Aapnu Gujarat
રાષ્ટ્રીય

સતત પબજી ગેમ રમવાથી ગળાની નસોમાં સોજો આવતા વિદ્યાર્થીનું મોત

ફરી વખત ઓનલાઇન ગેમ પબજીની લતના કારણે ૨૦ વર્ષીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે. આ બનાવ તેલંગાણાના જગતિયાલ શહેરનો છે જ્યાં એક વિદ્યાર્ધી ૪૫ દિવસ સુધી સતત ઓનલાઇન પબજી ગેમ રમતો રહ્યો જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું.
મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર વિદ્યાર્થી ૪૫ દિવસ સુધી સતત પબજી રમતો રહ્યો જેના કારણે તેની ગરદનમાં દુઃખાવો શરૂ થઇ ગયો. તેને હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું.
હોસ્પિટલના જણાવ્યા અનુસાર લગાતાર ૪૫ દિવસ સુધી ગેમ રમવાના કારણે વિદ્યાર્થીની ગરદનની નસોમાં એટલો બધો સોજો આવી ગયો કે તે પોતાની ડોક હલાવી પણ શકતો નહોતો. ગળાની નસો પર સતત દબાણ સર્જાવાના કારણે તે ડેમેજ થઇ ગઇ જેના કારણે તેનું મૃત્યુ થયું.
અગાઉ મહારાષ્ટ્રના હિંગોલી ખાતે પણ પબજી રમવામાં મશગુલ બની ગયેલા બે વિદ્યાર્થીઓ ટ્રેનની અડફેટમાં આવીને મૃત્યુ પામ્યાં હતાં. ઓનલાઇન ગેમ પબજીને બેન કરવાની માંગ લાંબા સમયથી ઊઠી રહી છે. આ ગેમના કારણે બાળકો ગુમરાહ થઇ રહ્યાં હોવાના આક્ષેપ થાય છે. ગુજરાતમાં તો આ ગેમને બેન કરી દેવામાં આવી છે.

Related posts

Shivpal Singh Yadav will be build Bharat Temple in Jammu

aapnugujarat

चुनाव आयुक्त अशोक लवासा ने अपने पद से दिया इस्तीफा

editor

वर्तमान हालात में बीएसएफ की भूमिका अहम : राकेश अस्थाना

editor

Leave a Comment

UA-96247877-1