Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

લંડનમાં મોરારિબાપુની રામકથા ‘માનસ મહિમ્ન’નો આરંભ

લંડનની ધરતી પર તા. ૧૨મી ઓગસ્ટથી પૂજ્ય મોરારિબાપુની રામકથાનો મંગળ આરંભ થયો છે.લંડનના પ્રખ્યાત વેમ્બલી સ્ટેડિયમની સામે એસએસઇ અરીના નામે એક વિશાળ ઇન્ડોર સ્ટેડિયમમાં શરૂ થયેલી આ કથાના પ્રથમ દિવસે વિશાળ સંખ્યામાં એકઠા થયેલા શ્રોતાઓને સંબોધતા પૂજ્ય બાપુએ કહ્યું હતું કે મારા માટે માનસ એ જ મહાત્મા છે. શ્રાવણ માસનો ઉત્તરાર્ધ ચાલી રહ્યો છે ત્યારે આ કથાને ‘માનસ મહિમ્ન’ નામ આપીને બાપુએ શિવ મહિમ્ન સ્તોત્રને અને એ રીતે મહિમાને કથાનો મૂળ વિચાર બનાવ્યો છે.રામચરિત માનસમાં રામ, સીતાજી, ભરત, દશરથ, રાવણ મળીને કુલ ૨૭ બાબતોનો મહિમા થયો છે.ભગવાન શિવના મહિમાની ૭ બાબતો વિશે બાપુએ વાત કરતાં જણાવ્યું કે તેજ, તીર્થ, તત્પરતા, ત્યાગ ઈવા ૭ ગુણોથી શિવ શોભે છે અને આ ૭ ગુણ રામાયણના ૭ કાંડમાં પ્રતિબિંબિત થાય છે.લંડનના રમેશભાઈ સચદે, એમના પુત્ર ઋષિ સચદે અને પરિવારના યજમાનપદે યોજાયેલી આ કથામાં ગુજરાતના શિષ્ટ સાહિત્ય, લોક સાહિત્ય અને સંગીતના જાણીતા સર્જકો, કલાકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં છે. ગુજરાતી લેખકો, કવિઓ, લોકગાયકો પણ સૌરાષ્ટ્ર-ગુજરાતથી લંડન આવ્યા છે.શનિવારે પહેલા દિવસે પૂજ્ય બાપુએ ગુજરાતનાં પૂરપીડિતો માટે સહાય આપવાની પણ શ્રોતાઓને અપીલ કરી હતી. બાપુએ તલગાજરડા સ્થિત ‘ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ’ તરફથી રૂ. ૧.૨૫ લાખ આપવાની જાહેરાત કરી છે.એ ઉપરાંત લંડનના લોર્ડ ડોલર પોપટના પરિવારે રૂ. ૧૧ લાખ, સચદે પરિવારે રૂ. ૧૧ લાખ આપવાની પણ જાહેરાત કરી હતી. આ ફાળો ગુજરાત મુખ્યમંત્રી રાહત ફંડમાં અપાશે. પ્રથમ દિવસના અંતે આ યોગદાન માટે લોર્ડ ડોલર પોપટે જ્યારે અનુરોધ કર્યો ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પાંચ દિવસ પૂરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લામાં રોકાયા હતા એનો પણ ઉલ્લેખ કર્યો હતો.

Related posts

Bus accident in Madinah : 35 died

aapnugujarat

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડનની હત્યાનો પ્રયાસ

aapnugujarat

યુરોપથી અમેરિકા આવતા પ્લેનમાં લેપટોપ લઈ જવા પર પ્રતિબંધ નહીં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1