Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગુજરાતમાં આ મંદિરમાં ભગવાનને વસ્ત્રો ધરાવવા માટે ઓનલાઇન બુકિંગ શરૂ કરવામાં આવ્યું

ડાકોરમાં રણછોડરાયજીને વસ્ત્રો ધરાવવા માટે ઓનલાઇન બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

ડાકોર રણછોડરાયજી ના મંદિરમાં વસ્ત્રો ધરાવવા માટે મોટી સંખ્યામાં ભક્તો એકત્રિત થતા હોય છે. ભાવિ ભક્તો નો આ મેળાવડો એક સાથે ભગવાનને વસ્ત્રો ધરાવવા માટે જોવા મળતો હોય છે ત્યારે ભક્તોની આ મેળાને ધ્યાનમાં રાખીને ડાકોર રણછોડરાયજી ટ્રસ્ટ સાથે જોડાયેલા હોદ્દેદારો હવેથી ઓનલાઇન વસ્ત્રો ધરાવવા માટે બુકિંગ પ્રક્રિયા શરૂ કરી છે.

ડાકોરમાં રણછોડરાયજીને વસ્ત્રો ધરાવવા માટે ઓનલાઇન બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ભક્તો હવેથી ઓનલાઈન બુકિંગ કરી શકશે.અત્યાર સુધી ઓનલાઈન ની જગ્યાએ ઓફલાઈન બુકિંગ ચાલતું હતું હવે ઓનલાઈન બુકિંગ ચાલુ કરવામાં આવ્યું છે.

ઓનલાઇન બુકિંગ થઈ શકતું હતું પરંતુ ખાસ પ્રસંગો સાથે જ આ બુકિંગ થઇ શકતું હતું પરંતુ હવે સામાન્ય દિવસોમાં પણ ડાકોરમાં રણછોડરાયજીના વસ્ત્રો ધરાવવા માટે ઓનલાઇન બુકિંગ ભાવિ ભક્તો કરાવી શકશે. મોટી સંખ્યામાં ગુજરાત તેમજ ગુજરાત બહાર થી ડાકોરમાં રણછોડરાયના દર્શન માટે લોકો ઉમટતા હોય છે ત્યારે ભક્તો નો મેળાવડો ડાકોર ની અંદર જોતા જ બનતો હોય છે ત્યારે ભક્તોની સવલત ને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Related posts

पाकिस्तानी आर्मी-सरकार के खिलाफ पोक में प्रदर्शन

aapnugujarat

કુલભૂષણ જાધવને કોન્સ્યૂલર એક્સેસની ભારતની અરજી પાકે. ૧૭મી વખત ફગાવી

aapnugujarat

बापू हत्या से जुड़े ४ हजार पेज के दस्तावेज हाथ लगे :एमिकस क्यूरी नियुक्त होने के बाद जांच जारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1