Aapnu Gujarat
રાષ્ટ્રીય

કાશ્મીરમાંથી આતંકીઓ ભાગી રહ્યાં છે : જેટલી

કાશ્મીરમાંથી આતંકીઓ બચીને ભાગી રહ્યા હોવાનું અરૂણ જેટલીએ એક કાર્યક્રમમાં જણાવ્યું છે. તેમણે કહ્યું, ટેરર ફન્ડિંગ મામલામાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ લીધેલા પગલાથી ઘણી સફળતા મળી છે. આ ઉપરાંત તેમણે નોટબંધીનો ઉલ્લેખ કરી કહ્યું, તેનાથી આતંકીઓની હાલત ખરાબ થઈ અને તેમની પાસે આવતા રૂપિયા પર ઘણા અંશે અંકુશ લાગી ગયો છે.રવિવારે એક પ્રોગ્રામ દરમિયાન જેટલીએ કાશ્મીરની સ્થિતિ અંગે ચર્ચા કરી. તેમણે કહ્યું, અમારી સરકારની પ્રાથમિકતા કાશ્મીરમાંથી આતંકીઓનો નાશ કરવાની છે. હવે આતંકવાદીઓ પર દબાણ વધી રહ્યું છે. આ ઉપરાંત નોટબંધીથી તેમની હાલત ખરાબ થઈ છે.  તાજેતરમાં જ એનઆઈએ દ્વારા ટેરર ફડિંગ મુદ્દે કરવામાં આવેલી કાર્યવાહીથી આતંકીઓને વિદેશમાંથી મળતાં ફંડ પર પ્રતિબંધ આવી ગયો છે.પ્રોગ્રામ દરમિયાન જેટલીએ સિક્કિમમાં ભારત અને ચીન વચ્ચે તણાવ પર કોઈ ખુલાસો ન કર્યો. તેમણે એટલું જ કહ્યું કે દેશને તેની સેના પર ભરોસો છે.જેટલીએ કહ્યું, આજે કાશ્મીરમાં કોઈ પણ મોટો આતંકી લાંબા સમય સુધી ભય ફેલાવવાનું વિચારી શકતો નથી. ઘણા વર્ષો સુધી તેમના ઈરાદા પાર પાડવામાં સફળ રહ્યા હતા. આજે કોઈ પણ આતંકીની જિંદગી થોડા મહિનાથી વધારે લાંબી ચાલતી નથી.આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવા બદલ જેટલીએ જમ્મુ-કાશ્મીર પોલીસના વખાણ કર્યા. તેમણે કહ્યું, અહીંયાની પોલીસે ખૂબ જ મહેનતથી તેમના કામને અંજામ આપ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાનો ભય અને લેફ્ટ વિંગ એક્સટ્રીમિઝ્‌મનો ખતરો સતત હોવા છતાં પોલીસ સારી કામગારી કરી રહી છે.

Related posts

ब्रिटेन से भारत आने वाली उड़ानों पर 31 दिसंबर के बाद भी जारी रह सकती है पाबंदी : उड्डयन मंत्री

editor

करतारपुर : हर यात्री से १४०० रुपये वसूलने पर अड़ा पाक

aapnugujarat

उमर अब्दुल्ला सरकारी आवास स्वेच्छा से करेंगे खाली

editor

Leave a Comment

UA-96247877-1