Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સ ૭૩૨, નિફ્ટી ૨૩૮ પોઈન્ટ સુધર્યો

શેરબજારમાં આજે જોરદાર રિકવરી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૭૩૨.૪૩ પોઇન્ટ અથવા તો ૨.૧૫ ટકા તથા નિફ્ટી ૨૩૮ પોઇન્ટ અથવા તો ૨.૩૨ ટકાના ઉછાળા સાથે ક્રમશઃ ૩૪૭૩૪ અને ૧૦૭૭૩ની સપાટીએ બંધ રહ્યા હતા. આ પહેલા ગુરુવારના દિવસે શેરબજારમાં કત્લેઆમની સ્થિતિ રહી હતી. અફડાતફડીનો દોર રહ્યો હતો. જો કે, આજે સ્થિતિ સારી રહી હતી. દલાલ સ્ટ્રીટમાં ચાલુ સપ્તાહના છેલ્લા કારોબારી સત્રમાં સ્થિતિ સારી રહી હતી. શેરબજારમાં તેજી સાથે આજે દિવસની શરૂઆત થઇ હતી. બજારમાં એકાએક તેજીનો અંદાજ આનાથી જ લગાવી શકાય છે કે, સવારે કારોબાર શરૂ થતાં જ સેંસેક્સમાં ૩૧ પૈકીના ૨૯ શેરમાં તેજી રહી હતી. દિવસ દરમિયાન આજે તેજી જારી રહી હતી. ડોલર સામે રૂપિયામાં પણ મજબૂતી રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં ઓ તો નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ચાર ટકાનો ઉછાળો રહ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં તેજી રહી હતી. મારુતિ સુઝુકી ઇન્ડિયાના શેરમાં પણ તેજી જામી હતી. નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૨.૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં એક ટકાનો ઘટાડો રહ્યો હતો. કારણ કે ટીસીએસના શેરમાં ત્રણ ટાકનો ઘટાડો રહ્યો હતો. કંપનીએ અપેક્ષા કરતા ઓછા રેવન્યુ ગ્રોથનો આંકડો રજૂ કર્યા બાદ તેની અસર જોવા મળી હતી. એશિયન શેરબજારમાં પણ ઉતારચઢાવની સ્થિતિ રહી હતી. શેરબજારમાં આજે કારોબારની સમાપ્તિ રિકવરી સાથે થતાં નવી આશા જાગી હતી. અમેરિકા અને ચીન સહિતના દેશોમાં જુદા જુદા આંકડા હાલમાં જારી કરવામાં આવનાર છે. આશ્ચર્યજનક પહેલરૂપે આરબીઆઈએ તે દિવસે વ્યાજદર યથાવત રાખ્યો હતો. શેરબજાર ગયા શુક્રવારના દિવસે અફડાતફડીનો દોર શરૂ થયો હતો. જે હજુ યથાવત રીતે જારી રહ્યો છે.છેલ્લા સાત કારોબારી સેશનમાં ૩૦૦૦ પોઇન્ટથી વધુનો ઘટાડો થઇ ગયો છે. આવી સ્થિતીમાં રિક્વરી કરવામાં પણ સરળતા રહેશે નહીં. બીજી બાજુ તહેવારની સિઝનમાં કોઇ સુધારો થાય તેવી આશા પણ હાલમાં તો ઓછી દેખાઇ રહી છે. કારોબારની શરૂઆત થયા બાદ શેરબજારમાં ગુરૂવારના દિવસે હાહાકારની સ્થિતી રહી હતી. આ સ્થિતી છેલ્લે સુધી અકબંધ રહી હતી. કારોબારની શરૂઆત થયા બાદ મિનિટોના ગાળામાં જ સેંસેક્સ એક વખતે ૧૦૦૧ પોઇન્ટ ઘટીને ૩૩૭૬૦ની નીચી સપાટી પર પહોંચી ગયો હતો. જો કે કારોબારના અંત સુધી તેમાં આંશિક રિક્વરી થઇ હતી. અંતે સેંસેક્સ ૭૬૦ પોઇન્ટ ઘટીને ૩૪૦૦૧ની નીચી સપાટી પર રહ્યો હતો. ઇન્ટ્રા ડે દરમિયાન તેમાં ૧૦૩૭ પોઇન્ટનો એક વખતે ઘટાડો થઇ જતા કારોબારીઓ ચિંતાતુર દેખાયા હતા. બીી બાજુ નિફ્ટી ૨૨૫ પોઇન્ટ ઘટીને ૧૦૨૩૫ની નીચી સપાટી પર રહ્યો હતો. આ પ્રકારની સ્થિતી વચ્ચે કારોબારીઓ જોખમ લેવા માટે તૈયાર નથી. બીજી બાજુ વિદેશી રોકાણકારો તેમની સ્થિતી પાછી ખેંચી રહ્યા છે. છેલ્લા સપ્તાહમાં જંગી નાણાં પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે પ્રવાહી સ્થિતિ જોવા મળી રહી છે જેના પરિણામ સ્વરુપે કારોબારીઓ દિશાહિન થયેલા છે. હાલમાં શેરબજારમાં મંદી માટે કેટલાક પરિબળોને નિષ્ણાતો જવાબદાર ગણી રહ્યા છે જેના ભાગરુપે ક્રૂડ ઓઇલની વધતી જતી કિંતને લણ જવાબદાર ગણવામાં આવે છે. આ ઉપરાંત ડોલર સામે રૂપિયામાં પણ તેજી જામી હતી. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ઘટાડો ઉલ્લેખનીય રહ્યો હતો. આવતીકાલે કંપનીઓની માર્કેટ મૂડીને લઇને ગણતરી કરવામાં આવ્યા બાદ રવિવારના દિવસે આ આંકડા જારી કરવામાં આવનાર છે. મૂડીરોકાણકારોમાં આજે નવી આશા જાગી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં ચાર ટકાથી વધુનો ઉછાળો રહ્યો હતો. ગુરુવારના દિવસે સેંસેક્સમાં તીવ્ર કડાકો બોલી ગયો હતો અને કારોબારીઓએ જંગી નાણાં ગુમાવી દીધા હતા.

Related posts

FDI को बढ़ाएगी सरकार, बीमा क्षेत्र में 100 फीसदी होगा विदेशी निवेश

aapnugujarat

મોદી સરકારે નોટબંધી કરી તો રામમંદિરનું નિર્માણ કેમ નહિ? : ઉદ્ધવ

aapnugujarat

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના સ્થાને રામવિલાસ પાસવાન જશે આસામથી રાજ્યસભા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1