Aapnu Gujarat
મનોરંજન

અમિતાભ અને ઋષિ લાંબા સમય બાદ જોડી જમાવશે

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર ૨૭ વર્ષ બાદ નિર્દેશક ઉમેશ શુક્લાની ફિલ્મ ૧૦૨ નોટઆઉટમાં સાથે જોવા મળશે. ફિલ્મના ટ્રેલર અને સામે આવેલા ગીતમાં બંનેની કેમેસ્ટ્રી ખુબ જ શાનદાર લાગી રહી છે. આ ફિલ્મ એક કોમેડી ડ્રામા છે જેમાં ઋષિ કપૂર એક ૭૫ વર્ષના વૃદ્ધના પુત્રના રોલમાં છે અને અમિતાભ બચ્ચન તેના ૧૦૨ વર્ષના પિતાની ભૂમિકામાં છે. મુંબઈમાં ફિલ્મનું એક ગીત લોંચ કરવામાં આવ્યું હતું. બોલીવુડ એક્ટર અમિતાભ બચ્ચન અને ઋૃષિ કપૂર લાંબા સમયે બાદ એકબીજા સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. બંન્ને જલ્દી રિલીઝ થનારી ફિલ્મ ’૧૦૨ નોટ આઉટ’માં નજરે પડશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ૧૦૨ વર્ષની વ્યક્તિની ભૂમિકામાં દેખાશે તો ઋૃષિ કપૂર ૭૫ વર્ષના પુત્રની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં બિગ બીનો અલગ અંદાજ જોવા મળશે. મહત્વનું છે કે આ ફિલ્મનું નવું ગીત ’બડુમ્બા’ને રિલીઝ કરવામાં આવ્યું છે અને ગીતમાં અમિતાભ અને ઋષિ ની જુગલબંધી તમને બધાને પસંદ આવશે. આ ગીતને અમિતાભ બચ્ચન અને ઋૃષિ કપૂરે ગાયું છે. બંન્નેનો જુમ્બા ડાન્સ પણ તમને મજેદાર લાગશે. આ ગીતને લઈને ફિલ્મ મેકર ઉમેશ શુક્લાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ’બડુમ્બા’ માટે અમે એક જીવંતતાથી ભરપૂર એક સેટ તૈયાર કરવા ઈચ્છતા હતા. આ ગીત ફિલ્મ અને તેના કલાકારોની ભાવનાને દર્શાવે છે. જોશથી ભરપૂર આ ગીત માટે અમારી ઈચ્છા એક નવો અને ખુશીથી ભરેલો માહોલ બનાવવાની હતી. ઉલ્લેખનીય છે કે ફિલ્મનું ડાયરેક્શન ઓ માઈ ગોડ જેવી ફિલ્મનું ડાયરેક્શન કરી ચુકેલા ડાયરેક્ટર ઉમેશ શુક્લાએ કહ્યું છે. બીજીતરફ આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ઋૃષિ કપૂરની જોડી લગભગ ૨૭ વર્ષ બાદ ફરી મોટા પડદે જોવા મળશે. અમિતાભ અને ઋૃષિ કપૂરની આ ફિલ્મ ૪ મેએ રિલીઝ થશે.

Related posts

सनी की परिवार संग बीच मस्ती

editor

સલમાનની સાથે ફિલ્મને લઇ સોનાક્ષી ખુશ

aapnugujarat

स्टार से ज्यादा नखरे तो उनके मैनेजर के होते हैं : एकता कपूर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1