Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

રિટેલ ફુગાવો સપ્ટેમ્બરમાં ૩.૭૭ ટકા

શેરબજાર અને ઉદ્યોગ જગતના લોકો જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે આંકડા આજે જારી કરવામાં આવ્યા હતા. સીપીઆઈ ફુગાવાનો આંકડો સપ્ટેમ્બર મહિનામાં ૩.૭૭ ટકા રહ્યો છે જ્યારે ઓગસ્ટ આઈઆઈપીનો આંકડો અપેક્ષા કરતા સારો થઇને ૪.૩ ટકાનો રહ્યો છે. ઉંચી ખાદ્યાન્ન અને ફ્યુઅલ કિંમતોના પરિણામ સ્વરુપે સીપીઆઈ રેટમાં વધારો થયો છે. રિટેલ ઇન્ફ્લેશન (સીપીઆઈ) રેટ વધીને નવી ઉંચી સપાટીએ પહોંચ્યો છે. ડોલર સામે રૂપિયાના અવમુલ્યનની પણ અસર થઇ છે. આજે સરકાર દ્વારા સપ્ટેમ્બર મહિના માટેના સીપીઆઈના આંકડા જારી કર્યા હતા. હાલમાં જ સપ્ટેમ્બર મહિના માટેના કન્ઝ્‌યુમર પ્રાઇઝ ઇન્ડેક્સાં સપ્ટેમ્બરમાં વાર્ષિક વધારાના સંદર્ભમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં કન્ઝયુમર પ્રાઇઝ ઇન્ડેક્સનો આંકડો ઓગસ્ટ મહિનામાં ૩.૬૯ ટકાની સામે ચાર ટકા રહેવાની વાત કરવામાં આવી હતી. ઓગસ્ટ મહિનામાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઈઆઈપી)નો આંકડો ૪.૩ ટકા રહ્યો છે. એક વર્ષ અગાઉની સરખામણીમાં આ આંકડો આશાસ્પદ રહ્યો છે. જ્યારે એક વર્ષ અગાઉની સરખામણીમાં તેમાં ઘટાડો થયો છે. એક વર્ષ અગાઉ આ મહિનાનો આંકડો ૪.૮ ટકા રહ્યો હતો. આ વર્ષે ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમત આશાસ્પદ રહી છે.
સરકાર દ્વારા લઘુમત્ત સમર્થન મુલ્યમાં વધારો કરવામાં આવ્યો છે જેની અસર જોવા મળી છે. શહેરી સીપીઆઈનો આંકડો ૪.૩૧ ટકા સુધી પહોંચ્યો છે. સીપીઆઈ ફુગાવાના આંકડા અને ડબલ્યુપીઆઈ ફુગાવાના આંકડા ઉપર આરબીઆઈની હંમેશા નજર રહે છે. આરબીઆઈએ હાલમાં જ રેટને યથાવત રાખ્યા હતા. ક્રૂડની કિંમતો, આરબીઆઈના પગલા ટૂંકમાં જ અસર દેખાશે. કઠોળ અને કોમોડિટીમાં ઉપયોગ કરવામાં આવતી શાકભાજીની કિંમતોમાં મહિનાઓના આધાર પર ઘટાડો થઇ રહ્યો છે. જુલાઈ મહિનામાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો આંકડો ૬.૬ ટકાનો રહ્યો હતો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં દેખાવ શાનદાર રહ્યો હતો. રિટેલ ફુગાવો ઓગસ્ટ મહિનામાં સીપીઆઈ ફુગાવો ૩.૬૯ ટકા રહ્યો હતો જે ૧૦ મહિનાની નીચી સપાટી છે. અમેરિકા અને ચીન સહિતના દેશોમાં જુદા જુદા આંકડા હાલમાં જારી કરવામાં આવનાર છે. આશ્ચર્યજનક પહેલરૂપે આરબીઆઈએ તે દિવસે વ્યાજદર યથાવત રાખ્યો હતો.

Related posts

ખેડૂતોનું દેવું માફ કરવાથી દેશના ભંડોળને નુકસાન થશે : રઘુરામ રાજન

aapnugujarat

કાશ્મીર ખીણ પ્રદેશમાં ફરી હુમલા કરવા ત્રાસવાદી નવીદ સજ્જ

aapnugujarat

સબરીમાલા મંદિરના વિરોધમાં પૂજારી પણ જોડાયા, મંદિર દ્વારેથી બે મહિલાઓ પરત ફરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1