Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નક્સલીઓનો ખાત્મો કરવા તૈયાર કરાયેલો માસ્ટર પ્લાન

માઓવાદીઓના એજન્ડાને ખતમ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આગામી ત્રણ વર્ષ માટે કેન્દ્ર સરકારે માસ્ટર પ્લાન તૈયાર કરી લીધો છે. નક્સલવાદીઓ અને માઓવાદીગ્રસ્ત વિસ્તારોમાં આના ભાગરૂપે જોરશોરથી વિકાસ કાર્યોને આગળ વધારી દેવામાં આવનાર છે. સાથે સાથે સરકારની યોજના છે કે આદિવાસી વિસ્તારોમાં નક્સલવાદીગ્રસ્ત ક્ષેત્રોમાં લોકો સુધી નક્સલીઓની વિકાસ વિરોધી છાપને પહોંચાડી દેવા માટેના પ્રયાસ કરવામાં આવનાર છે. આદિવાસી સમુદાયના પછાતપણાના મામલાને જોરશોરથી ઉઠાવવામાં આવનાર છે. સરકાર અને સુરક્ષા સંસ્થાઓ સાથે મળીને માઓવાદી ગતિવિધી પર બ્રેક મુકવા આક્રમક રીતે કામ કરનાર છે. મિડિયા માટે તૈયાર કરવામાં આવેલી માર્ગદર્શિકાને સરકારે મંજુરી આપી દીધી છે. પોલીસ ફોર્સ આધુનિકીકરણ યોજના હેઠળ માઓવાદી ક્ષેત્રોમાં નક્સલી અને હિંસક ડાબોરી વિચારધારાને ખતમ કરવાના પ્રયાસ કરવામાં આવનાર છે. આ તમામ અભિયાનને જન જન સુધી પહોંચાડી દેવા માટેના પ્રયાસ કરવામાં આવનાર છે. આદિવાસી બહુમતિવાળા વિસ્તારોમાં આદિવાસી લોકપ્રિય તરીકા સાથે તમામ બાબતોને લોકો સુધી પહોંચાડી દેવાના પ્રયાસ કરવામાં આવનાર છે. માઓવાદી દેશના અનેક રાજ્યોમાં સક્રિય થયેલા છે. હાલમાં નક્સલવાદી હુમલામાં ફરી એકવાર વધારો થયો છે. જેને ધ્યાનમાં લઇને રણનિતી તૈયાર કરવામાં આવી છે.

Related posts

छत्तीसगढ़ की सरकार ने ठुकराई केंद्र की आयुष्मान भारत योजना

aapnugujarat

બિલકિસબાનુ : ચાર પોલીસ, બે તબીબોની અરજી ફગાવાઈ

aapnugujarat

અરુણ જેટલીની જગ્યાએ હું હોત તો રાજીનામું આપી દીધું હોત : ચિદમ્બરમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1