પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન અને લાહોર હાઇકોર્ટ બાર એસોસિએશને પ્રધાનમંત્રી નવાઝ શરીફને ચેતવણી આપી છે કે સાત દિવસની અંદર સત્તા છોડશે નહીં તો એ લોકા એમની વિરુદ્ધ દેશભરમાં આંદોલન શરૂ કરશે.બંને બાર એસોસિએશન તરફથી રજૂ થયેલા આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બંને બાર એસોસિએશનનું માનવું છે કે પનામા પેપર્સ બાબતે સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં લઇને પ્રધાનમંત્રી નવાઝ શરીફે હવેપોતાના પદ પર રહેવું જોઇએ નહીં અને રાજીનામું આપી દેવું જોઇએ.આ બંને બાર એસોસિએશનએ કહ્યું કે પનામા ગેટનો આ વાતનો સ્પષ્ટ સંકેત આપ્યો છે કે શરીફ અને એમના બાળકોએ નાણાંકીય અનિયમિતાઓ અને ભ્રષ્ટાચાર કર્યા અને એના કારણે તપાસ માટે સંયુક્ત તપાસ દળનું ગઠન કરવામાં આવ્યું છે.૧૯ મે ના રોજ પાકિસ્તાનના સત્તાધારી નવાઝની પાર્ટી પીએમએલ એનના સમર્થક વકીલો અને આ બંને બાર એસોસિએશનવા સભ્યોની વચ્ચે થયેલી અથડામણ બાદ તરત જ બાર એસોસિએશનએ આવી ચેતવણી આપી છે. પીએમએલ-એન સમર્થક વકીલોએ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ રાશિદ રિઝ્વીને લાહોર હાઇકોર્ટની લાઇબ્રેરીમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. આ હંગામાં દરમિયાન છેલ્લે તાળું તોડીને રિઝ્વીને બહાર નિકાળવામાં આવ્યા.પીએમએન-એન સમર્થક વકીલોનું કહેલું હતું કે પનામા પેપર્સ કેસ હજુ પણ કોર્ટમાં પડતર છે અને એવામાં શરીફના રાજીનામાની માંગણી કરવી યોગ્ય નથી.જણાવી દઇએ કે પનામાં પેપર્સ બાબતમાં પાકિસ્તાની પીએમ અને એમના પરિવાર પર ભ્રષ્ટાચારનો આરોપ છે. સુપ્રીમ કોર્ટે આ બાબતની તપાસ માટે સંયુક્ત તપાસ ટીમનું ગઠન કર્યું છે અને નવાઝ શરીફ અને એમના બે પુત્રોને આ ટીમની સામે તપાસ માટે હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે.