Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મુસ્લિમ મહિલાઓ માટે નવો ફતવો : ‘નેલ પોલિશ લગાવવી ઈસ્લામ વિરુદ્ધ’

દારૂલ ઉલૂમ દેબંધે મુસ્લિમ મહિલાઓ વિરુદ્ધ ફરીથી એક નવો ફતવો જાહેર કર્યો છે. મુફ્તી ઈશરાર ગૌરાએ હાથોમાં નેલ પૉલિશ લગાવવી ગેરકાયદેસર ઈસ્લામિક ગણાવીને કહ્યું છે કે, મુસ્લિમ મહિલાઓએ તે ના લગાવવી જોઇએ. મુફ્તીએ નેલ પૉલિશ સ્થાને નખને મહેંદી લગાવવાનું ફરમાન જાહેર કર્યું છે.
અગાઉ પણ દારૂલ ઉલૂમ મુસ્લિમ મહિલાઓ માટે નવો ફતવો જાહેર કરી ચૂક્યા છે. હાલમાં મુસ્લિમ મહિલાઓને આઇબ્રાને લઇને પણ એક ફતવો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં મુસ્લિમ મહિલાઓને આઈબ્રો બનાવવો અને વાળ કપાવવા ગેરકાયદેસર ઇસ્લામિક કહેવામાં આવ્યું હતું. તેના સિવાય સોશિયલ મીડિયા ઉપર મહિલાઓને ફોટો અપલોડ કરવો પણ ગેરકાયદેસર ઇસ્લામિક ગણાવ્યું હતું.
અગાઉ દારૂલ ઉલૂમ દેવબંધે મુસ્લિમ મહિલાઓને બજારોમાં જઇને બીજા પુરુષોના હાથે બંગડીઓ પહેરવી ખોટી કહી હતી. મહિલાઓને બંગડીઓ પહેરાવવા પર દેવબંધના જ એક વ્યક્તિએ દારૂલ ઉલૂમની ઇફ્તા વિભાગ પાસેથી લેખિતમાં સવાલ પુછવામાં આવ્યો હતો કે, અમારે ત્યાં સામાન્ય રીતે બંગડીઓ વેચવાનું અને પહેરાવવાનું કામ પુરુષો કરે છે. સ્ત્રીઓને બંગડીઓ પહેરવા માટે ઘરની બહાર નીકળવું પડે છે અને પોતાના હાથ બીજા કોઇ પુરુષના હાથમાં આપવા પડે છે. શું આ રીતે ઘરની બહાર નીકળીને અથવા તો ઘરમાં રહીને સ્ત્રીઓએ બીજા પુરુષો પાસેથી બંગડીઓ પહેરવી યોગ્ય છે?

Related posts

पंचकूला हिंसा : आरोपियों पर आरोप तय

aapnugujarat

ઉત્તરાખંડ : નાના આંચકાઓ મોટી તબાહીના સંકેત સમાન

aapnugujarat

बेटे के करियर का जो हो सो हो, राष्ट्रहित सबसे ऊपर : यशवंत सिन्हा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1