Aapnu Gujarat
રાષ્ટ્રીય

સરકાર લાવી રહી છે ચિપ વાળો પાસપોર્ટ, નહીં થઇ શકે છેડછાડ

તમારો પાસપોર્ટ ટૂંક સમયમાં બદલાશે, હવે લાઇસન્સની જેમ પાસપોર્ટમાં પણ ચિપ હશે. વિદેશ મંત્રાલય ટૂંક સમયમાં ચિપ ઇ-પાસપોર્ટ રજૂ કરશે. આ પાસપોર્ટમાં એડવાન્સ સુરક્ષા ફિચર સુવિધા હશે અને આ પાસપોર્ટનું છાપકામ અને કાગળની ગુણવત્તા પણ સારી હશે.ઇ-પાસપોર્ટનું ઉત્પાદન નાસિકના ભારતીય સુરક્ષા પ્રેસમાં કરવામાં આવશે. આ માટે, આઇએસપીને આઇસીએઓ દ્વારા માન્ય ઓપરેટિંગ સિસ્ટમ લાવવા માટે ટેન્ડર કરવાની મંજૂરી આપવામાં આવી છે.
એકવાર પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી ઈ-પાસપોર્ટનું કામ શરૂ કરવામાં આવશે.ઇ-પાસપોર્ટમાં આ ચિપ તમારી તમામ માહિતી, બાયોમેટ્રિક ડેટા અને ડિજિટલ સાઇન સ્ટોર કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક ચિપ લાગેલો આ ઇ-પાસપોર્ટ તમારા જૂના પાસપોર્ટને બદલશે.
જો કોઈ આ ચિપ સાથે છેડછાડ કરશે તો પાસપોર્ટ સેવા સિસ્ટમ આ વાતની જાણ થઇ જશે, જેનાથી પાસપોર્ટનું ઓથેન્ટિકેશનની પ્રક્રિયા પૂર્ણ નહીં થાય. આ ચિપમાં એવી કેટલીક જાણકારી સ્ટોર્સ હશે કે પાસપોર્ટ વગર તમારી પાસે આ ચિપને વાંચી શકાશે નહીં.આ ઉપરાંત, વિદેશમાં દેશના તમામ દૂતાવાસને પાસપોર્ટ સેવા પ્રોજેક્ટ સાથે જોડવામાં આવશે.
હાલમાં, અમેરિકા અને બ્રિટનમાં ભારતીય દૂતાવાસ અને કોન્સ્યુલેટ્‌સને જોડવામાં આવ્યાં છે.પાસપોર્ટની અરજી પ્રાપ્ત કર્યા પછી, ભારતની પાસપોર્ટ ઓથોરિટી જરૂરી પૂછપરછ કર્યા પછી પાસપોર્ટ જાહેર કરશે.
જો કે વિદેશના ભારતીય દૂતાવાસ અને કોન્સ્યુલેટ્‌સમાં પાસપોર્ટ આપવા માટે પોલીસ ચકાસણી જરૂરી નથી, નવા પાસપોર્ટ તાત્કાલિક ધોરણે સાત દિવસની અંદર જારી કરવામાં આવશે અને જૂની પાસપોર્ટને રિઇશ્યુ કરવામાં આવશે.

Related posts

રાહુલ ગાંધીના ૫૫ લાખ નવ કરોડમાં કઈ રીતે ફેરવાયા : સંબિત પાત્રા

aapnugujarat

जौहर यूनिवर्सिटी को लेकर रामपुर में तनाव

aapnugujarat

પાકિસ્તાન સાથે ચર્ચા માટે ભારત તૈયાર : રાજનાથ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1