Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાફેલ સોદો બોફોર્સનો બાપ છે : શિવસેના

શીવસેનાસેના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું કે રાફેલ સોદો બોફોર્સનો બાપ છે અને એ વિશે સતત બોલ્યા બાદ કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનું દેશની રાજનીતિમાં મહત્ત્વ વધી ગયું છે. શીવસેનાના મુખપત્ર સામનામાં રાઉતે જણાવ્યું હતું કે જે લોકો બોફોર્સ વખતે કૉંગ્રેસના નેતા સોનિયા ગાંધીના સગાઓ પર રૂ. ૬૫ કરોડની કટકી ખાવાનો આરોપ કરી રહ્યા હતા, તેઓ હવે સત્તા પર છે. રાફેલ જેટ સોદામાં આજે એમના પર રૂ. ૭૦૦ કરોડની કટકી ખાવાનો આરોપ થઇ રહ્યો છે. રાફેલ સોદો બોફોર્સનો બાપ છે.
ફ્રાંસના પ્રમુખ હોલાન્ડેના સોદા વિશે કરવામાં આવેલા નિવેદનને લઇને ભારતીય જનતા પક્ષ પર ટોણો મારતા રાઉતે જણાવ્યું હતું કે એને વિચાર આવે છે કે હવે ફ્રાંસના પ્રમુખને કૉંગ્રેસ પ્રમુખના ટેકેદાર ગણાવાશે કે પછી એને રાષ્ટ્ર-વિરોધી કહેવામાં આવશે.  તેમણે એમ જણાવ્યું હતું કે, રાફેલનો વિરોધ માત્ર કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ જ ગાંધી કરી રહ્યા છે, બીજી બધી પાર્ટી ચૂપ છે. જેથી ગાંધી તરફ લોકોનું ધ્યાન વધારે ખેંચાયું છે.
આજના સમયમાં થતી સિક્યોરિટી ડીલ્સમાં કંઈ છૂપુ હોતું નથી. એટલે માહિતી ગુપ્ત રાખવાનો કોઈ અર્થ સરતો નથી. રાફેલ ડીલ મામલે શદર પવારે મોદીને ક્લિનચીટ આપી હોવાથી આ મામલો થોડો ઠંડો પડ્યો છે.

Related posts

રાહુલ ગાંધીએ પેટ્રોલ-ડિઝલ અને રાફેલ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી

editor

ચૂંટણી પહેલાં જ કેમ વડાપ્રધાન સફાઇકર્મીઓના પગ ધોઇ રહ્યા છે ?ઃ ચંદ્રાબાબુ નાયડુ

aapnugujarat

ગુજરાતમાં આ મંદિરમાં ભગવાનને વસ્ત્રો ધરાવવા માટે ઓનલાઇન બુકિંગ શરૂ કરવામાં આવ્યું

editor

Leave a Comment

UA-96247877-1