતું.ઉલ્લેખનીય છે કે પૂર્વોત્તરના આ એકમાત્ર રાજ્યમાં કૉંગ્રેસની સરકાર છે. તો બીજેપી અને મિજો નેશનલ ફ્રન્ટ વચ્ચે ગઠબંધન છે.થોડા સમય પહેલા જ બીજેપી અધ્યક્ષ દ્વારા ટ્‌વીટ કરી આશા વ્યક્ત કરવામાં આવી હતી કે, ભાજપ અને મીજો નેશનલ ફ્રન્ટ ગઠબંધન કરી ૧૩ સીટો પર કબ્જો જમાવશે, પરંતુ ચિત્ર ઉલટુ આવતા હવે ભાજપ અને કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ પણ આ ગઠબંધનને જોઈ વિસ્મય પામી ચૂક્યા છે. કારણ કે ભાજપ અને કૉંગ્રેસે એક નવી પાર્ટી બનાવી લીધી છે.મિઝોરમમાં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ ઉપરાંત મિઝો નેશનલ ફ્રન્ટ અને મિઝમર પિપલ્સ કોન્ફરન્સ મુખ્ય પાર્ટી છે. ભાજપે વર્ષ ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીથી અહીં ઝંપલાવ્યું છે, પરંતુ હજુ પોતાનું અસ્તિત્વ બનાવી શકી નથી. આ ઉપરાંત એનસીબી, ઝોરામ નેશનાલિસ્ટ પાર્ટી, મારલન્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ જેવા સ્થાનિક પક્ષો પણ રાજકીય કદ ધરાવે છે.કોંગ્રેસ વર્ષ ૨૦૦૮થી મિઝોરમમાં સત્તામાં છે. આ અગાઉ ૧૯૮૯-૧૯૯૩ અને ૧૯૯૩-૧૯૯૮માં પણ કોંગ્રેસ સત્તામાં હતી. કોંગ્રેસના વર્તમાન મુખ્યમંત્રી લાલ થનહવલા મિઝોરમ પ્રજા ઉપર સારી પકડ ધરાવે છે. તેઓ મિઝોરમ રાજ્યની સ્થાપનાથી માંડીને અત્યાર સુધીમાં ચાર ટર્મ મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે. મિઝો આદિવાસી પ્રજામાં તેઓ લોકપ્રિય નેતા છે. આ વખતે કોંગ્રેસને મિઝો નેશનલ ફ્રન્ટ ઉપરાંત ભાજપનો પણ પડકાર છે. આ સિવાય ઉત્તર પૂર્વનાં તમામ રાજ્યોમાં કોંગ્રેસ સત્તા ગુમાવી ચુકી છે, માત્ર મિઝરમમાં જ તેની પાસે સત્તા છે. એટલે તેની સામે પોતાનો આ એકમાત્ર ગઢ સાચવી રાખવાનો પણ સૌથી મોટો પડકાર છે.આ વખતે કોંગ્રેસના ચાર ટોચના નેતાઓ કોંગ્રેસ છોડીને અન્ય રાજકીય પક્ષોમાં જોડાયા છે. બે નેતા મિઝો નેશનલ ફ્રન્ટમાં જોડાયા હતા, જ્યારે એક નેતા ભાજપમાં જોડાયા હતા. એક નેતાએ કઈ પાર્ટીમાં જોડાવાના છે તેની સ્પષ્ટતા કરી ન હતી. આમ, ચૂંટણી પહેલાં ચાર નેતાઓ પાર્ટી છોડી જતાં કોંગ્રેસને મોટું નુકસાન થયું છે. ૪૦ સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના હવે માત્ર ૩૦ ધારાસભ્યો જ રહી ગયા છે. કોંગ્રેસે બુધવારે રાજ્યની ૪૦ બેઠક માટે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.મિઝોરમમાં કોંગ્રેસની સામે મુખ્ય વિરોધ પક્ષ અને બીજો સૌથી મોટો પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટ છે. તેના નેતા ઝોરામથંગા ૧૯૯૮-૨૦૦૩, ૨૦૦૩-૨૦૧૩ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી પદે પણ રહી ચૂક્યા છે. કોંગ્રેસ માટે તેઓ સૌથી મજબૂત નેતા છે. તાજેતરમાં જ કોંગ્રેસના બે પ્રમુખ નેતા પક્ષ છોડીને મિઝો નેશનલ ફ્રન્ટમાં જોડાતાં પક્ષને થોડું બળ મળ્યું છે. આ પક્ષને પાછળથી ભાજપનો પણ ટેકો છે.મિઝોરમે આગામી ચૂંટણીમાં રાજ્યની તમામ ૪૦ બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જેમાંથી તેણે ૩૯ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ ચૂંટણીમાં પાર્ટીએ ૧૭ યુવાન ઉમેદવારોને ટિકિટ આપી છે, જેઓ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે.મિઝોરમમાં ભારતીય જનતા પાર્ટીએ ૨૦૧૩ની ચૂંટણીથી રાજકીય મેદાનમાં ઝંપલાવ્યું છે, પરંતુ તે હજુ સુધી એક પણ સીટ જીતી શકી નથી. આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એવી જાહેરાત કરી છે કે, તેમની પાર્ટી રાજ્યમાં સરકાર બનાવશે. ભાજપે અહીં નોર્થ-ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ બનાવ્યું છે, જેમાં તેણે મિઝો નેશનલ ફ્રન્ટ સાથે ભાગીદારી કરી છે. ભાજપે હજુ ઉમેદવારોની યાદી જાહેર કરી નથી, પરંતુ વિકાસના મુદ્દે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારનો પણ ભાજપને ફાયદો મળી શકે છે.

Related posts

વાજપેયી અને કરુણાનિધિ : યુગ પ્રવર્તકોની વિદાય

aapnugujarat

હવે પત્રકારોની નહી પડે જરૂર, ગુગલ લખશે ન્યૂઝ કોપી

aapnugujarat

શું ધોનીએ નિવૃત્તિ લઈ લેવી જોઈએ?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1