Aapnu Gujarat
રાષ્ટ્રીય

LPG સબસિડી છોડનાર લોકો ફરી લાભ ઉઠાવી શકે

કુકિંગ ગેસ સબસિડી છોડી ચુકેલા અથવા તો આવી સબસિડી ક્યારે પણ નહીં મેળવનાર બે કરોડ લોકો હવે ઇચ્છે તો પોતાની ગેસ એજન્સીને આ લાભ મેળવવા માટે અપીલ કરી શકે છે. ઓઇલ કંપનીઓના કારોબારીઓ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. ઓઇલ પ્રાઇઝમાં વધારાના બે વર્ષમાં સબસિડી વગર મેળવનાર ગેસ સિલિન્ડરની કિંમત ૩૮૯ રૂપિયા વધી ગઈ છે. આવી જ રીતે તેની કિંમતમાં ૭૯ ટકાનો વધારો થયો છે. આવી સ્થિતિમાં ગ્રાહકો દ્વારા એવી વિચારણા કરવામાં આવી રહી છે કે, થોડાક સમય પહેલા જે સબસિડી છોડી દેવામાં આવી હતી તે સબસિડી ફરી મેળવી શકાય છે કે કેમ. બે વર્ષમાં માર્કેટ રેટથી ઓછી કિંમતે વેચાતા ગેસ સિલિન્ડરની કિંમત ૧૭.૬ ટકા સુધી વધી ગઈ છે. આનો મતલબ એ થયો કે, ૧૪ કિલોગ્રામના સિલિન્ડર પર સબસિડી બે વર્ષ પહેલાના ૬૨.૯ રૂપિયાથી વધીને ૩૭૬.૬ રૂપિયા થઇ ગઇ છે. તેમાં છ ગણો વધારો થઇ ચુક્યો છે. દેશમાં આશરે ૨૪.૫ કરોડ કુકિંગ ગેસ કન્ઝ્‌યુમરો છે. આમાથી ૮.૩ ટકા અથવા તો બે કરોડ ગ્રાહકો દ્વારા સબસિડી મેળવવામાં આવી રહી નથી. ૧.૦૪ કરોડ કસ્ટમરોએ થોડાક વર્ષમાં સબસિડી છોડી દીધી છે. સરકારના ગીવ ઇટ અપ અભિયાન ઉપરાંત ઓઇલ કંપનીઓએ પણ હવે નવા કસ્ટમરોને એવા ઓપ્શન આપવાની શરૂઆત કરી છે કે, તેઓ ઇચ્છે તો શરૂઆતથી જ સબસિડી ન લે તેવું બની શકે છે. સબસિડી ન મેળવનાર બે કરોડ ગ્રાહકોમાં તેઓ પણ સામેલ થઇ શકે છે જે સબસિડી ટ્રાન્સફર માટે બેંક ખાતા અથવા તો આધારની વિગતો આપી શક્યા નથી તેવા લોકો પણ સામેલ છે જેમની વાર્ષિક કરપાત્ર આવક ૧૦ લાખ રૂપિયાથી વધારે છે. એક કંપની કારોબારીએ કહ્યું છે કે, કુકિંગ ગેસ સબસિડી મેળવનાર વ્યક્તિને આનો અનુભવ પોતાની ગેસ કંપની પર કરવાની રહેશે. સાથે સાથે એવી માહિતી આપવી પડશે કે તેમની વાર્ષિક આવક ૧૦ લાખ રૂપિયા કે આનાથી ઓછી છે. આ લાભ લેવા માટે આધાર કે બેંક ખાતાની વિગત પણ આપવી પડશે. સારી આર્થિક સ્થિતિ ધરાવનાર કસ્ટમરોને સબસિડી છોડી દેવાન્થી પ્રેરિત કરવાથી સરકારને આ ફ્યુઅલનો ઉપયોગ કરનારની સંખ્યામાં ઝડપથી વધારો કરવામાં મદદ મળી છે. ઓઇલની ઓછી કિંમત ઉપરાંત પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં ડીરેગ્યુલેશન દ્વારા પણ ફ્યુઅલ સબસિડીને ઓછી રાખવામાં મદદ મળી છે. અલબત્‌ ક્રૂડ ઓઇલની કિંમત ઝડપથી વધવાના પરિણામ સ્વરુપે આ પ્રવાહમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. ૨૦૮-૧૯ના ગાળા દરમિયાન કુકિંગ ગેસ સબસિડી વધીને ૩૦૦૦૦ કરોડ સુધી પહોંચી શકે છે.

Related posts

કામેચ્છા સંતોષવા એક વ્યક્તિએ બેરિંગમાં પેનિસ નાંખી દીધું

aapnugujarat

PM करेंगे बिहार की सभी 243 सीटों पर वर्चुअल रैली

editor

ઓમપ્રકાશ રાવત નવા આગામી મુખ્ય ચૂંટણી કમિશનર હશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1