Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સજાતીય સંબંધો અપરાધ નથી : સુપ્રીમ

દેશમાં બે પુખ્તવયના લોકો વચ્ચે સજાતિય સંબંધ હવે અપરાધ નથી. ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ દ્વારા આજે આ ઐતિહાસિક અને દુરગામી ચુકાદો આપવામાં આવ્યો હતો.  સુપ્રીમ કોર્ટના ચુકાદાથી દેશભરમાં એક નવી ચર્ચા છેડાઈ ગઈ હતી. કેટલાક નિષ્ણાતોએ આને ઉદાર નિર્ણય ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, સમયની સાથે સુપ્રીમ કોર્ટે આ યોગ્ય ચુકાદો આપ્યો છે. બીજી બાજુ રૂઢિવાદી લોકોએ આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટની બેંચે અકમતથી આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યુ છે કે બે પુખ્તતવયના લોકો વચ્ચે સહમતિ સાથે બનાવવામાં આવેલા સજાતીય સંબંધને અપરાધ તરીકે ગણતી કલમ ૩૭૭ની જોગવાઇઓને ખતમ કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે કલમ ૩૭૭ને મનમાની કલમ તરીકે ગણાવીને વ્યકિતગત પસંદગીને સન્માન આપવાની વાત કરી છે. સીજેઆઈ દિપક મિશ્રાની સાથે જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા, જસ્ટિસ આરએફ નરિમન, જસ્ટિસ એએમ ખાનવીલકર, જસ્ટિસ બીવાય ચંદ્રચુડની બંધારણીય બેંચે આ ચુકાદો આપ્યો હતો.
જજોએ કહ્યું છે કે, બંધારણીય લોકશાહી વ્યવસ્થામાં હવે વધુ ધ્યાન આપવાની જરૂર દેખાઈ રહી છે. જીવનના અધિકાર માનવીય અધિકારો છે. આ અધિકાર વગર બાકીના અધિકાર કોઇ મહત્વ રાખતા નથી. કોર્ટે પોતાના ચુકાદામાં સેક્સયુઅલ ઓરિયેન્ટેશન બાયોલોજીકલ ગણાવીને સ્પષ્ટતા કરી હતી. તેના ઉપર કોઇપણ પ્રકારના પ્રતિબંધ બંધારણીય અધિકારોના ભંગ સમાન છે. કોઇપણ સામાન્ય વ્યક્તિની જેમ સજાતિય સમુદાયના લોકોને પણ એટલા જ અધિકારો મળેલા છે. એકબીજાના અધિકારોનું સન્માન થવું જોઇએ. કોર્ટે પોતાના ચુકાદામાં સાફ શબ્દોમાં કહ્યું હતું કે, કલમ ૩૭૭ હેઠળ સહમતિ વગર સજાતિય સંબંધ અપરાધ તરીકે રહેશે પરંતુ સહમતિ સાથે સજાતીય સંબંધ કોઇ ગુનો રહેશે નહીં. ૧૦મી જુલાઇના દિવસે મામલાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તથા ૧૭મી જુલાઇના દિવસે ચુકાદો અનામત રાખ્યો હતો. બંધારણીય લોકશાહી વ્યવસ્થામાં ફેરફાર જરૂરી હોવાની વાત પણ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી છે. ૧૭મી જુલાઈના દિવસે સુપ્રિમ કોર્ટે આ અંગેનો ચુકાદો અનામત રાખ્યો હતો.
આ મામલાની સુનાવણી કરનાર બેચમાં ચીફ જસ્ટીસ દિપક મિશ્રા જસ્ટીસ આરએફ નરીમન, જસ્ટીસ ખાનવીલકર, જસ્ટીસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટીસ ઈન્દુ મલહોત્રા સામેલ છે.
આ પહેલા સજાતીય સંબંધોમાં અપરાધની શ્રેણીથી બહાર કરવામાં આવે કે તેમ તેને લઈને મોદી સરકારે આ ચુકાદો સુપ્રિમ કોર્ટ ઉપર છોડી દીધો હતો. આ મામલાની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કલમ ૩૭૭ પર કોઈ વલણ અપનાવ્યું નથી.
કેન્દ્ર સરકારે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે ૩૭૭ હેઠળ સહમતી સાથે પુખ્તવયના લોકો વચ્ચે સજાતિય સંબંધો યોગ્ય છે કે કેમ તે અંગે કોર્ટ નક્કી કરશે.
કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં એવી રજુઆત કરી હતી કે સજાતિય લગ્ન, સંપત્તિ અને પૌત્રુક અધિકારો જેવા મુદ્દા પર વિચાર કરવામાં ન આવે. ૨૦૦૯માં દિલ્હી હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપીને કલમ ૩૭૭ના મામલામાં ચુકાદો આપ્યો હતો.
૨૭મી એપ્રિલના દિવસે હમસફર ટ્રસ્ટ અને આરીફ જફર દ્વારા કલમ ૩૭૭ સામે અરજીઓ દાખલ કરી હતી. અગાઉ ૧૭મી જુલાઈના દિવસે સજાતિય સંબંધો અપરાધ છે કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.ઇન્ડિયન પીનલ કોડ (આઈપીસી)ની કલમ ૩૭૭ની બંધારણીય કાયદેસરતાને પડકાર ફેંકતી અરજીઓ ઉપર ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ આરએફ નરિમન, જસ્ટિસ એએમ ખાનવીલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાની પાંચ જજની બેંચેે સુનાવણી હાથ ધરી હતી. કેન્દ્રએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, બે પુખ્તવયના લોકો વચ્ચે સહમતિ સાથે બનાવવામાં આવેલા સંબંધો સાથે જોડાયેલી કલમ ૩૭૭ની કાયદેસરતાના મુદ્દા ઉપર અમે કોર્ટના ઉપર નિર્ણય છોડી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, તે પોતે પણ આ બાબત પર વિચાર કરવા સુધી મર્યાદિત રહેશે કે કલમ ૩૭૭ બે પુખ્તવયના લોકો વચ્ચે સહમતિથી બનાવવામાં આવેલા સંબંધોને લઇને ગેરબંધારણીય છે કે કેમ. કલમ ૩૭૭ પર કેન્દ્ર સરકારે એફિડેવિટ મારફતે કોઇ પક્ષ ન મુકીને સમગ્ર નિર્ણય સુપ્રીમ કોર્ટ ઉપર છોડી દીધો હતો.

Related posts

बिहार में मजबूती के साथ चुनाव लड़ना चाहती है कांग्रेस

aapnugujarat

નવા ડેબિટ કાર્ડમાં હેકિંગની આશંકા, એસબીઆઈએ ગ્રાહકોને કર્યા એલર્ટ

aapnugujarat

BJP will “struggle to cross double digits”, promise to quit this “space” if BJP did better than prediction : Prashant Kishor

editor

Leave a Comment

UA-96247877-1