હાઈટેક ડિફેન્સ પ્રોડક્શનમાં દેશના પ્રાઈવેટ સેક્ટરનો સમાવેશ કરવાની પોલિસીની રૂપરેખાને મંજૂરી મળી ગઈ છે. જેને દેશનો સૌથી મોટો સંરક્ષણ સુધારો માનવામાં આવી રહ્યો છે. ભારત દુનિયાનો સૌથી મોટો હથિયાર આયાત કરતો દેશ છે અને હાલ દેશમાં સંરક્ષણ ઉત્પાદનો માટે જાહેર સેક્ટરના એકમો પર જ નિર્ભર છે. સરકાર મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતને ડિફેન્સ પ્રોડક્શનનું હબ બનાવવા માગે છે.શનિવારે સંરક્ષણ પ્રધાન અરૂણ જેટલીની અધ્યક્ષતામાં ડિફેન્સ ડિલ માટે એક બેઠક મળી હતી. જેમાં નવી નીતિઓની રૂપરેખાને મંજૂરી આપવામાં આવી છે.
પારદર્શક અને સ્પર્ધાત્મક પ્રોસેસ મારફતે દેશી કંપનીઓને વ્યૂહાત્મક ભાગીદાર તરીકે પસંદ કરવામાં આવશે.દેશી કંપીઓ ઓરિજનલ ઈક્વિપમેન્ટ બનાવતી વૈશ્વની કંપનીઓ સાથે ભાગીદારી કરશે, જેના કારણે ટેકનોલોજીનો અસરપરસ ઉપયોગ કરીને દેશમાં જ સંરક્ષણ ઉત્પાદનોનું ઈન્ફાસ્ટ્રક્ચર અને સપ્લાય ચેન તૈયાર થઈ શકે.
પહેલા ફેઝ કુલ ત્રણ ક્ષેત્રોમાં પાર્ટનરશિપ કરવામાં આવશે. જેમાં લડાકૂ વિમાન, સબમરીન અને યુદ્ધ જહાજોનો સમાવેશ કરવામાં કરવામાં આવ્યો છે.નવી પોલિસીનો ઉદ્દેશ દેશમાં ડિફેન્સ ઈન્ડસ્ટ્રીમાં કોર્પોરેટ,નાના અને મધ્યમ ઉદ્યોગોને પણ શામિલ થવાની તક મળે.
સાથે જ દેશની સુરક્ષા જરૂરીયાતોના મામલે આત્મનિર્ભરતા પણ પ્રાપ્ત થઈ શકે. નવી પોલિસી હેઠળ પ્રાઈવેટ કંપનીઓને અંદાજે ૨૦ અરબ ડોલરનો ઓર્ડર મળે તેવી ચર્ચા ચાલી રહી છે.