Aapnu Gujarat
રમતગમત

ભારતનો કપિલ દેવ બની શકે છે હાર્દિક : એમએસકે પ્રસાદ

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે માત્ર ૮૬ બોલમાં ૭ છગ્ગા અને ૮ ચોગ્ગાની મદદથી ૧૦૮ રન બનાવી ઇતિહાસ રચ્યો છે ત્યારે ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે પણ હાર્દિક પંડ્યાના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, હાર્દિક પંડ્યામાં મહાન ક્રિકેટર કપિલ દેવની બરાબરી કરવાની ક્ષમતા છે. તે આ પ્રકારે રમતો રહે અને ખુદ પર કાબૂ બનાવી રાખે તો તેને ભારતનો આગામી કપિલ દેવ બનતા કોઇ રોકી શકશે નહી.
પ્રસાદે એમ પણ કહ્યું કે, મને એ વાતની ખુશી છે કે, અમારી ઓલરાઉન્ડરની શોધ પૂરી થઇ ગઇ છે. હાર્દિક પંડયા પહેલાજ વન ડે અને ટ્‌વેન્ટી-૨૦માં પોતાની ઉપયોગિતા સાબિત કરી ચૂક્યો છે અને હવે તેણે ટેસ્ટમાં પણ શાનદાર આગમન કર્યું છે. જો તે આ પ્રકારે રમતો રહેશે તો તે ભારતનો આગામી કપિલ દેવ બની શકે છે.
પ્રસાદે વધુમાં કહ્યું કે, તેણે પોતાને મળેલી તકનો ફાયદો ઉઠાવ્યો છે. તેની સૌથી મોટો ખાસિયત એ છે કે,તે મૂળભૂત રીતે ઘણો મજબૂત છે. તેની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય ક્ષેત્રમાં શાનદાર છે અને તે મેચમાં દરેક સમયે છવાયેલો રહે છે.

Related posts

विश्व कप-2011 तक धोनी का मुझ पर काफी भरोसा था : युवराज

editor

Shoaib Malik declares retirement from One-day International cricket

aapnugujarat

રાંચીમાં દૂધવાળાના દીકરાએ કરી કમાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1