Aapnu Gujarat
રાષ્ટ્રીય

આસામ ચૂંટણીમાં છ બેઠકો પર સિક્કો ઉછાળીને વિજેતા નક્કી કરવામાં આવ્યા…!!

તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે રમતની જેમ સિક્કો ઉછાળીને ચૂંટણીમાં વિજેતા નક્કી કરાયો હોય. એવી જ રીતે અહીં નક્કી થયું છે કે વિજેતા કોણ ગણાશે. અને એ પણ પાર્ટીનાં દરેક નેતાઓને મંજુરીમાં. આસામ પંચાયત ચૂંટણીમાં ૬ બેઠકો પર જ્યારે સમાન પરિણામ આવ્યું તો અત્યંત રસપ્રદ અને જુદી જ રીતે વિજેતાઓની પસંદગી થઇ. બરાક ઘાટીમાં પંચાયત ચૂંટણીમાં ઘણા સ્થાનો પર સમાન પરિણામ સાથે ચૂંટણી સમાપ્ત થઈ. તેના પછી નક્કી કર્યું કે સિક્કો ઉછાળીને વિજેતા નક્કી કરવામાં આવશે, જે ઉમેદવારોએ પણ સ્વીકાર્યું છે અને આ રીતે નસીબના આધારે નિર્ણય લેવામાં આવ્યો છે.
કાછર જિલ્લાના સોનેઇ ચૂંટણી ક્ષેત્રની બેઠક નંબર ૪માં નિર્દલીય ઉમેદવાર રંજના બેગમ અને કોંગ્રેસના ઉમેદવાર ઇડરજાન બોરભુયાઈને ૧૨૫ મત મળ્યા. ત્યારબાદ ગુરુવારે ટોસ દ્વારા વિજેતા ઘોષિત કરવામાં આવ્યાં. ઇડરજાન બોરભુયાઇને વિજેતા જાહેર કરવામા આવ્યો. એક વરિષ્ઠ ચૂંટણી અધિકારીએ કહ્યું કે બે ઉમેદવારોની વચ્ચે સમાન મત મળ્યાં હોવાથી જીતની પસંદગી કરવાનો નિર્ણય સિક્કો ઉછાળીને લીધો છે.
આ ઉપરાંત ૫ અન્ય ઉમેદવારોને પણ આ રીતે વિજેતા જાહેર કરવામાં આવ્યાં. જેમાં લાલામુખ ગ્રામ પંચાયત હેઠળ એક પંચાયત ઉમેદવાર, નિશ્ચિતપુરનાં ૩ ગ્રામ પંચાયત સભ્ય અને હઈલાકંડીના પંચગ્રામમાં એક ઉમેદવાર. એક ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે લાલામુખ ગ્રામ પંચાયતની ૩ નંબરની બેઠક પર બે સ્વતંત્ર ઉમેદવાર જવાહરલાલ અને સંજીવ નારાયણ વચ્ચે પરિણામમાં ટાઇ થઈ. તેમાં સંજીવને વિજેતા જાહેર કરવામાં આવ્યાં. હઈલાકંડી જીલ્લા પરિષદના સીઆઈઓએ જણાવ્યું કે જે અહીં રિઝલ્ટની ટાઈ થઈ હતી એટલે લોકોએ કોઈ પણ વિવાદ સિવાય ટૉસથી નિર્ણય લીધો હતો.
પ્રાપ્ય માહિતી મુજબ, સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ અસમ પંચાયત ચૂંટણીમાં વિપક્ષી પાર્ટી કોંગ્રેસની સરખામણીમાં ૫૦ ટકા વધારે બેઠકો જીતી છે. રાજ્ય ચૂંટણી કમિશનના સૂત્રોએ ગુરુવારે આ માહિતી આપી હતી. ભાજપ દ્વારા ગ્રામ પંચાયત સભ્ય (જી.પી.એમ.) ની ૭,૭૬૮ બેઠકો, આંચલિક પંચાયત સભ્ય (એપીએમ) ની ૬૫૩ સીટ અને જીલ્લા પરિષદના સભ્ય (જીડીપીએમ)ની ૨૨૩ બેઠકો જીતી છે.

Related posts

હિમાચલમાં ચૂંટણી ટાણે જ કોંગ્રેસને મસમોટો ઝટકો : અનિલ શર્મા ભાજપમાં જોડાયા

aapnugujarat

અંકુશરેખા પર પાકિસ્તાનનો ફરી વખત ભીષણ ગોળીબાર

aapnugujarat

કોંગ્રેસ સામે ફંડની કટોકટી સર્જાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1