Aapnu Gujarat
ગુજરાત

પરિવાર દુબઈ ફરવા ગયો,ઘરઘાટીમાં ઘરમાંથી ૨૪ લાખ રોકડા લઈ રફ્ફૂ

શહેરના મોટેરા વિસ્તારમાં રહેતા વેપારીના ઘરમાં કામ કરતા ઘરઘાટીએ જ રોકડા રૂ. ર૪ લાખની ચોરી કરી હોવાની ઘટના બની છે. પરિવારના સભ્યો દુબઈ ટૂર પર ગયા હતા તે દરમ્યાનમાં બેડરૂમમાં બેડની અંદર રાખેલા રૂ. ર૪ લાખની તેણે ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ તે રાજસ્થાન જતો રહ્યો હતો. રાજસ્થાનથી પરત આવતાં તેની પૂછપરછ કરતાં તેણે આ રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ચાંદખેડા પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપી ઘરઘાટીની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ મોટેરા વિસ્તારમાં ક્રિષ્ના બંગ્લોઝની બાજુમાં આવેલા સંગાની આદિત્ય હાઈટ્‌સ નામના ફ્લેટમાં નરેશભાઈ અરોરા તેમના પરિવાર સાથે રહે છે. તેઓ ગુજરાત અને રાજસ્થાનમાં અલગ અલગ જગ્યાએ હોટેલ ધરાવે છે. છેલ્લા છ માસથી તેમના ઘરે મૂળ રાજસ્થાનના કુંભલગઢના રહેવાસી કિશનલાલ ગામેતીને તેઓએ ઘરઘાટી તરીકે નોકરીએ રાખ્યો હતો.
બાકીના દિવસો દરમયાન નરેશભાઈ ધંધાના કામ અર્થે ફ્રાન્સ ગયા હતા. ૧ ઓક્ટોબરના રોજ તેઓ પરત આવતા બીજા દિવસે વંદનાબહેને નરેશભાઈને જણાવ્યું હતું કે માસ્ટર બેડરૂમમાં બેડની અંદર થેલીમાં મુકેલ રોકડા રૂ. ર૪ લાખ જણાતા નથી. પ ઓક્ટોબરના રોજ કિશન અમદાવાદ પરત આવ્યો હતો. નરેશભાઈ બહારગામથી અમદાવાદ ઘરે પરત આવતા તેમની પત્ની વંદનાબહેને જણાવ્યું હતું કે કિશનને પૈસા બાબતે પૂછતાં તેને આ રૂપિયા નથી લીધા તેમ કહે છે, જેથી ગઈ કાલે કિશનને વિશ્વાસમાં લઈને નરેશભાઈએ પૂછપરછ કરતાં તેણેે જ આ રૂપિયા ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી.

Related posts

જુહાપુરાના ઉમેદવાર એજાજખાને નોધાવી અપક્ષ ઉમેદવારી

editor

લીંબડી તાલુકા પંચાયત ખાતે પેન ડાઉન કાર્યક્રમ

editor

હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ખનિજ માફિયાઓનો ત્રાસ વધ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1