Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ આજથી શરૂ

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપની આવતકાલથી શરૂઆત થઇ રહી છે. વર્ષની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધાને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. છેલ્લા બે વર્ષથી રોજર ફેડરરે ઓસ્ટ્રેલિયન ઓપનમાં પ્રભુત્વ જમાવ્યુ છે. તેના પ્રભુત્વને તોડવા માટે સ્ટાર ખેલાડીઓ મેદાનમાં છે. જેમાં નોવાક જોકોવિક અને રાફેલ નડાલનો સમાવેશ થાય છે. બીજ બાજુ મહિલા વર્ગમાં આ વખતે કેરોલીન વોઝનિયાકીના પ્રભાવને તોડવા માટે અનેક ઉભરતી સ્ટાર પણ મેદાનમાં છે. આવતીકાલથી શરૂ થતી આ ગ્રાન્ડ સ્લેમમાં તમામ સ્ટાર ખેલાડી ઉતરી રહ્યા છે. ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધા ૨૭મી જાન્યુઆરી સુધી ચાલનાર છે. ઓસ્ટ્રેલિયન ઓપનની આ ૧૦૭મી એડિશન છે. જ્યારે ઓપન એરાની તે ૫૧મી એડિશન છે. ફાઇલ સેટ ટાઇ બ્રેકરની સાથે ઓસ્ટ્રેલિયન ઓપન પ્રથમ વખત આ વખતે રમાઇ રહી છે. પુરૂષોની સિગલ્સ સ્પર્ધામાં ૧૦ મિનિટ માટે બ્રેકની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રોજર ફેડરર અને વોઝનિયાકી તેમના તાજને જાળવી રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરનાર છે. આ ટુર્નામેન્ટ હાર્ડ કોર્ટ પર રમાનાર છે.ઓસ્ટ્રેલિયન ઓપનમાં ઇનામી રકમની વાત કરવામાં આવે તો આ વખતે ગયા વખત કરતા રકમ વધારે છે. હાલમાં નોવાક જોકોવિકના ફોર્મને જોતા પુરૂષોના વર્ગમાં સ્પર્ધા વધારે રોમાંચક બની શકે છે. ૨૫ કોર્ટની સિરીઝમાં આ સ્પર્ધા રમાનાર છે. જેમાં ત્રણ મેન શો કોર્ટ રહેશે જેમાં રોડ લેવર, મેલબોર્ન એરેના અને માર્ગારેટ કોર્ટનો સમાવેશ થાય છે. મહિલાઓના વર્ગમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નવી ઉભરતી સ્ટાર ખેલાડી નવા નવા અપસેટ સર્જી રહી છે. જેમાં હેલેપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નવી સ્ટારો કેટલાક અપસેટ સર્જી દેવા તૈયાર છે. ઇનામી રકમની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલનય ઓપનમાં સિગલ્સ વિજેતાને આ વખતે ૪૧૦૦૦૦૦ ડોલરની રકમ આપવામાં આવનાર છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં છેલ્લા વર્ષની સરખામણીમાં કુલ ઇનામી રકમમાં આ વખતે ૧૪ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આની સાથે જ કુલ ઇનામી રકમ વધને ૬૨૫૦૦૦૦૦ ડોલર થઇ ગઇ છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં ઇનામી રકમમાં દર વર્ષે વધારો કરવામાં આવે છે. આ વર્ષે ૧૪ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ફાઈનલમાં પહોચનાર પુરુષ અને મહિલા ખેલાડીને ૨૦૫૦૦૦૦ ડોલર અને સેમિફાઇનલમાં પહોંચનાર ખેલાડીઓને ૯૨૦૦૦૦ ડોલર ઇનામ તરીકે આપવામાં આવશે. આવી જ રીતે ડબલ્સમાં વિજેતા બનનાર ૭૫૦૦૦૦ ડોલર આપવામાં આવશે.

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ૧૯૦૫થી રમાય છે
ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ ચાર ગ્રાન્ડસ્લેમ પૈકીની એક સ્પર્ધા છે. ઓસ્ટ્રેલિયન ઓપન દર વર્ષે મેલબોર્નમાં જાન્યુઆરીના પ્રથમ બે પખવાડિયામાં યોજાય છે. ૧૯૦૫માં ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયન ઓપનમાં પુરુષ, મહિલા સિંગલ્સની સ્પર્ધા, મિક્સ ડબલ્સની સ્પર્ધા, જુનિયર ચેમ્પિયનશીપ, વ્હીલચેર, પૂર્વ ખેલાડીઓની સ્પર્ધા યોજાય છે. ૧૯૮૮ પહેલા આ સ્પર્ધા ગ્રાસકોટ ઉપર રમાતી હતી પરંતુ ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. ૧૯૮૮ બાદ મેલબોર્ન પાર્કમાં બે પ્રકારની હાર્ડ કોટ સરફેસનો ઉપયોગ કરવામાં આવે છે.ઓસ્ટ્રેલિયન ઓપનમાં બે પ્રકારના ક્વોટ બનાવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયન ઓપનનો ઇતિહાસ ખૂબ શાનદાર રહ્યો છે. ઓસ્ટ્રેલયન ઓપનમાં સૌથી વધારે ચેમ્પિયનશીપ જીતવાનો રેકોર્ડ રોય ઇમર્સને મેળવ્યો છે. ઇમર્સને છ વખત સિંગલ્સ સ્પર્ધા જીતી છે. મહિલા વર્ગમાં આ રેકોર્ડ માર્ગારેટ કોર્ટના નામે છે. માર્ગારેટ કોર્ટે ૧૧ વખત સિંગલ્સ સ્પર્ધા જીતી હતી.

Related posts

राहुल ने नई सरकारों को दी बधाई : राहुल ने स्वीकारी हार

aapnugujarat

દેશનાં ચોકીદાર ચોરી કરી રહ્યા છે : રાહુલ

aapnugujarat

છેલ્લી ૫ લોકસભા ચૂંટણીના ૪ મહિના પહેલા ૮ આતંકી હુમલા, ૬૨૫ જવાન શહીદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1