Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મધ્યપ્રદેશ કોંગ્રેસ જાતિ સમીકરણોના આધાર ઉપર છે

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટેનો તખ્તો ગોઠવાઇ ગયો છે. મધ્યપ્રદેશમાં છેલ્લી ત્રણ વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટીની મત હિસ્સેદારી વધી છે. જો કે તેની સીટોમાં કોઇ વધારો થયો નથી. કોંગ્રેસ પાર્ટીની સામે સૌથી મોટો પડકાર મત ટકાવારીને સીટોમાં ફેરવી દેવા માટેનો છે. આના માટે કોંગ્રેસે છેલ્લા ચૂંટણીના પરિણામોમાં અભ્યાસની કવાયત હાથ ધરી છે. સીટ વાઇઝ સર્વેના આદાર પર એક નવી રણનિતી તૈયાર કરવામાં આવી છે. આ રણનિતી પાર્ટીની પ્રથમ ચૂંટણી ઉમેદવારોની યાદીમાં સ્પષ્ટપણે નજરે પડે છે. આના કારણે કોંગ્રેસે આ વખતે ભાજપ અને બસપના નેતાઓને લેવામાં કોઇ ખચકાટ રાખ્યો નથી. મોટી સીટો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. આને વ્યુહરચનાના એક હિસ્સા તરીકે ગણવામાં આવે છે. કોંગ્રેસની યાદીમાં સવર્ણ આંદોલનની અસર પણ દેખાઇ રહી છે. પાર્ટીએ ૨૮ ક્ષેત્રીય અને ૨૪ બ્રાહ્યણને પણ પ્રથમ યાદીમાં સ્થાન આપીને આ જાતિઓને સંતુષ્ટ કરવાના પ્રયાસ કર્યા છે. કોંગ્રેસ પાર્ટી છેલ્લી ચૂંટણીમાં સીટો પર જાતિગત સમીકરણ સાધવામાં સફળ સાબિત થઇ ન હતી. આ વખતે જાતિઓને સાધવા માટે આક્રમક રણનિતી તૈયાર કરવામાં આવી છે. આ વખતે જાતિઓને સાધવા માટે દરેક જિલ્લાના સમીકરણના આધાર પર ઉમેદવારોને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. પ્રચાર અભિયાનને પણ આવી જ રીતે હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આદિવાસી વોટ બેંક કોંગ્રેસની મજબુતી હતી. પરંતુ તે સરકી જતા તે સત્તામાંથી બહાર છે. આદિવાસીઓમાં ફરી સ્થિતીને મજબુત કરવા માટે ગોંડવાના ગણતંત્ર પાર્ટ અને જયસ સાથે વાતચીત સફળ સાબિત થઇ નથી. પાર્ટના સીટવાર સર્વેમાં કેટલીક બાબતો ઉભરીને સપાટી પર આવી છે. જેમાં એવુ પણ જાણવા મળ્યુ છે કે ૩૦થી વધારે સીટો એવી હતી જેમાં સમાજ અને જાતિને સાધવા માટે નિષ્ફળતા જ હારના કારણ તરીકે હતી. આ સીટો પર કોંગ્રેસની ઓછા અંતરના કારણે હાર થઇ હતી. અહીં જે સીટો પર જે સમાજના મત કોંગ્રેસ પાર્ટીને મળ્યા ન હતા તેમાં ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. છેલ્લા એક મહિનાના ગાળામાં જ કેટલાક કાર્યક્રમ આને લઇને યોજવામાં આવ્યા છે. આવા જ સમાજના કેટલાક નેતાઓને પણ આ વખતે જવાબદારી સોંપવામાં આવી છે. આ તમામ સીટો પર સમાજની બેઠકોનુ આયોજન પણ કરવામાં આવી રહ્યુ છે. કોંગ્રેસ પ્રત્યે તેમની નારાજગીને દુર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કોંગેસની જાતિ રણનિતી કેટલી સફળ રહે છે તે બાબત ઉપયોગી રહેશે.

Related posts

કાશ્મીરમાંથી આતંકીઓ ભાગી રહ્યાં છે : જેટલી

aapnugujarat

राजद वाले वही लोग जिन्होंने बिहार में अराजकता फैलाई थी : जेपी नड्डा

editor

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ આજથી શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1