Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દિલ્હી બન્યું પ્રદૂષણનું હબ

દિલ્હી-એનસીઆરમાં સોમવારે પ્રદૂષણનું સ્તર એખ જોખમી લેવલ પર પહોંચી ગયું હતું. સવારે ઈન્ડિયા ગેટ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં એક ધૂળની ચાદર છવાઈ ગઈ હતી. સોમવારે એર કેવોલિટી ઈન્ડેક્સ ૬૦૦-૭૦૦ વચ્ચે રેકોર્ડ થયો છે. જે આ વર્ષે સૌથી વધારે હોય છે. પ્રદૂષણ પર નજર રાખનારી એજન્સીઓએ નવેમ્બરના પહેલાં સપ્તાહમાં હવાની ગુણવત્તા જોખમી સર્તર સુધી પહોંચવાની આશંકા વ્યક્ત કરી હતી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રમાણે, એક્યૂઆઈ ૫૦૦ના સ્તર પર જોખમી શ્રેણીનું માનવામાં આવે છે.
એર ક્વોલિટી ઈન્ડેક્સ મંદિર માર્ગ પર ૭૦૭, મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ પર ૬૭૬ અને જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ પર ૬૮૧ નોંધવામાં આવ્યું છે. આ પહેલાં શનિવાપે પ્રદૂષણના સ્તરમાં સામાન્ય ઘટાડો નોંધવામાં આવ્યો હતો. ત્યારે એક્યૂઆઈ ૩૪૬ (બહુજ ખરાબ) નોંધવામાં આવ્યું છે.
પ્રદૂષણનું સ્તર ઓછું કરવા માટે દિલ્હી-એનસીઆરમાં ઘણાં પગલાં લેવામાં આવ્યા છે. તેના માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (જીઆરપી) લાગુ કરવામાં આવ્યું છે. તે અંતર્ગત ૧૦ નવેમ્બર સુધી કંસ્ટ્રક્શન કામ રોકી દેવામાં આવ્યું છે. પ્રદૂષણના દેખરેખ માટે એજન્સીઓએ અંદાજે ૪૪ ટીમ તહેનાત કરી છે.
પ્રદૂષણની સ્થિતિ પર સુપ્રીમ કોર્ટે ગુરુવારે સુનાવણી કરશે. ગઈ સુનાવણીમાં કોર્ટે દિલ્હી-એનસીઆરમાં ૧૫ વર્ષ જૂના પેટ્રોલ-ડીઝલના વાહનો પર પ્રતિબંધ લગાવ્યો હતો. આવી ગાડીઓ રસ્તા પર ળે તો પરિવહન વિભાગને તે જપ્ત કરી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Related posts

સંઘના રવિન્દર ગોસાઈની લુધિયાણામાં ઘાતકી હત્યા

aapnugujarat

દેશમાં કોવિડ ૧૯ના કેસમાં ઘટાડો નોંધાયો

editor

बीजेपी विधायक प्रणव सिंह चैंपियन के ३ हथियारों का लाइसेंस रद्द

aapnugujarat

Leave a Comment

UA-96247877-1