Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગરમાં કેમેરાથી વાહન ચાલકો ઉપર ચાંપતી નજર

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ હવે ઇ-ચલણની શરૂઆત થવા જઇ રહી છે. ૨૦મી નવેમ્બરથી આની શરૂઆત કરવામાં આવશે. અમદાવાદમાં આ પ્રક્રિયા શરૂ થયાને એક વર્ષનો ગાળો થઇ ચુક્યો છે. આ વ્યવસ્થા સફળરીતે અમલી રહ્યા બાદ હવે ગાંધીનગરમાં આની શરૂઆત થવા જઇ રહી છે. ગાંધીનગર પોલીસના અધિકારીઓએ કહ્યું છે કે, ગાંધીનગરથી બહારથી આવતા વાહનોને પણ મેમો આપવામાં આવશે. કેમેરાઓની સંખ્યામાં ઉલ્લેખનીય વધારો કરવામાં આવ્યો છે. ગાંધીનગર પોલીસના ઇન્સ્પેક્ટર પીકે વાલેરાએ કહ્યું છે કે, સિસ્ટમમાં જરૂરી ફેરફાર કરવાના હેતુસર ઇ-ચલણની વ્યવસ્થા થોડાક સમય માટે બંધ રાખવામાં આવી હતી પરંતુ હવે આને ફરી શરૂ કરવાની તૈયારી કરી લેવામાં આવી છે. ટ્રાફિક ધારાધોરણોનો ભંગ કરનાર પર કેમેરા મારફતે નજર રાખવામાં આવશે. પહેલા દરરોજ ૫૦૦ જેટલા મેમો થઇ રહ્યા હતા. આ સંખ્યા વધી શકે છે. કારણ કે, અમે જિલ્લાની બહાર પણ મેમો મોકલીશું. ખાસ કરીને અમદાવાદમાં મેમો મોકલવામાં આવશે. કારણ કે, અમદાવાદથી મોટી સંખ્યામાં લોકો પહોંચે છે અને ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે. ગાંધીનગર શહેરના તમામ મોટા સ્થળો ઉપર કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. કેમેરાઓની સંખ્યા વધારીને ૨૨૫ કરી દેવામાં આવી છે. ફરિયાદોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં લઇને જુદા જુદા પગલા લેવામાં આવી રહ્યા છે. અન્ય ટેકનિકલ મુદ્દાઓમાં પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જે મામલામાં પહેલા પણ મેમો આપવામાં આવ્યા છે તે સંદર્ભમાં એક નોડલ અધિકારી નિર્ણય લેશે. ૧૫૬ લોકો માર્ગ અકસ્માતોમાં ભોગ ૮ મહિનાના ગાળામાં જ બની ચુક્યા છે. ટ્રાફિક નિયમોના ભંગના કારણે અકસ્માતો પણ હાલના સમયમાં વધ્યા છે.

Related posts

અજવાળું પાથરતા હિંમતનગરના માનસિક દિવ્યાંગ બાળકો

aapnugujarat

અમદાવાદ જીલ્લા મિડીયા ક્લબ દ્વારા વિરમગામ સેવાસદન ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યુ

aapnugujarat

કોંગ્રેસના પ્રચાર માટે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1