Aapnu Gujarat
બ્લોગ

ચીન સામે બેવડા મોરચે લડાઇ

ચીન સાથે આપણે બે મોરચે લડવાનું છે. દેશની સરહદો પર લશ્કરી મોરચે અને દેશ વિદેશમાં આર્થિક મોરચે. ચીન આપણી સરહદો પર ઘુસણખોરી કરે છે અને છમકલા કરે છે. આપણો ઘણો પ્રદેશ પચાવી પાડયો છે અને ઘુસણખોરી કરે છે. ચીનના વડા સૌ પ્રથમ ભારતની મુલાકાત લે છે પણ સરહદ પર તેના સૈનિકો ઘુસણખોરી કરે છે. આવું શરૃઆતથી ચાલ્યું આવ્યું છે. તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૃએ ચીનની મુલાકાત લીધી હતી અને પંચશીલના મહાન આદર્શોની વાત કરી હતી. ’’હીંદી-ચીની ભાઇ ભાઇ’’ના નારા ગુજતા હતા ત્યારે જ ચીને આપણાં પર આક્રમણ કરેલ. આપણો ઘણો પ્રદેશ પચાવી પાડેલ. આપણા કેટલાંક પ્રદેશને તે પોતાના ગણાવે છે. છાશવારે સરહદ પર છમકલા થાય છે. આપણા જવામર્દ બાહાદુર જવાનો ચીનને જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે પરંતુ ચીન આપણા બજાર પર આક્રમણ કરે છે. તેને પહોંચી વળવા માટે યોગ્ય અને અસરકારક વ્યૂહરચના અપનાવવી પડશે. ચીન આકર્ષક અને સસ્તી પેદાશો આપણા બજારમાં મૂકીને આપણા દેશમાંજ આપણી વસ્તુઓ ન વેચાય કે ઓછી વેચાય તે પ્રમાણે વર્તન કરે છે. ચીનની ડમ્પીંગ- લાદણની નીતીને કારણે આપણાં ઊદ્યોગોને ઘણું જ નુકસાન થાય છે. અગાઉના એક અભ્યાસ પ્રમાણે ચીનને કારણે આપણે ૩૦ ટકા બજાર ગુમાવીએ છીએ. માત્ર ઇલેકટ્રોનીકસ કે ઇલેકટ્રીક નહી પણ મોબાઇલથી માંડીને અનેકાનેક વસ્તુઓ ભારતીય બજારમાં મુકે છે. વિવિધ તહેવારોમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ કે પેદાશો પણ બજારમાં મુકે છે. તેની પેદાશો સસ્તી અને દેખાવમાં આકર્ષક હોવાથી ગ્રાહકો તે ખરીદે છે. દિવાળીમાં રોશની, ફટાકડાઓ, હોળીમાં પીચકારી તે બજારમાં મૂકે છે.
આ ઉપરાંત પ્રણાલિકાગત ઉદ્યોગોની પેદાશોમાં પણ આપણે ચીનને કારણે ઘણું સહન કરવાનું છે. આપણા ડીઝલ એન્જીંન કરતા ચીન- કોરીયાનું ડીઝલ એન્જીન હળવું. નાના કદનું, આકર્ષક અને સસ્તુ છે. આવું જ બીજી પેદાશો માટે પણ કહી શકાય. ચીન વિજ્ઞાાપન માટે એટલો ખર્ચ પણ કરતું નથી. પણ ગ્રાહકોને ગમે તેવી સસ્તી અને આકર્ષક પેદાશો બજારમાં વેચે છે. આથી આપણી પેદાશો આપણા બજારમાં અને વિદેશના બજારમાં ચાલતી નથી. લોકોને ખ્યાલ છે કે ચીનની બનાવટની પેદાશોની ગુણવતા અને ટકાઊપણા અંગે શંકા છે. તે ગમે ત્યારે નકામી થઇ જાય કે તે રીપેર પણ ન થઇ શકે. પણ નીચા ભાવ અને આકર્ષક સ્વરૃપને કારણે જ ગ્રાહકો તે ખરીદે છે. ચીને આરણાં પહેલા આર્થિક સુધારાઓ કરેલા એંસીના દાયકાથી રૃઢિવાદી અને બંધિયાર અર્થકારણ ધરાવતા ચીને વિદેશી રોકાણ માટે અર્થકારણને ખુલ્લું મુકેલ. ચીનની સરકારે વિદેશી રોકાણ વધે તે માટેના શ્રેણીબદ્ધ પગલાઓ લીધા. ઊદ્યોગો સ્થાપવા માટે ત્વરીત મંજુરી, સસ્તી જમીન અને ઊર્જા, સસ્તો કાચોમાલ અને શ્રમ, ભ્રષ્ટાચારનું ઓછું પ્રમાણ વગેરે કારણોસર ચીનમાં વિદેશી મૂડીરોકાણ અસાધારણ રીતે વધેલ, આપણે ત્યાં ભ્રષ્ટાચાર લગભગ શિષ્ટાચાર બની ગયો છે. નીચે થી ઉપર સુધી તમામ તબક્કે નૈવૈદ્ય ધરાવ્યા વિના કામ થતું નથી ! ભ્રષ્ટાચારી લોકોને રાજકીય આર્થિક, ઔદ્યોગિક વહીવટી ક્ષેત્રોમાં તેમને આગળ પડતું સ્થાન આપવામાં આવે છે, રાજકારણને લોકો દેશની સેવા કરવાના માધ્યમને બદલે ધીકતી કમાણીનો ધંધો બની ગયો છે. આથી જ ચૂંટણીમાં કરોડો રૃપિયા ખર્ચીને અબજો મેળવવાના પ્રયાસો થાય તે સ્વાભાવિક છે. જ્યારે ચીનમાં ભ્રષ્ટાચારીઓને દેહાતદંડની સજા થયાના દાખલા છે. ભ્રષ્ટાચારીઓને આકરી સજા કરવામાં આવે કે જેથી કોઇ ભ્રષ્ટાચાર ધ્વારા કમાણી ન કરે અથવા તો ભ્રષ્ટાચાર કરતાં સો વખત વિચારે. ચીનમાં વધારે કામ કરીને વેતન મેળવવામાં આવે છે. શ્રમ સસ્તો છે. વિકાસમાળખાની સવલતો શ્રેષ્ઠ પ્રકારની છે. કાચોમાલ સસ્તો છે. જરૃરી મંજુરીઓ તરત જ મળે છે. આથી જ વિદેશી રોકાણકારો ભારત કરતાં ચીનમાં રોકાણ કરવાનું વધારે પસંદ કરે છે. ચીનના કુલ મૂડીરોકાણ અને મૂડી સર્જન, ઉત્પાદન, રોજગારી, નિકાસ અને આવકમાં એફડીઆઇ સીધા વિદેશી રોકાણનું પ્રદાન વધારે છે. ચીન આર્થિક વિકાસ અને આર્થિક ક્ષેત્રોમાં આગળ છે. તેમાંથી બોધપાઠ લેવાની જરૂર છે.
૧૯૯૯ થી ૨૦૦૦ના સમયગાળામાં ચીનની માથાદીઠ ડીટીપીમાં ૯.૨ ટકાનો વધારો થયેલ જ્યારે આજ સમયગાળામાં ભારતમાં ૫.૫ ટકાનો વધારો થયેલ ચીનમાં માથાદીઠ વપરાશમાં ૬.૭ ટકાનો વધારો થયેલ તો ભારતમાં ૪.૮ ટકાનો વધારો થયેલ. ચીનમાં ગરીબીનું પ્રમાણ ૧૯૯૯માં ૩૫.૬ ટકા હતું. તે ૨૦૧૦માં ઘટીને ૧૧.૬ ટકા થયેલ વપરાશમાં વાર્ષિક ૬.૭ ટકાથી ૭.૩ ટકાના દરે વધારો થયો હતો. ચીનમાં ૧૦ ટકા, વિકાસ વૃદ્ધીથી ગરીબીમાં ૩ ટકાનો ઘટાડો થયેલ. આમ વિકાસ વૃધ્ધીથી અને વપરાશવૃધ્ધીની સાથે ગરીબીમાં ઘટાડો જોવા મળે છે. વિકાસવેગ વધે તેમ ગરીબી ઘટે તેમ ચીનનો અનુભવ છે. ભારતમાં ગરીબીનું પ્રમાણ ૧૯૯૯-૨૦૦૦માં ૪૨.૯ ટકા હતું તે ૨૦૧૧માં ઘટીને ૨૧.૯ ટકા થયેલ. વાર્ષિક ૧.૮ ટકાના દરે ગરીબીમાં ઘટાડો થાય છે. જ્યારે ચીનમાં આ પ્રમાણ ૨.૨ ટકાનું છે.
ચીનમાં વપરાશનું પ્રમાણ ૧૯૯૯-૨૦૦૪ના સમયગાળામાં રાષ્ટ્રીય આવકના સરેરાશ ૭૧ ટકા હતું તે ૨૦૦૪-૧૦માં ૭૪ ટકા થયેલ. ચીનમાં વૈશ્વિક રીતે વપરાશનો દર વધારે છે. ભારતમાં આ પ્રમાણ અનુક્રમે ૫૧ ટકા અને ૪૬ ટકા હતું. આપણે ત્યાં વપરાશનું પ્રમાણ નીચું છે. આવકની અસમાનતા માપવા માટે ગીની આંકનો ઉપયોગ કરવામાં આવે છે. તેના આધારે ખ્યાલ આવે છે કે અસમાનતા વધે છે કે ઘટે છે. જો દેશમાં બધાં જ લોકોની આવક તદ્દન એક સમાન હોય તો ગીની આંક શૂન્ય હોય છે અને જો એક હોય તો એક જ વ્યક્તિ કે કુંટુંબ પાસે રાષ્ટ્રની બધી જ સંપત્તિ કેન્દ્રિત થઇ છે. પરંતુ ગીની આંક ૦ અને ૧ની વચ્ચે હોય છે. જો ૦ની નજીક હોય તો અસમાનતા ઓછી છે અને ૧ની નજીક હોય તો અસમાનતા વધારે છે. તેમ કહી શકાય. ૧૯૯૯થી ૨૦૧૦ના સમયગાળામાં ચીનમાં આર્થિક અસમાનતામાં ૬ ટકા જેટલો વધારો થયો જ્યારે ભારતમાં ૧૨.૫ ટકાનો વધારો. આ જ સમયગાળામાં થયો છે. આ બધી વિગતો પરથી જણાય છે કે ભારતની તુલનાએ ચીન આર્થિક ક્ષેત્રોમાં આગળ છે. વિકાસવૃધ્ધી દર આપણા કરતાં વધારે છે. વપરાશ, મૂડીરોકાણ પણ વધારે છે. ચીન વિશ્વનું સુપરપાવર બનવા જઇ રહ્યું છે. તે ભારત માટે ચિંતાનો વિષય છે. કારણ કે ચીન ભારતના અર્થકારણને તેના કારણે મોટું નુકશાન પહોચાડી શકે છે. આર્થિક મોરચે ચીન સામે લડવા માટે નવેસરથી વ્યૂહરચના વિચારવી પડશે. વિદેશી રોકાણ વધે તે માટે વહીવટી સરળતા, પારદર્શિતા અને ઝડપ વધારવાની રહેશે. દરેક તબક્કે ભ્રષ્ટાચારની નાબૂદી જરૃરી છે. ભ્રષ્ટાચારની નાબૂદી વિના આર્થિક-સામાજિક વિકાસ નહી થાય.
ચીનમાં ભ્રષ્ટાચારી પ્રધાનને તાજેતરમાં ફાંસીની સજા થઇ છે. તેમણે ૪ વર્ષમાં એક કરોડનો ભ્રષ્ટાચાર કરેલ એટલે આ સજા થઇ છે. આવું અગાઉ પણ બનેલ. જ્યારે આપણે ત્યાં કલાકોમાં કરોડોની ભ્રષ્ટાચાર કરનાર મોટા હોદ્દા ઉપર અને સન્માનદાય બને છે. આ વલણો કોઇપણ હિસાબે બંધ થવા જ જોઇએ. આપણા નેતાઓ ભ્રષ્ટ ન હોવા જોઇએ. પણ નોર્વેની જેમ પ્રજાવત્સલ હોવા જોઇએ. નોર્વેના વડાપ્રધાન જોન્સ સ્ટોલેનબર્ગે પોતાની સરકાર અંગે લોકો શું વિચારે છે તે જાણવા માટે અને પ્રજાના કયા પ્રશ્નો છે તેનો ખ્યાલ મેળવવા ટેક્સી ડ્રાઇવરનો ગણવેશ ધારણ કરીને બેઝ બિલ્લા લગાવીને સમગ્ર દિવસ દરમ્યાન નોર્વેના પાટનગર ઓસ્લોમાં ટેક્સી ચલાવીને પ્રજા સાથે ટેક્સી ડ્રાઇવરના સ્વરૃપમાં ચર્ચા કરી હતી. અહી તો કમાંડોથી ઘેરાઇને રહેતા આપણા નેતાઓ એ.સી. ઓફીસમાં બેઠા બેઠા પ્રજા માટેની યોજનાઓ ઘડે છે.
અને અમલ કરે છે. ચીન અને નોર્વે પાસેથી આપણે ઘણું જ શીખવાનું છે. નોર્વેનો માનવવિકાસ આંક સર્વોચ્ચ છે.

Related posts

~ स्त्री क्या है ~

aapnugujarat

આજે વિશ્વ પર્યાવરણ દિન : દેશમાં વધતું પ્લાસ્ટિકનું પ્રદુષણ

aapnugujarat

प्रणव दा : एक एक सीढ़ी चढ़ते हुए राजनीति के शिखर पर सत्तासीन हुए!

editor

Leave a Comment

UA-96247877-1