Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ખેડૂતોનું દેવું માફ કરવાથી દેશના ભંડોળને નુકસાન થશે : રઘુરામ રાજન

રિઝર્વ બેંકના પૂર્વ ગર્વનર રધુરામ રાજને ખેડૂતોના દેવામાફીનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યુ કે, આ નિર્ણયથી ભંડોળ પર અસર પડી શકે છે. રધુરામ રાજને કહ્યુ કે, ’’ખેડૂતોના દેવામાફીનો સૌથી વધારે ફાયદો સાંઠગાઠવાળાને મળે છે, મોટેભાગે ગરીબ લોકોને લાભ મળવાની જગ્યાએ તેમણે મળે છે જેમની સ્થિતિ સારી હોય.’’ તેમણે આગળ કહ્યુ કે, ’’જ્યારે દેવું માફ કરવામાં આવે છે, તો દેશના ભંડોળ પર અસર પડે છે.’’
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાદ દરમિયાન પોતાની રેલીઓમાં ખેડૂતોને વચન આપ્યુ કે, ’’જો મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો ૧૦ દિવસની અંદર ખેડૂતોના દેવા માફ કરી દેવામાં આવશે, ત્યારે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બન્યા પછી કોંગ્રેસના નેતા કમલનાથે કહ્યુ કે, તેઓ જલ્દીથી આ વચનો પૂરા કરશે.
આ પહેલી વખત નથી જ્યારે ખેડૂતોના દેવા માફી માટે વિરોધ થયો હયો, આ પહેલા જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન પ્રદેશના ખેડૂતોનુ દેવું માફ કરવાનું વચન આપ્યુ ત્યારે પણ વિરોધ થયો, ત્યારે દેશની સૌથી મોટી જીમ્ૈંના તત્કાલિન ચેરમેન અરૂંધતિ ભટ્ટાચાર્યે ખેડૂતોના દેવા માફીને આપત્તિ જણાવી હતી, તેમણે અનુશાસન બગડવાની વાત કહી હતી,આ સિવાય ખેડૂતોના દેવા માફીનો વિરોધ કરવામાં રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર એસ.એસ.મૂંદડા પણ શામેલ હતા.

Related posts

સરકાર લાવી રહી છે ચિપ વાળો પાસપોર્ટ, નહીં થઇ શકે છેડછાડ

aapnugujarat

ઓક્સિજનની તંગી દૂર કરવા વાયુ સેનાની મદદ લેવાની તૈયારી

editor

વિજય માલ્યા સામે ઇડી દ્વારા ચાર્જશીટ દાખલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1