Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં ૭૦ ટકાથી વધારે મતદાન

છત્તીસગઢમાં અભૂતપૂર્વ સુરક્ષા અને હિંસા વચ્ચે આજે ઉંચુ મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં ૭૦ ટકાથી વધુ મતદાન થતાં ભાજપ અને કોંગ્રેસમાં ભારે સસ્પેન્સની સ્થિતિ રહી હતી. બંને પાર્ટીઓએ જીત માટેના દાવા કર્યા હતા. પ્રથમ તબક્કામાં ૭૦ ટકા મતદાન વચ્ચે જુદા જુદા વિસ્તારોમાં પણ ઉંચુ મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં મતદાનની સાથે જ મુખ્યમંત્રી રમણસિંહ સહિત ૧૯૦ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. ૧૦ વિધાનસભા ક્ષેત્રોમાં સવારે સાત વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી મતદાન થયું હતું જ્યારે બાકીના ૮ વિધાનસભા ક્ષેત્રમાં જેમાં રાજનંદગાંવ જિલ્લાની પાંચ અને બસ્તર જિલ્લા ત્રણ વિધાનસભા બેઠક ઉપર સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થયું હતું. અગાઉ છત્તિસગઢમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે સવારે મતદાનની શરૂઆત થઇ હતી. મતદારો ભારે ઉત્સાહિત દેખાયા હતા. છત્તિસગઢના આઠ નક્સલવાદીગ્રસ્ત જિલ્લાની ૧૮ સીટો માટે પ્રથમ તબક્કામાં મતદાનની શરૂઆત થઇ હતી. ૩૧ લાખથી વધારે મતદારો પૈકી ૭૦ ટકાથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા બહાર નિકળ્યા હતા. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાનની ખાતરી કરવા માટે એક લાખ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. મહિલાઓ માટે ખાસ બુથ બનાવી દેવામાં આવ્યા હતા. સવારમાં જ કેટલાક બુથ પર લાંબી લાઇન લાગી હતી. છત્તીસગઢમાં છેલ્લા ૧૫ વર્ષથી નેતૃત્વ કરી રહેલા મુખ્યમંત્રી રમણસિંહ વાપસી કરવા માટે રાજનંદગાંવથી મેદાનમાં રહ્યા હતા. મતદાન બાદ તેમનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયું હતું. આ મતવિસ્તારમાંથી કોંગ્રેસે પણ કોઇ સમયે ભાજપમાં રહી ચુકેલા અરુણા શુક્લાને મેદાનમાં ઉતાર્યા છે. મતદાન બાદ બંનેના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. ભાજપે રાજ્યમાં સતત ત્રણ ચૂંટણી જીતી છે.૨૦૧૩માં છેલ્લી ચૂંટણીમાં આ ૧૮ સીટો પૈકી ભાજપે ૧૨ સીટો ગુમાવી હતી જેથી આ વખતે વધુ તૈયારી કરવામાં આવી છે. આ તબક્કા માટે ૪૩૩૬ મતદાન મથકો ઉભા કરાયા હતા. જ્યાં મતદાનની આજે શરૂઆત થઇ હતી. ૩૧૭૯૫૨૦ મતદારો નોંધાયા હતા.
છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પરંપરાગત સ્પર્ધા રહી છે. આ વખતે અજીત જોગીના જનતા કોંગ્રેસ, માયાવતીના બહુજન સમાજ પાર્ટી અને સીપીઆઈએ ત્રીજા મોરચા તરીકે ગઢબંધન કરીને મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. નક્સલવાદીગ્રસ્ત વિસ્તારોમાં મતદાનનો સમય સવારે ૭ વાગ્યાથી લઇને સાંજે ૩ વાગ્યા સુધી હતો. જેથી સવારથી લાંબી લાઇન લાગી હતી.આ વખતે રાજનંદગાંવમાં સૌથી વધુ ઉમેદવારો હતા. અહીં ૩૦ ઉમેદવારો મેદાનમાં હતા જ્યારે બસ્તર અને કોન્ડા ગાંવમાં પાંચ-પાંચ ઉમેદવારો મેદાનમાં હતા. બીજા તબક્કામાં બાકીની ૭૨ બેઠકો ઉપર ૨૦મી નવેમ્બરે મતદાન થશે. મતગણતરી ૧૧મી ડિસેમ્બરે હાથ ધરાશે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૯૦ સીટો પૈકી ૪૯ સીટો જીતી હતી. બીજા તબક્કામાં ૭૨ સીટ માટે ૨૦મી તારીખે મતદાન થશે. રાજ્યમાં ૯૦ સીટો પૈકી ૧૦ સીટો અનુસૂચિત જાતિ માટે તથા ૨૯ સીટો અનુસૂચિત જનજાતિ માટે રિઝર્વ રાખવામાં આવી છે.

Related posts

દેશમાં કોરોનાના નવા ૩૦ હજાર કેસ, ૪૨૦ના મોત

editor

અન્નાદ્રમુકના બે જુથ એક થાય તેવા પ્રબળ એંધાણ

aapnugujarat

जयपुर और दिल्ली छावनी के बीच विशेष रेलगाड़ी का संचालन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1