Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યોગી આદિત્યનાથ ગુગલ ટ્રેન્ડમાં નંબર વન ક્રમ પર

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની લોકપ્રિયતા દિનપ્રતિદિન વધી રહી છે. ગુગલ ટ્રેડર્સના કહેવા મુજબ યોગી આદિત્યનાથ સમગ્ર દેશમાં પૂર્વ અને વર્તમાન મુખ્યમંત્રીઓમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવતા નેતા તરીકે છે. છેલ્લા એક વર્ષથી નંબર વન પોઝિશન ઉપર છે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીને સ્ટાર પ્રચારક તરીકે ચૂંટણીવાળા રાજ્યોમાં પસંદ કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં યોગી આદિત્યનાથ સ્ટાર પ્રચારક તરીકે રહેશે. કર્ણાટક, હિમાચલ, ગોવા, ત્રિપુરામાં યોગીની લોકપ્રિયતા ભાજપના ભગવા હેઠળ ઉભરી હતી. ગોરખનાથ મંદિરના મુખ્ય પુજારી યોગી આદિત્યનાથ તમામ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓથી લોકપ્રિયતા મામલામાં ખુબ આગળ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે, ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરને પણ યોગી પાછળ છોડી ચુક્યા છે. ૭૦ ટકાથી વધારે વખત સર્ચ યોગી ગયા છે. જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે, આગામી દિવસોમાં તેમની લોકપ્રિયતામાં વધુ વધારો થઇ શકે છે. યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશના બે ક્ષેત્રિય દિગ્ગજ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી કરતા પણ આગળ દેખાઈ રહ્યા છે. માયાવતી પોતે સોશિયલ મિડિયાથી દૂર રહેછે પરંતુ તેમના સમર્થક સોશિયલ મિડિયા પર પ્રચાર લોંચ કરીને તેમની લોકપ્રિયતાનો લાભ લેવાના પ્રયાસ કરે છે. અખિલેશ યાદવ સોશિયલ મિડિયા ઉપર ખુબ જ વધારે સક્રિય છે. તમામ મુદ્દાઓ ઉપર પોતાના અભિપ્રાય આપતા રહે છે. ઉત્તરપ્રદેશમાં ભાજપના પ્રવક્તા ચંદ્રમોહન કહે છે કે, યોગી આદિત્યનાથની લોકપ્રિયતા તેમની કાર્યકુશળતાના કારણે થયેલી છે. તેઓ કહે છે કે, તેમની લોકપ્રિયતા માત્ર ઉત્તર પૂર્વીય રાજ્યોમાં જ નહીં બલ્કે કેરળ જેવા દક્ષિણી જેવા રાજ્યોમાં પણ રહેલી છે. યોગી આદિત્યનાથ પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં પણ સૌથી વધારે પ્રચાર કરનાર છે. તેમની રેલીઓને લઇને આયોજન કરવામાં આવી રહ્યા છે. નવેમ્બર મહિનાથી યોગી ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ યોગી આદિત્યનાથ દેશમાં બીજા સૌથી રૂઢિવાદી હિન્દુ નેતા તરીકેની છાપ ધરાવે છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આગામી દિવસોમાં ખુબ વ્યસ્ત કાર્યક્રમ ધરાવે છે.

Related posts

સતત પબજી ગેમ રમવાથી ગળાની નસોમાં સોજો આવતા વિદ્યાર્થીનું મોત

aapnugujarat

સજાતીય સંબંધો અપરાધ નથી : સુપ્રીમ

aapnugujarat

कनाडा के विन्निपेग में गैस रिसाव, 46 लोग अस्पताल में भर्ती

aapnugujarat

Leave a Comment

UA-96247877-1