Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સબરીમાલા મંદિરના વિરોધમાં પૂજારી પણ જોડાયા, મંદિર દ્વારેથી બે મહિલાઓ પરત ફરી

સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન માટે નિકળેલી એક મહિલાના કોચી સ્થિત ઘર પર કેટલાક વિરોધી તત્વોએ પથ્થરમારો કર્યો છે. પથ્થરમારામાં ઘરમાં તોડફોડ પણ કરવામાં આવી હોવાના અહેવાલ છે. જો કે સબરીમાલા મંદિરના વિરોધમાં પૂજારી પણ જોડાતા હવે બન્ને મહિલાઓ મુખ્ય દ્વારથી પરત ફરી છે. પોલીસે બન્ને મહિલાઓને સુરક્ષિત રીતે મંદિર પરીસર સુધી પહોંચાડી હતી પરંતુ જનઆક્રોશને લીધે સ્થિતિ ગંભીર જણાતા બન્ને મહિલાઓ દ્વારથી પરત ફરી રહી છે.આ મહિલા ચાર કિલોમીટર પગપાળા ચાલીને મંદિર પહોંચી હતી. બે મહિલાઓએ મંદિરમાં પ્રવેશવા માટે સબરીમાલા પહાડ ચઢવાનું શરૂ કર્યું હતું. આ બન્ને મહિલાઓ મંદિરમાં દર્શન કરવા જઈ રહી હતી પરંતુ વિરોધીઓએ મહિલાઓને અટકાવી દીધી હોવાનું જણાયું છે. પ્રાપ્ત અહેવાલ મુજબ બન્ને મહિલાઓ મંદિર દ્વારથી પરત ફરી છે. કેરળ આઈજીએ જણાવ્યું કે અમે બન્ને મહિલાઓને સ્થિતિ અંગે વાકેફ કરી અને બન્ને પરત ફરવા તૈયાર થઈ હતી. પોલીસે આ મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને હેલમેટ પહેરાવી દીધી હતી. આ બે મહિલાઓ પૈકી એક પત્રકાર છે અને બીજી સામાજિક કાર્યકર્તા છે. આ બન્ને મહિલાઓને કેરળ પોલીસે સુરક્ષા પુરી પાડી છે.સબરીમાલા મંદિરમાં તમામ વયજૂથી મહિલાઓના પ્રવેશના સુપ્રીમના આદેશ છતા કેટલાક લોકો મંદિરમાં મહિલાઓના પ્રવેશનો વિરોધ કરી રહ્યા છે. વિરોધીઓઓએ આ બે મહિલાની કૂચની ટિકા કરી હતી. સોશયલ મીડિયામાં પણ જાતભાતની ટિપ્પણી કરાઈ રહી છે. જેમાં મંદિરમાં પ્રવેશવાનું ઔચિત્ય પર સવાલ કરાઈ કહ્યા છે. તમિલનાડુ ભાજપ અધ્યક્ષ તમિલસાઈ સુંદરરાજને ટ્‌વીટ કરીને લખ્યું કે ‘સબરીમાલા પૂજા સ્થળ છે જે આસ્તિક માટે છે અને સામાજિક કાર્યકરો જેવા નાસ્તિકો માટે નથી જે ત્યાં જઈને દાયકાઓ જૂની પરંપરાનું ઉલ્લંઘન કરવા મથી રહ્યા છે. શું અન્ય ધાર્મિક કટ્ટરપંથિઓ વિશે જાણીને તમને વાંધો નથી? એક્ટિવિઝમ અને સેક્યુલારિઝમના ઓથા હેઠળ હિન્દુઓની ભાવનાઓને ઠેંસ પહોંચાડવી નિંદનીય છે.’કેરળના દેવસમ મંત્રીએ આ વિરોધ પ્રદર્શન અંગે જણાવ્યું કે, ‘તમામ વયજૂથના લોકોને જવાની મંજૂરી આપવામાં આવી છે પરંતુ અમે કોઈ કાર્યકર ત્યાં જાય અને જોર-જબરજસ્તી કરે તેની મંજૂરી નહીં આપીએ.’ બીજીતરફ સબરીમાલા મંદિરના મુખ્ય પૂજારીએ પોલીસ વડાને જણાવ્યું છે કે મહિલાઓ જો મંદિરમાં પ્રવેશ કરશે તો તેઓ મંદિરના કપાટ બંધ કરી દેશે અને તાળુ મારીને ચાવી સોંપી દેશે. તેમના મતે તેઓ શ્રદ્ઘાળુઓની આસ્થાને ઠેંસ પહોંચાડી શકે નહીં.

Related posts

ઇસરો ૨૮ માર્ચે જીઓઇમેઝિંગ સેટેલાઇટ લોન્ચ કરવાની તૈયારીમાં

editor

ભારતમાં બેકાબૂ કોરોના માટે દુરંદેશીનો અભાવ જવાબદાર : રઘુરામ રાજન

editor

દેશમાં જરૂર કરતા વધુ નોટ સરક્યુલેશનમાં છે : જેટલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1