Aapnu Gujarat
Uncategorized

જૂનાગઢમાં ગિરનાર મહોત્સવનો પ્રારંભ

જુનાગઢમાં દર વર્ષે યોજાતા ગિરનાર મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. જેમાં શાસ્ત્રીય સંગીત, ગાયન વાદન તેમજ વિવિધ નૃત્યો રજૂ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ભારત દેશના વિવિધ રાજ્યોના તથા બાંગ્લાદેશના કલાકાર દ્વારા પણ કાર્યક્રમમાં ભાગ લઈ પોતાનું કૌવત દર્શાવી પ્રજાજનોને મંત્ર મુગ્ધ કરી રહ્યા છે.
છઠ્ઠા ગિરનાર મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે, પાંચ દિવસ ચાલનારા કાર્યક્રમના પ્રથમ દિવસે ભોપાલના શ્રદ્ધા જૈન દ્વારા વોકલ રજુ કરવામાં આવ્યું હતું બાદમાં જલપાઈગુડીના પોમ્પીપોલ દ્વારા ઓડિસી, જ્યારે દિલ્હીના નાયાનીકા ધોસ ચૌધરીએ કથક, રાજકોટના જીજ્ઞેશ સુરાણી એ ભારતનાટ્યમ, મુંબઈના હર્ષદા જામ્બેકરે કથક, અને મુંબઈના ચેતન રાઠોરે વાસળી વાદન કર્યું હતું.આમ પાંચ દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં દેશ તથા પરદેશના નામાંકિત કલાકારો પોતાની કલા રજૂ કરશે જેમાં તા.૨૯ ના રોજ બાંગ્લાદેશની ઝુઆરીયા મૌલી ભરતનાટ્યમ રજૂ કરશે.

Related posts

વેરાવળ ખાતે ખેડૂતોના આર્થિક વિકાસ માટે આયોજિત મહા ખેડૂત શિબિરમાં ઉપસ્થિત રહેશે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

aapnugujarat

બોટાદ જિલ્લા માર્કેટયાર્ડમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણ કરાયું

editor

પોરબંદરના હવાઈ મથકના વિસ્તૃતીકરણ મામલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1