Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

CBI વિવાદ : ૧૪ દિનમાં તપાસ પૂર્ણ કરવા સુપ્રીમનો હુકમ

સીબીઆઈમાં ચાલી રહેલી આંતરિક વિખવાદની સ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે આલોક વર્માની અરજી ઉપર મહત્વપૂર્ણ ચુકાદો આપી દીધો હતો. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પર તમામ લોકોની નજર કેન્દ્રિત હતી. સુપ્રીમ કોર્ટે નવેસરના વિવાદ ઉપર કેન્દ્ર સરકારને નોટિસ જારી કરતા કહ્યું છે કે, આલોક વર્માની સામે સીવીસી બે સપ્તાહની અંદર જ તપાસ પૂર્ણ કરે તે જરૂરી છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટના એક નિવૃત્ત જજની દેખરેખમાં આ મામલામાં તપાસ કરાશે. કારોબારી સીબીઆઈ વડા નાગેશ્વર રાવના સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ નિર્દેશ જારી કરવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે, આ ગાળા દરમિયાન નાગેશ્વર રાવ કોઇ મોટા નીતિગત ફેંસલા કરી શકશે નહીં. નાગેશ્વર રાવે હજુ સુધી જે પણ નિર્ણય લીધા છે તે તમામ નિર્ણયો સીલબંધ કવરમાં રજૂ કરવામાં આવે તેમ પણ કહેવામાં આવ્યું છે. આ મામલાની આગામી સુનાવણી ૧૨મી નવેમ્બરના દિવસે હાથ ધરવામાં આવશે. સીબીઆઈમાં આંતરિક વિવાદ સપાટી ઉપર આવતા હાલમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ મામલાની સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટિસની બેંચે પોતાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, સીવીસી આ મામલાની તપાસ બે સપ્તાહમાં પરિપૂર્ણ કરે તે જરૂરી છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એકે પટનાયકની દેખરેખ હેઠળ સીવીસી પોતાની તપાસ કરશે. કેન્દ્ર સરકારને પણ નોટિસ જારી કરવામાં આવશે. સીબીઆઈના નિર્દેશક આલોક વર્મા તરફથી વરિષ્ઠ વકીલ ફલી એસ નરિમને દલીલો કરી હતી. સુપ્રીમના નરિમને દલીલો કરતા કહ્યું હતું કે, સીવીસી દ્વારા સીબીઆઈના નિર્દેશકને તેમના અધિકારોથી વંચિત કરીને આદેશ જારી કર્યા છે. કેન્દ્ર સરકારે એજ દિવસે સીબીઆઈ ચીફની જવાબદારી અન્ય અધિકારીને આપી દીધી છે. સુપ્રીમ કોર્ટની બેંચે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, તેમને લાગે છે કે, સીવીસીને આલોક વર્માની સામે ૧૦ દિવસમાં તપાસ પૂર્ણ કરવી જોઇએ. સીવીસી તરફથી ઉપસ્થિત થયેલા સોલીસીટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, તપાસ ૧૦ દિવસમાં પૂર્ણ થઇ શકે તેમ નથી. સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક કહ્યું હતું કે, સમયમાં પૂર્ણ થવી જોઇએ અને આ મામલાને લટકાવવો જોઇએ નહીં. તુષાર મહેતાએ ત્રણ સપ્તાહનો સમય માંગ્યો છે. મોડેથી સુપ્રીમ કોર્ટે તપાસ પૂર્ણ કરવા માટે બે સપ્તાહનો સમય આપ્યો હતો. હાલમાં સીબીઆઇની અંદર નંબર-૧ અને નંબર-૨ની લડાઇની વચ્ચે કેન્દ્ર સરકારે અતિ કઠોર વલણ અપનાવીને આખરે રાતોરાત જ તપાસ ટીમ બદલી નાંખતા ખળભળાટ મચી ગયો હતો. મંગળવારે મોડી રાતથી લઇને દિવસ દરમિયાન જોરદાર ઘટનાક્રમનો દોર જારી રહ્યો હતો. સીબીઆઇના ઇતિહાસમાં અગાઉ ક્યારેય ન બન્યા હોય તેવા ઘટનાક્રમ જોવા મળ્યા હતા. હજુ સુધી આ મામલામાં સમાધાનના પ્રયાસમાં લાગેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે સીવીસીની ભલામણ મળતાની સાથે જ ખુબ જ કઠોર વલણ અપનાવીને સીબીઆઇના વડા આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના બંનેને રજા પર મોકલી દીધા હતા. બીજી બાજુ વર્માની જગ્યાએ એમ નાગેશ્વર રાવને વચગાળાના ડિરેક્ટર તરીકેની જવાબદારી સોંપી દીધી હતી. રાવ સીબીઆઈમાં હજુ સુધી જોઇન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા હતા. ૧૯૮૬ની બેંચના આઈપીએસ અધિકારી રાવ તેલંગાણાના વારંગલ જિલ્લાના નિવાસી છે. સૌથી પહેલા આલોક વર્માએ આદેશ જારી કર્યો હતો કે સ્પેશિયલ ડિરેક્ટર અસ્થાના પાસેથી તમામ જવાબદારી પરત લઇ લેવામાં આવી રહી છે. સીબીઆઇ દ્વારા અસ્થાના પર ત્રણ કરોડ રૂપિયા લાંચ લેવાનો આરોપ છે. મંગળવારના દિવસે દિલ્હી હાઇકોર્ટમાં સીબીઆઇએ એક બોંબ ફોડીને અસ્થાના પર વસુલી રેકેટ ચલાવવાનો આરોપ મુક્યો હતો. જો કે અસ્થાનાએ આને રદિયો આપ્યો હતો. સાથે સાથે વર્મા પર તેમને ફસાવી દેવાના વળતા આરોપ મુક્યા હતા. સીબીઆઇના ડિરેક્ટર દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યા બાદ તરત જ સક્રિય થઇને આ સમગ્ર મામલામાં દરમિયાનગીરી કરી હતી. સરકારે નવો આદેશ જાર કરીને સીબીઆઇના ડિરેક્ટર આલોક વર્માને રજા પર મોકલી દીધા હતા. સાથે સાથે અસ્થાનાને પણ રજા પર મોકલી દીધા હતા. ત્યારબાદ તરત જ સરકાર દ્વારા આદેશ કરીને કહેવામાં આવ્યુ હતુ કે વર્માની જગ્યાએ નાગેશ્વર રાવ વચગાળાના ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળશે. તેમની વર્માની જગ્યાએ નિમણૂક કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. સીબીઆઈમાં હાલમાં રાવ જોઇન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા હતા. વર્ષ ૧૯૮૬ની બેંચના ઓરિસ્સા આઇપીએસ અધિકારી રાવ તેલંગણાના નિવાસી છે.
સુપ્રીમના ચુકાદા પર તમામની નજર હતી.

Related posts

बजट देश का: देश की महिला वित्त मंत्री चंद मिनट में खोलेंगी पिटारा

aapnugujarat

Bus falls Pune-Mumbai highway, 4 died

aapnugujarat

લડાઈ ભલે ગમે તેટલી લાંબી હોય પીછેહટ નહીં કરૂઃ સોનિયા ગાંધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1