Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોંગ્રેસ સામે ફંડની કટોકટી સર્જાઈ

કોંગ્રેસ પાર્ટી હાલના સમયમાં સૌથી જટિલ નાણાંકીય સંકટમાંથી પસાર થઇ રહી છે. આજ કારણસર ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પણ તેને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તાની બહાર કરવા માટે તેમની ક્ષમતા ઉપર પણ અસર થઇ શકે છે. બ્લુમબર્ગના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ફંડની ખુબ જ તકલીફ થઇ રહી છે. છેલ્લા પાંચ મહિનાથી કોંગ્રેસ નેતૃત્વએ કેટલાક રાજ્યોમાં પાર્ટી ઓફિસોને સંચાલિત કરવા માટે પણ પૈસા આડે તકલીફ આવી રહી છે. કોંગ્રેસ પાર્ટીના લોકોનું કહેવું છે કે સંકટમાંથી બહાર આવવા માટે પાર્ટીના સભ્યોથી યોગદાન આપવા માટે કહેવામાં આવ્યું છે. સાથે સાથે હોદ્દેદારોને ખર્ચમાં કાપ મુકવા કહેવામાં આવ્યું છે. આ પહેલા એક રેકોર્ડમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજકીય ડોનેશન હાસલ કરવાના મામલામાં ભાજપે રેકોર્ડતોડ સફળતા હાંસલ કરી છે. નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭માં ૮૧ ટકાના વધારા સાથે ભાજપે સૌથી વધુ ૧૦૩૪ કરડો રૂપિયા મેળવ્યા હતા. એટલું જ નહીં સાત રાષ્ટ્રીય પક્ષોમાંથી તેના એકલાની કમાણી અન્ય છ પાર્ટીઓને મળ્યા બાદ પણ બે ગણી છે. ભાજપ, કોંગ્રેસ, તૃણમુલ, સીપીએમ, સીપીઆઈ અને એનસીપી જેવા રાષ્ટ્રીય પક્ષોને કુલ ૧૫૫૯ કરોડ રૂપિયા ડોનેશનમાં મળ્યા હતા. આમાથી બે તૃતિયાંશ હિસ્સો ભાજપને મળ્યો છે. સામાન્યરીતે કેન્દ્રની સત્તામાં રહેનાર પાર્ટીને સૌથી વધારે ડોનેશન મળે છે પરંતુ ભાજપે યુપીએના ગાળાની કોંગ્રેસને પાછળ છોડી દેવામાં સફળતા મેળવી છે. ભાજપને ૧૦૩૪ કરોડ રૂપિયામાંથી ૯૯૭ કરોડ રૂપિયા સ્વૈચ્છિક દાન તરીકે મળ્યા છે જે તેની કુલ આવકના ૯૬ ટકા છે. આમા પણ ૫૩૩ કરોડ રૂપિયા એવા લોકોમાંથી મળ્યા છે જે લોકોએ ૨૦૦૦૦થી વધારેનું ડોનેશન આપ્યું છે. કોંગ્રેસની કમાણીમાં ૨૦૧૫-૧૬ની સરખામણીમાં ૧૪ ટકાનો ઘટાડો થયો છે. તેને ૨૨૫.૩૬ કરોડ રૂપિયાની આવક થઇ છે.

Related posts

बजट देश का: देश की महिला वित्त मंत्री चंद मिनट में खोलेंगी पिटारा

aapnugujarat

દેશમાં ૭૮ દિવસ બાદ કોરોનાનો આંકડો ૭ લાખથી નીચે

editor

ખુશખબર ! ખેડૂતોની આવક બમણી કરવા મોદી સરકારે ભર્યું આ એક મોટું પગલું, જાણો વધુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1