Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મને કાર્યક્રમોમાં આમંત્રણ આપનારા હિન્દુઓ ઘટી ગયા છે : ગુલામનબી આઝાદ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદ પણ હવે વિવાદાસ્પદ નિવેદનો આપનાર કોંગી નેતાઓની હરોળમાં જોડાયા છે. આઝાદે લખનૌમાં કહ્યુ હતું કે હવે સમય બદલાઈ ગયો છે.મને કાર્યક્રમોમાં આમંત્રણ આપનારા હિંદુઓની સંખ્યા ઘટી ગઈ છે.પહેલા ૯૫ ટકા આમંત્રણ મને હિંદુ ભાઈઓના મળતા હતા પણ છેલ્લા ચાર વર્ષમાં આ સંખ્યા ઘટીને ૨૦ ટકા થઈ ગઈ છે. તેમણે કહ્યુ હતુ કે હું યુથ કોંગ્રસેમાં હતો ત્યારે દેશના ખૂણે ખૂણે જતો હતો અને મને બોલાવનારા ૯૫ ટકા હિન્દુઓ જ રહેતા હતા. જ્યારે માંડ ૫ ટકા મુસ્લિમો મને કાર્યક્રમમાં બોલાવતા હતા.આજે મને કદાચ એટલા માટે નથી બોલાવાતો કે આયોજકોને બીક લાગે છે કે વોટર પર તેની શું અસર પડશે..આઝાદે એવુ કહેવાનો પ્રયત્ન કર્યો હતો કે ચાર વર્ષમાં મોદી સરકારના શાસનના કારણે હિન્દુ અને મુસ્લિમો વચ્ચેની ખાઈ વધી છે અને દેશનો સાંપ્રદાયિક માહોલ ખરાબ થયો છે.

Related posts

હિન્દુત્વનો મતલબ ફૂડ અને ડ્રેસકોડ થતો નથી : મોહન ભાગવત

aapnugujarat

લોકસભા ચૂંટણી ભાજપ રાષ્ટ્રવાદના મુદ્દાને જીવંત રાખવા તૈયાર

aapnugujarat

વ્યાજદરમાં ઘટાડો થશે કે કેમ તે સંદર્ભે આજે ફેંસલો કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1