Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રેલવે કર્મચારીઓને ૭૮ દિવસનું બોનસ આપવા જાહેરાત

રેલવે આ વર્ષે કર્મચારીઓને ૭૮ દિવસના પગારના બરોબરની રકમ બોનસ તરીકે આપવાની તૈયારીમાં છે. આ અંગેનો નિર્ણય લેવામાં આવી ચુક્યો છે. આજે રેલવેના આ પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે લીલીઝંડી આપી દીધી હતી. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, દુર્ગા પૂજાથી પહેલા જ બોનસની ચુકવણી કરી દેવામાં આવશે. જો કે, માસિક પગારની મર્યાદા ૭૦૦૦ રૂપિયા જ રાખવામાં આવશે. આનાથી રેલવે ઉપર આશરે ૨૦૦૦ કરોડ રૂપિયાનો બોજ પડશે. બોનસ રેલવેના બિન રાજપત્રિત કર્મચારીઓને આપવામાં આવશે જે લોકોની સંખ્યા ૧૧.૯૧ લાખ જેટલી છે.
દર વર્ષે દશેરાથી પહેલા બોનસની ચુકવણી કરવાની પરંપરા રહેલી છે. આમા રેલવે પ્રોટેક્શન ફોર્સ અને રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સનો સમાવેશ કરવામાં આવતો નથી. સુત્રોના કહેવા મુજબ આ બોનસ હેઠળ એક કર્મચારીના ખાતામાં ૧૮૦૦૦ રૂપિયા સુધીની રકમ આવી શકે છે. સતત સાતમાં વર્ષે રેલવે કર્મચારીઓને ૭૮ દિવસના બોનસની ચુકવણી કરવામાં આવી રહી છે. બીજી બાજુ ૮૪ રેલવે પ્રોજેક્ટો જે ૯૯૦ અબજ રૂપિયાના છે તે કોલ ટ્રાફિકને વધુ વ્યવસ્થિત બનાવશે. એક વખતે કોલ પ્રોજેક્ટો પૂર્ણ થઇ ગયા બાદ રેલવે ૩થી ૫ વર્ષના ગાળામાં બે અબજ ટનની નુરની અવરજવરને હાથ ધરી શકશે. ભારતીય રેલવે દ્વારા ૮૪ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવી ચુક્યા છે. નૂરના કાર્ગોમાં પોતાની હિસ્સેદારીને વધારવાના હેતુસર ભારતીય રેલવે દ્વારા આ પ્રોજેક્ટો હાથ ધર્યા છે. પીએમઓ દ્વારા આ પ્રોજેક્ટો પૈકી ૧૪ પ્રોજેક્ટો ઉપર નજર રાખવામાં આવશે. આ પ્રોજેક્ટો ૨૦૨૦થથી લઇને ૨૦૨૨ સુધી પૂર્ણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટો ૯૨૫૯ કિલોમીટરને આવરી લેશે. આ પૈકીની ૧૫ને લંબાવવામાં આવનાર છે. ૬૪૪૫ કિલોમીટરના પ્રોજેક્ટો ડબલિંગ અને ત્રિપલિંગના છે. કેટલાક રુટ ઉપર ફોર લાઈન, ગેજ રૂપાંતરણની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવનાર છે. કેન્દ્રીય કેબિનેટે એકબાજુ પ્રોડક્ટીવિટી લિંક બોનસની જાહેરાત કરી દીધી છે. આ ચુકવણી લાયક ઉમેદવારોને આપવામાં આવશે. મળેલી માહિતી મુજબ નોનગેજેટ રેલવે કર્મચારીઓને બોનસની રકમ ચુકવવામાં આવશે. ૭૦૦૦ રૂપિયા મહિને જે લોકોના પગાર છે તેમને આ ચુકવણી કરવામાં આવશે. બીજી બાજુ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અન્ય કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યા હતા જેના ભાગરુપે સમગ્ર પ્રક્રિયાને વધુ ઝડપથી આગળ વધારી શકાશે. એકબાજુ કેબિનેટે પગારને મંજુરી આપી છે. બીજી બાજુ એર ઇન્ડિયાને મદદરુપ બનવા માટે પણ તૈયારી કરી છે.

Related posts

ગ્રેચ્યુએટીની મર્યાદા વધારીને કરાઇ ૨૦ લાખ

aapnugujarat

નાગિને નાગના મોતનો 24 કલાકમાં લીધો બદલો!

aapnugujarat

उज्‍ज्‍वला के 32 लाख परिवारों को मुफ्त मिलेगा दूसरा सिलिंडर : झारखंड सीएम दास

aapnugujarat

Leave a Comment

UA-96247877-1