Aapnu Gujarat
ગુજરાત

રેપ કેસ અંગે પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ પર સકંજો

ભૂતપૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય છબીલ પટેલ સામે દાખલ કરવામાં આવેલા બળાત્કારના કેસના સંબંધમાં દિલ્હી પોલીસની ટીમ અમદાવાદ આવી પહોંચી છે. તેમની પુછપરછનો સિલસિલો શરૂ થઇ ચુક્યો છે. પોલીસ સુત્રોના કહેવા મુજબ દિલ્હી સ્થિત એક વિધવાએ પટેલ સામે બળાત્કારની ફરિયાદ દાખલ કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે, છબીલ પટેલે તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. એનજીઓની સાથે કામ અપાવવાનું વચન આપીને વિશ્વાસ જીત્યો હતો અને ત્યારબાદ બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાએ એવો આક્ષેપ પણ કર્યો છે કે, છબીલ પટેલે તેના કેટલાક વાંધાજનક અને અશ્લીલ ફોટાઓ પાડી લીધા હતા. શહેર પલીસે કહ્યું હતું કે, દિલ્હી પોલીસ દ્વારા મદદ માટે તેમનો કોઇ સંપર્ક કરવામાં આવ્યો નથી. બીજી બાજુ સુત્રોના કહેવા મુજબ એક વરિષ્ઠ પોલીસ અધિકારી પૂર્વ ધારાસભ્યની પુછપરછ કરવા માટે શહેરમાં આવી પહોંચ્યા છે. આ ધારાસભ્ય સોલામાં સાયન્સસિટી રોડ ઉપર આવાસ ધરાવે છે અને તેમના ઉપર હવે સકંજો મજબૂત કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ બળાત્કાર અંગેના આક્ષેપોને ફગાવી દઇને છબીલ પટેલે કહ્યું છે કે, તેમને બદનામ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પટેલે તેમની સામે કરવામાં આવેલા બળાત્કારના આક્ષેપોને રદિયો આપ્યો છે. તેમનું કહેવું છે કે, જે મહિલા દ્વારા તેમની સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે મહિલાને તેઓ ક્યારે પણ મળ્યા નથી. બીજી બાજુ દિલ્હી પોલીસની ટીમ અથવા તો અન્ય કોઇ તરફથી આ સંદર્ભમાં વધુ માહિતી મળી શકી નથી પરંતુ રાજકીય વર્તુળોમાં આને લઇને જોરદાર ચર્ચા જામી છે. લોકસભાની ચૂંટણીનો ગાળો વધારે દૂર રહ્યો નથી ત્યારે આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર યથાવતરીતે જારી રહ્યો છે. ગુજરાતના પૂર્વ ધારાસભ્ય ઉપર સકંજો વધુ મજબૂત બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે.

Related posts

अहमदाबाद हीरा मार्केट भी मंदी से पस्त

aapnugujarat

फाइनेंस कंपनी से गहने चोरी करने वाला मैनेजर गिरफ्तार

aapnugujarat

अहमदाबाद में कोविड को-ऑर्डिनेटर नियुक्‍त करने का निर्देश, PSP पर लगा 1 करोड़ का जुर्माना

editor

Leave a Comment

UA-96247877-1