Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ટ્રમ્પે કહ્યું ખશોગીની હત્યા થઈ હોવાની આશંકા, ગંભીર પરિણામોની ચીમકી

યુએસ રાષ્ટ્રપ્રમખુ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરબના ગુમ થયેલા પત્રકાર જમાલ ખશોગીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરતા આ ઘટનાના ગંભીર પરિણામ ભોગવવાની ચીમકી ઉચ્ચારી છે. યુએસના સેક્રેટરી માઈક પોમ્પીઓ તાજેતરમાં સાઉદી અરબ અને તુર્કીની મુલાકાતથી પરત ફર્યા હતા અને તેમણે ટ્રમ્પને મુલાકાત વિશે માહિતગાર કર્યા હતા. ત્યારબાદ ટ્રમ્પે આ પ્રકારનું સુચક નિવેદન કરતા વૈશ્વિક સ્તરે રાજકીય માહોલ ઉગ્ર બન્યો છે.ખશોગી (૬૦) તાજેતરમાં ઈસ્તનબુલમાં સાઉદી અરબ દૂતાવાસ ખાતે પ્રવેશતા નજરે પડ્યા હતા અને ત્યારબાદથી તે ગુમ થયા હોવાનું જણાયું છે. અખબારી અહેવાલોમાં ખશોગીની તુર્કીના સાઉદી દૂતાવાસમાં ટોર્ચર બાદ હત્યા કરાઈ હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. ખશોગી તુર્કીમાં રહેતો હતો અને તેની ફિયાન્સ સાથે લગ્નની તૈયારી કરવા તે સાઉદી આવવા ઈચ્છતો હતો જેને પગલે દૂતાવાસમાં કેટલાક દસ્તાવેજો મેળવવા તે તુર્કી ખાતે સાઉદી કોન્સ્યુલેટ ગયો હોવાની વાત સામે આવી છે. જો કે અહેવાલો મુજબ ખશોગી દૂતવાસમાં અંદર પ્રવેશતો જોવા મળ્યો હતો પરંતુ બાદમાં તેને બહાર આવ્યો હોવાના કોઈ પુરાવા નથી મળ્યા. ખશોગી ધ વોશિંગ્ટન પોસ્ટ માટે કામ કરતો હોવાથી તે તુર્કીમાં સ્થાયી થયો હતો.ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે, ખશોગીની હત્યા થઈ હોવાની આશંકા છે. આ અત્યંત દુઃખદ વાત છે. ઉલ્લેખનીય છે કે સૌપ્રથમ વખત યુએસ દ્વારા સત્તાવાર રીતે ખશોગીની હત્યાની વાતનો ઉલ્લેખ કરાયો છે. તુર્કીના ઈન્વેસ્ટિગેટર્સે સ્થાનિક અને યુએસ મીડિયાને જણાવ્યું હતું કે, ૨જી ઓક્ટોબરના દૂતાવાસમાં ખશોગીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી છે.ટ્રમ્પે આ ઘટનાને દુઃખદ ગણાવી અને આના અત્યંત ગંભીર પરિણામ માટે ચીમકી ઉચ્ચારી હતી. એક અહેવાલમાં ખશોગની દૂતાવાસમાં પૂછપરછ દરમિયાન આંગળીઓ કાપી નાંખવામાં આવી હતી અને ત્યારબાદ તેનું ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. તુર્કી સ્થિત સાઉદી પત્રકાર જમાલ ખશોગીએ સાઉદી પ્રિન્સ વિરુદ્ધ કેટલાક લેખો લખ્યા હોવાથી તેની હત્યા કરવામાં આવી હોવાની વાતો પણ ચર્ચાઈ રહી છે.

Related posts

पाकिस्तान पर भारी पड़ रहा है भारत के साथ रिश्ते तोड़ना

aapnugujarat

પાકિસ્તાનમાં સેના વિરુદ્ધ લાગ્યા ઉગ્ર સૂત્રોચ્ચાર, તાલિબાનોની ઓફિસે આગચંપી

aapnugujarat

ભારત સામે રાસાયણિક હુમલો કરવાની પાકિસ્તાનની તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1