Aapnu Gujarat
મનોરંજન

૨૦૧૮માં ગૂગલ પર સની લિયોનીને સૌથી વધુ સર્ચ કરવામાં આવી

બોલીવુડની હૉટ એક્ટ્રેસ સની લોનીની ફિલ્મો જોવા માટે લોકો થિયેટર સુધી ભલે ન જાય પરંતુ ઇન્ટરનેટ પર સની લિયોનીને સર્ચ કરવાનું નથી ભૂલતાં. સની લિયોની પ્રત્યેના આ જ પ્રેમે તેને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી સેલેબ્રીટી બનાવી દીધી.એટલે કે વર્ષ ૨૦૧૮માં ગૂગલ પર સની લિયોનીને સૌથી વધુ સર્ચ કરવામાં આવી. સની બાદ સલમાન ખાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નંબર આવે છે. આ આંકડાએ દર્શાવી દીધું કે લોકો ફિલ્મો અને ન્યૂઝ પહેલાં સની લિયોનીને સ્થાન આપે છે.લાઇવમિંટ દ્વારા સામે આવેલા આંકડાઓ પરથી ખ્યાલ આવે છે કે સલમાનને લઇને લોકો તેમની ફિલ્મો અને ગીતો વિશે જાણકારી ઇચ્છે છે. તેવામાં કેટરિના અને દીપિકાની હૉટ અને સેક્સી તસવીરો સૌથી વધુ સર્ચ કરવામાં આવી રહી છે.રિપોર્ટ મુજબ આ વર્ષે બોલીવુડ ફિલ્મ્સ કરતાં ભોજપુરી ફિલ્મો સર્ચ કરવામાં આવી છે. આ આંકડાઓ અનુસાર દર્શકોનો ભોજપુરી ફિલ્મો તરફનો ઝુકાવ વધ્યો છે. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારતીયો ઇન્ટરનેટ પર ક્રિકેટ અને અન્ય ખબરો કરતાં ફિલ્મો અને એન્ટરટેઇનમેન્ટ સાથે સંબંધિત ખબરો વધુ સર્ચ કરે છે. પરંતુ ઇન્ટરનેટ પર થયેલા સર્ચની બૉક્સ ઑફિસ પર વધુ અસર થતી નથી. ગૂગલ પર રણબીર કપૂરની સંજૂ અને ટાઇગર શ્રોફની બાગી-૨ ઓછી સર્ચ થઇ છે. પરંતુ સંજૂએ બૉક્સ ઑફિસ પર શાનદાર પર્ફોર્મન્સ આપી.આ ઉપરાંત જે સેલેબ ગૂગલ ટ્રેન્ડ પર છવાયેલા રહ્યા છે તેમાં પ્રિયા પ્રકાશ વૉરિયર અને બિગ બૉસ-૧૧ની કન્ટેસ્ટન્ટ સપના ચૌધરીનું નામ સામેલ છે.

Related posts

રણબીર કપૂર બાદ ભણસાલી પણ કોરોનાની ઝપેટમાં

editor

અમિતાભ અને ઋષિ લાંબા સમય બાદ જોડી જમાવશે

aapnugujarat

हेट स्टोरी-४ की शूटिंग पुरी हुई : अगले साल में रिलीज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1