Aapnu Gujarat
ગુજરાત

નલિન કોટડિયા દ્વારા અરજી : ૨૫મીએ સુનાવણી

બિટકોઇન કૌભાંડમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ આખરે અત્રેની સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે, જેની સુનાવણી તા.૨૫મી સપ્ટેમ્બરે હાથ ધરાય તેવી શકયતા છે. ચકચારભર્યા બિટકોઇન કૌભાંડમાં આરોપી પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ કરેલી જામીનઅરજીમાં એવો બચાવ રજૂ કર્યો છે, અરજદારને ખોટી રીતે આ કેસમાં સંડોવી દેવાયા છે કે જયારે તેમની વિરૂધ્ધમાં કોઇ પ્રથમદર્શનીય પુરાવો કે કડી તપાસનીશ એજન્સી પાસે નથી. આ સંજોગોમાં અરજદારને શરતી જામીન પર કોર્ટે મુકત કરવા જોઇએ. કોટડિયા તરફથી અદાલત દ્વારા જામીન માટે જે શરતો નક્કી કરાય તેના પાલન માટેની પણ તૈયારી બતાવાઇ હતી. દરમ્યાન વાડજમાં બાળકો ઉઠાવી જતી ગેંગની સભ્યો સમજી મહિલાઓ પર હુમલો કરી ટોળાના સ્વરૂપમાં એક મહિલાનું મોત નીપજાવવાના ચકચારભર્યા મોબ લીંચીંગ કેસમાં આજે સેશન્સ કોર્ટે મહિલા આરોપી રમીલા ઉર્ફે ચાંચી લાલુભાઇ સોનારાની જામીનઅરજી આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. આરોપી મહિલા રમીલા ઉર્ફે ચાંચી સોનારાની જામીનઅરજીનો સખત વિરોધ કરતાં સરકારપક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, અરજદાર ભલે મહિલા આરોપી છે પરંતુ તે સમાજના મોબ લીંચીંગના ગંભીર ગુનામાં સંડોવાયેલી છે. વાડજમાં બાળકો ઉઠાવવાની ગેંગ સમજીને ચાર મહિલાઓને ઢોર માર મારી આંતક ફેલાવવાના કૃત્યમાં અરજદાર મહિલા આરોપીની સક્રિય સંડોવણી સામે આવી છે.
કાયદો હાથમાં લેવાની કોઇને સત્તા ના હોઇ શકે. વળી, મોબ લીંચીંગના કેસમાં સુપ્રીમકોર્ટે પણ કડક વલણ અપનાવ્યું છે ત્યારે કોર્ટે આરોપી મહિલાના જામીન ફગાવી દેવા જોઇએ. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે રમીલા ઉર્ફે ચાંચીના જામીન ફગાવી દીધા હતા અને તેણીને જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.

Related posts

દલાઇ લામા સૈયદના કુત્બુદ્દીન હાર્મની પુરસ્કારથી સન્માનિત

aapnugujarat

અમદાવાદમાં મેઘમહેર : વેજલપુર ધોવાયું

aapnugujarat

ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો જૂની પેન્શન યોજના લાગુ કરાશે : રાહુલ ગાંધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1