Aapnu Gujarat
બ્લોગ

નવરાત્રિ એટલે ઉપાસના અને ઉપવાસનું પર્વ

નવરાત્રિ એટલે ઉપાસના અને ઉપવાસનું પર્વનવરાત્રિ આવે એટલે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રધ્ધાના રંગમાં રંગાય જાય છે. ચારે તરફ એક અનોખો ભક્તિભાવ જોવા મળે છે. ઘટસ્થાપના, દેવી સ્તુતિ, મધુર ઘંટડીઓના રણકાર, દીવા-બત્તી- ધૂપની સુગંધ, આ નવ દિવસ સુધી ચાલતા આ સાધના ઉત્સવ નવરાત્રિનું જ એક ચિત્ર છે. આપણી સંસ્કૃતિમાં નવરાત્રિના તહેવારનું એક વિશેષ મહત્ત્વ છે. નવરાત્રિનો તહેવાર વર્ષમાં બે વખત આવે છે.
નવરાત્રિમાં ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને અઘ્યાત્મનો સંગમ થતો જોવા મળે છે. આસો મહિનામાં આવતી આ નવરાત્રિમાં નવ દિવસ ગરબા અને રાસ રચાય છે. આ ઉપરાંત રામલીલા, રામાયણ, ભાગવત પાઠ, જેવા ધાર્મિક અનુષ્ઠાનો થાય છે. અને તેથી જ તો નવરાત્રિ દરમિયાન દરેક વ્યકિત એક નવા ઉત્સાહ અને ઉમંગથી ભરેલો જોવા મળે છે.
નવરાત્રિ ઉપાસના અને આરાધનાનુ પર્વ છે. આ દિવસોમા દરમિયાન ભક્તો માતાના આરાધનામાં લીન થઈ જાય છે. આ તહેવાર દરમિયાન ભક્તો શાંતિ અને સુખ પ્રાપ્તિ માટે વ્રત અને ઉપવાસ રાખે છે.નવરાત્રિ પર્વ પર જો માતાની ઉપાસના કરવામાં આવે તો પરમ આનંદ મળે છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ કાર્ય જે બધા એકત્ર થઈને કરીએ તો સમાજની એકતા મજબૂત થાય છે. સમાજ સંગઠિત થાય તો રાષ્ટ્રીય એકતા પણ મજબૂત થાય. તેથી માતાની ઉપાસના સામૂહિક રૂપે કરવાથી આનંદ મળે છે.
નવરાત્રિમાં જેટલુ મહત્વ માતાના જુદા જુદા સ્વરૂપોની આરાધનાનુ છે તેટલુ જ મહત્વ માતાની આરાધના દરમિયાન રાખવામાં આવતા વ્રત અને ઉપવાસનુ પણ છે. ઈશ્વરની પ્રાપ્તિ ત્યારે જ શક્ય બને છે જ્યારે બંને બાબતોની પ્રક્રિયાઓનુ પાલન નિયમ અનુસાર કરવામાં આવે.
નવરાત્રિમાં ઉપવાસ દરેક લોકો પોતાની ભક્તિ, શક્તિ મુજબ કરે છે. કોઈ એક ટાઈમ જમીને તો કોઈ ફળાહાર કરીને આ વ્રત રાખે છે. જો તમે ગરબા રમવા પણ જતા હોય તો તમારે એક ટંક જમીને ઉપવાસ કરવો વધુ યોગ્ય રહેશે.નવરાત્રિના દિવસો અગાઉ ઘરતી પર ઘણી આફતો આવતી હોય છે. વરસાદને કારણે ચેપી રોગ ફાટી નીકળે, અથવા તો મોંધવારી વધે, કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ થાય તો કોઈ જગ્યાએ અનાવૃષ્ટિ. આ કુદરતી આફતો શ્રાવણ-ભાદરવો અને આસો મહિના દરમિયાન વધુ જોવા મળે છે. તેથી આ તમામ તકલીફોને દૂર કરવા માટે નવ દિવસ સુધી વ્રત ઉપાસના કરવામાં આવે છે.
સર્વ ભવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કિશ્ચદ્દ દુઃખ ભાગ્યવેત્‌.
જેનો મતલબ છે નવરાત્રિના નવ દિવસ મનમાં ખરાબ વિચારો, છળ-કપટ, ઈર્ષા છોડીને આપણે નવ દિવસ સુધી માનવ કલ્યાણના કામો કરીએ.આ વ્રતને ઉજવવા પાછળનો ઉદ્દેશ્ય માત્ર માતાની શક્તિ પામવાનો છે, જે લોકો નવરાત્રિમાં વ્રત કરે છે તેને અન્ય ઉપવાસો કરતા વધુ ફળ મળે છે. નવરાત્રિ એક પ્રકૃતિની ઋતુનો કાળ છે. આ ઋતુ જીવ, પ્રાણી અને મનુષ્ય માટે કષ્ટદાયક હોય છે. આ દિવસો દરમિયાન જો આધ્યાત્મિક બીજ રોપવામાં આવે તો એ જ રીતનુ ફળ આપણને મળે છે.
જો નવરાત્રિના પ્રથમ દિવસે એટલેકે પડવાના દિવસે હસ્ત નક્ષત્ર હોય તો તે દિવસે વિધિપૂર્વક કરેલુ દેવીપૂજન ઈચ્છિત ફળ આપે છે. પ્રથમ દિવસના ઉપવાસ દરમિયાન નવ દિવસના ઉપવાસનો સંકલ્પ લેવો અને માતાને પ્રાર્થના કરવી – હે માતા, હુ મારી શક્તિ અને ભક્તિ મુજબ ઉપવાસ કરીશ, જો કોઈ ભૂલ થઈ જાય તો તારી સંતાન સમજીને માફ કરી દેજો. આદ્યશક્તિનીઆરાધનાના મહાપર્વ એવા શારદીય (આસો) નવરાત્રીનો આગામી તા.૧ ઓક્ટોબર શનિવારથી પ્રારંભ થઇ રહ્યો છે. વિક્રમ સંવત મુજબ વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે. તેમાં આસો એટલેકે શારદીય નવરાત્રી ભૌતિક ઉન્નતિ પ્રાપ્ત કરવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ માનવામાં આવે છે. મહા અને અષાઢીય નવરાત્રી ગુઢ વિદ્યાની પ્રાપ્તિ માટે અને ચૈત્રી નવરાત્રી આધ્યાત્મિક ઉન્નતિની પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે.આસો નવરાત્રીનો શનિવાર તા.૧ ઓક્ટોબરથી પ્રારંભ થશે. વર્ષે પ્રથમ દિન એટલે કે એકમની વૃધ્ધિ તિથિ છે. કારણે નવરાત્રી દસ દિવસ સુધી મનાવાશે, જ્યારે શ્રાધ્ધપક્ષમાં એક તિથિનો ક્ષય થઇ રહ્યો છે. શનિવારે ભાવિકો ઘટ સ્થાપન એટલે કે ગરબા સ્થાપન કરી શકશે. માઇ ભક્તો માટે નવરાત્રિ પર્વ આરાધના અને અનુષ્ઠાનનું પર્વ છે. ગાયત્રી ઉપાસના ઉપરાંત શ્રી યંત્રમના નવ ચક્રોની આરાધના, દુર્ગા સપ્તશતિના સિધ્ધ મંત્રો નવાર્ણ મંત્ર સહિતના આદ્યશક્તિના વિવિધ પાવનકારી મંત્રો પર અનુષ્ઠાન કરીને માઇભક્તો મા આદ્યશક્તિના કૃપાપાત્ર બની શકે છે. નવરાત્રી મા આદ્યશક્તિના નવ સ્વરૂપો શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંન્ડા, સ્કંદ માતા, કાત્યાયિની, કાલરાત્રી, મહાગૌરી અને સિધ્ધિદાત્રીની આરાધના કરવી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. દરેક સ્વરૂપોની વિવિધ પૂજા, અર્ચના, આરાધના અને અલગ અલગ ફળ છે. આવી રીતે પર્વ ઉપર દરેક રાશિગત દસ મહાવિદ્યાના સ્વરૂપો અને નવદુર્ગાના સ્વરૂપોની ઉપાસના કરવી પણ શ્રેષ્ઠ ગણવામાં આવી છે.નવરાત્રિદરમિયાન જવારા વાવવાની એક પ્રથા પણ પ્રચલિત છે. પાછળનું એક તાત્પર્ય છે કે જવારા ગતિ, પ્રગતિ અને સમૃધ્ધિનું પ્રતીક છે. માટીમાંથી જેમ અંકુર ફૂટે તેમ માટીરૂપી દેહમાંથી ભક્તિના અંકુર ફૂટે અને ઉર્ધ્વ ગતિ કરે તેવી ભાવના છુપાયેલી છે. જવારા શાંતતા, શીતળતા, સમૃધ્ધિ, વૃધ્ધિ અને હરિયાળીની ઉર્ધ્વ ગતિનું પ્રતીક છે.
અમુક જગ્યાએ જવારાનો રંગ અને ગતિ ઊંચાઇ તથા પ્રમાણ પ્રમાણે ભવિષ્ય કથન પણ કરવામાં આવે છે અને નવરાત્રીની સાધનાની સફળતા વિશે પણ ભાવિ ભાખવામાં આવે છે. ઓક્ટોબર મહિનામાં આવતી શારદીય નવરાત્રી હિંદૂ ધર્મમાં ખાસ મહત્વ ધરાવે છે. આ પર્વ શરૂ થતા પહેલા જ દેશભરના ઘણા રાજ્યોમા તેને લગતી તૈયારીઓ જોવા મળે છે. આ વખતના શારદીય નવરાત્રીની વાત કરીએ તો અમે તમને પહેલા જ જણાવી દઈએ કે આ વખતે નવરાત્રી ૧ ઓક્ટોબરથી શરૂ થઈને ૧૦ ઓક્ટોબર સુધી રહેશે. પ્રતિપદા તિથિ બે દિવસ હોવાને કારણે નવરાત્ર નવ દિવસની જગ્યાએ ૧૦ દિવસ સુધી રહેશે.
૧ ઓક્ટોબર સવારે ૬ વાગીને ૨૦ મિનિટથી લઈને સાંજે ૭ વાગીને ૩૦ સુધીનો સમય કળશ સ્થાપના માટે શુભ છે. નવરાત્રી વ્રતની શરૂઆત પ્રતિપદા તિથિના દિવસે કળશ સ્થાપનાથી કરાય છે.નવરાત્રના પ્રથમ દિવસે કળશ સ્થાપના કરી વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. કળશના મુખમાં વિષ્ણુજીનો નિવાસ , કંઠમાં રૂદ્ર અને મૂળમાં બ્રહ્મા સ્થિત છે અને કળશના મધ્યમાં દેવીય માતૃશક્તિઓ નિવાસ કરે છે. કળશના ચારે બાજુ ભીની માટી લગાવીને એમાં જવ વાવવા જોઈએ. જવ ચારે તરફ પાથરી દો જેથી કળશના નીચે ન દબાય એની ઉપર ફરી માટીની એક પરત પાથરો. હવે કળશના કંઠ પર લાલ દોરો બાંધી દો. પછી કળશમાં શુદ્ધ જળ, અથવા ગંગાજળ કંઠ સુધી ભરી દો. કળશમાં આખી સોપારી, દૂર્વા, ફૂલ નાખો. હવે કળશમાં થોડુ અત્તર નાખો. કળશમાં પંચરત્ન નાખો. કળશમાં થોડા સિક્કા નાખી દો. કળશમાં અશોકના કે કેરીના પાન મુકી દો. હવે કળશનું મુખ માટી/ સ્ટીલની વાટકીથી ઢાંકી દો અને આ વાટકીમાં ચોખા ભરી દો. અથવા પાન મુક્યા પછી તેના પર નારિયળ ગોઠવી દો.

Related posts

?દેહ દાન કરનાર એક વ્યક્તિના સુંદર વિચાર……..

aapnugujarat

ચીન સામે બેવડા મોરચે લડાઇ

aapnugujarat

ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર કરવા, રોજ આ વસ્તુ નાખી પોતું ફેરવો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1