Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હેરોઈન કરતા સારુ હોય છે અફીણ : સિદ્ધુ

પોતાનાં નિવેદનોને કારણે નવજોત સિંહ સિદ્ધુ અવાર નવાર વિવાદોનાં વમળોમાં ઘેરાઈ જતા હોય છે. ફરી એક વાર નવજોત સિદ્ધુ પોતાના વિવાદાસ્પદ નિવેદનનાં કારણે ચર્ચાનો વિષય બન્યા છે. આ વખતે સિદ્ધુએ નશાને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સિદ્ધુએ કહ્યું કે, હેરોઈન કરતા અફીણ વધારે સારુ હોય છે અને પંજાબ સરકારે અહીં અફીણની ખેતીને પણ કાયદાકીય માન્યતા આપવી જોઈએ.
આટલું ઓછુ હોય તેમ નવજોત સિંહ સિદ્ધુએ સાર્વજનિક રીતે એમ પણ કહ્યું કે, મારા કાકા પણ અફીણ ખાતા હતાં. નવજોત સિદ્ધુએ કહ્યું, ‘ધર્મવીર સિંહ ખૂબ જ સારુ કામ કરે છે, અને હું તેમને સમર્થન આપુ છું. મારા કાકા પણ અફીણને દવાની રીતે લેતા હતા તેમ છતા પણ તેમણે લાંબુ જીવન જીવ્યુ હતું.’
ઉલ્લેખનીય છે કે પટિયાલાથી આમ આદમી પાર્ટીનાં સાંસદ ધર્મવીર સિંહ આજકાલ અફીણની ખેતીને કાયદેસરની માન્યતા આપવાનો મુદ્દો છેડ્યો છે. સિદ્ધુનું આ પ્રકારનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઉત્તર ભારતીય રાજ્યોમાં નશીલી દવાઓ વિરુદ્ધ એક ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આ મુદ્દાને કોંગ્રેસે તેને ખૂબ આક્રમકતાથી ઉપાડ્યો હતો. સિદ્ધુએ કહ્યું, ‘પંજાબમાં અફીણની ખેતી કરવી જોઈએ.’ આશ્ચર્ય પમાડનારી વાત તો એ છે કે સિદ્ધુએ પંજાબનાં ડીજીપી સુરેશ અરોરાની હાજરીમાં આ પ્રકારનું નિવેદન આપ્યું હતું.

Related posts

દુનિયા માટે સૌથી મોટુ સંકટ છે આતંકવાદ અને કટ્ટરપંથ : રાજનાથ સિંહ

editor

અમિત શાહની વિજય સંકલ્પ રેલી, ભાજપની સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

aapnugujarat

ટીએમસીના સાંસદ સૌમિત્ર ખાન ભાજપમાં જોડાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1