Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

પ્રાઇઝ વોર ખતમ થવાની દિશામાં : ફોન બિલ વધશે

ટેલિકોમ સેક્ટરમાં ઉથલપાથલનો દોર ખતમ થવાની દિશામાં છે. છેલ્લા ત્રણ ત્રિમાસિક ગાળામાં મોટા ભાગના ટેરિફ પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યા નથી પરંતુ કેટલાક નિષ્ણાંતો માની રહ્યા છે કે આગામી બે મહિનામાં ટેરિફમાં વધારો કરવામાં આવી શકે છે. આના કારણે ટેલિકોમ ગ્રાહકો માટે છેલ્લા બે વર્ષથી વધારે સમયથી ચાલી રહેલા સસ્તા ટેરિફનો દોર ખતમ થઇ જશે. કારોબારી લોકો કહે છે કે આવનાર બે ત્રિમાસિક ગાળામાં કંપનીઓ માર્કેટ પ્રતિક્રિયા જોવા માટે ટેરિફમાં વધારો કરવામાં આવી શકે છે. જો કે ટેરિફમાં વધારો છ મહિના બાદ જોવા મળશે. તેમનુ કહેવુ છે કે પ્રાઇસિંગમાં રિલાયન્સ જિયો ઇન્ફોકોમની ભૂમિકા સૌથી મોટી રહેનાર છે. જિયોના કારણે ટેરિફમાં તમામ કંપનીઓ દ્વારા ઘટાડો કરવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર ૨૦૧૬માં એન્ટ્રી કર્યા બાદ આક્રમક પ્રાઇસિંગ સ્ટ્રેટેજી અપનાવી હતી. જેના પરિણામસ્વરૂપે બીજી કંપનીઓને ગ્રાહકોને સાથે રાખવા માટે કિંમતો ઘટાડી દેવાની ફરજ પડી હતી. આની સાથે જ જિયો યુજર્સે ફ્રી વોયસ સર્વિસ ઓફર કરી રહી છે. તેના સસ્તા પ્લાનના પરિણામ સ્વરૂપે ડેટાનો ઉપયોગ વધી ગયો હતો. તેની ઓફરના કારણે ગ્રાહકોને ફાયદો થયો હતો. જેના કારણે દેશની જુની ટેલિકોમ કંપનીઓની હાલત કફોડી બની ગઇ હતી. જાણકાર લોકો કહે છે કે જિયો ઉપરાંત અન્ય કંપનીઓ પણ કેટલીક રાહત આપી રહી છે. એરટેલ અને વોડાફોન સ્પર્ધામાં ટકી રહેવા ભારે મહેનત કરી રહી છે. ડોલરની સામે રૂપિયાની હાલત કફોડી બનેલી છે. રૂપિયાના સતત અવમુલ્યનના કારણે લોકો પર સામાન્ય ચીજોના કારણે હેરાની થઇ રહી છે. જાણકાર લોકોનું કહવું છે કે, જીઓ ઉપરાંત માર્કેટમાં હવે માત્ર બે મોટી કંપનીઓ એરટેલ અને વોડાફોન-આઇડિયા રહી ગઇ છે જેથી ટેરિફમાં વધારો કરવા માટે માહોલ બની રહ્યો છે. વોડાફોન, આઈડિયા, ભારતી એરટેલ અને જીઓ દ્વારા આ સંદર્ભમાં પુછવામાં ઓવલા પ્રશ્નોના કોઇ જવાબ આપ્યા નથી. રૂપિયામાં નબળાઈ અને બોન્ડ યિલ્ડમાં વધારો થયા બાદ કંપનીઓના ખર્ચમાં વધારો થયો છે. ટેલિકોમ સેેક્ટર સામે પહેલાથી જ નાણાંકીય સંકટની સ્થિતિ રહેલી છે. તેની હાલત ખરાબ થઇ છે.બ્રોકરેજ કંપની આઈઆઈએફએલમાં માર્કેટ એન્ડ કોર્પોરેટ અફેયર્સના કારોબારી પ્રમુખ રાજીવ ભાસીને કહ્યું છે કે, મોબાઇલ કન્ઝ્‌યુમર માટે મફત આપવામાં આવેલા દિવસો હવે પૂર્ણ થઇ રહ્યા છે. રૂપિયામાં નબળાઈના પરિણામ સ્વરુપે ટેલિકોમ કંપનીઓના બોજ વધી રહ્યા છે જેથી આવનાર બે ત્રિમાસિક ગાળામાં ટેરિફમાં વધારો થઇ શકે છે. કિંમતોમાં અસલી વધારો એપ્રિલ૨૦૧૯ બાદ જોવા મળી શકે છે. જીઓ એન્ટ્રી બાદ મોટાભાગની ટેરિફમાં ડેટા, વોઇસ અને મેસેજમાં અનેક ઓફર થઇ રહ્યા છે. ટેલિકોમ કંપનીઓ હવે આના માટે જુદા જુદા ટેરિફ નક્કી કરી શકે છે. આવક વધારવા માટે માસિક નવી યોજનાઓ રજૂ કરવામાં આવી રહી છે. આવનાર દિવસોમાં પ્રાઇઝ વોર ખતમ થઇ શકે છે, ટેલિકોમ કંપનીઓ ટેરિફમાં વધારો ઝીંકી શકે છે.

Related posts

ખાદ્યાન્નનું સંકટ ટાળવા ટૂકડી ચોખાની નિકાસ પર પ્રતિબંધ

aapnugujarat

આવનારા નાણાકીય વર્ષમાં આઇટી સેકટરમાં જોબ વધશેઃ નેસ્કોમ

aapnugujarat

કેનેડાની નાગરિકતા સ્વીકારવામાં ભારતીયોની સંખ્યા વધી : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1