Aapnu Gujarat
ગુજરાત

લીંબડી તાલુકા પંચાયત ખાતે પેન ડાઉન કાર્યક્રમ

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

દેશ તેમજ ગુજરાત ભરમાં અલગ-અલગ પ્રકારના માંગણીઓને લઇને સરકાર સામે આંદોલનો થી રહ્યા છે ત્યારે કઈક એવુંજ આંદોલન લીંબડી તાલુકાના તલાટી કમ મંત્રી મંડળ દ્વારા જોવા મળ્યું હતું જેમાં કહિ શકાય તો તલાટી કમ મંત્રીઓને છેલ્લા ઘણા સમયથી પોતાની પડતર માંગણીઓ છે અને આ બાબતે સરકારમાં અવાર નવાર મંડળ દ્વારા રજુઆત પણ કરવામાં આવી છે તેમ છતાં સરકાર આંખ આડા કાન કરીને બે ધ્યાન કરે છે ત્યારે થોડા સમય પહેલા તલાટી મંડળ દ્વારા લીંબડી તાલુકા વિકાસ અધિકારી, લીંબડી મામલતદાર અને લીંબડી ડેપ્યુટી કલેક્ટરને માંગણી બાબતે આવેદનપત્ર પાઠવ્યું હતું તેમ છતાં હજુ કોઈ ઉકેલ નહીં આવતાં આજે લીંબડી તાલુકા ના તલાટી મંડળ દ્વારા પેઈન ડાઉન કરવામાં આવ્યું હતું ત્યારે પેન ડાઉન કરતા ગ્રામ્યકક્ષાએ અરજદારોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે બીજી તરફ તલાટી કમ મંત્રી મંડળ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે હજુ સરકાર દ્વારા અમારી માંગણીઓને પુરી કરવામાં નહીં આવે તો આવનાર સમયે બધા તલાટીઓ માસ સી.એલ ઉપર ઉતરીને વિરોધ પ્રદર્શન કરશે ત્યારે હાલ તલાટી મંડળની ફક્ત એકજ માંગણી છે કે પોતાના પડતર પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે.

Related posts

પાવીજેતપુરના પ્રવાસીઓને આસામ ફરીને આવતા હોમ કવોરનટાઇન માં રાખવામા આવ્યા..

aapnugujarat

વાદળછાયુ વાતાવરણ વચ્ચે અમદાવાદમાં પારો ૪૧ હશે

aapnugujarat

કોંગ્રેસથી ગુજરાતની શાંતિ સહન થતી નથી : ભૂપેન્દ્રસિંહ ચુડાસ્મા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1