Aapnu Gujarat
બ્લોગ

ઇસરોની સિદ્ધિ નાની સુની નથી….

અઢી-ત્રણ દાયકા પહેલાં ભારતની અવકાશ કાર્યક્રમોમાં કોઈ ગણતરી ન હતી. અમેરિકા-રશિયા જેવા અવકાશ કાર્યક્રમોના “દાદા (આ દેશો ભારતને સુવિધા – ટેકનોલોજી-સાધનસામગ્રી માટે ટટળાવતાં હતાં. અમેરિકા-રશિયાનું વર્તન ઘણાખરા દેશો સાથે એવું જ રહેતું. જે દેશો એમની શરણાગતિ સ્વીકારે એમને મદદ મળતી, બાકી નહીં. ભારતને પણ ન મળી. ભારતે જોકે મદદ વગર બેસી રહેવાને બદલે ડૉ. વિક્રમ સારાભાઈ, ડૉ. અબ્દુલ કલામ વગેરે દૂરદૃષ્ટા વિજ્ઞાનીઓની આગેવાનીમાં અવકાશ સુધી પહોંચાડતો પોતાનો રસ્તો તૈયાર કરી લીધો. પરિણામ એ આવ્યું કે એક સમયે અવકાશમાં ભારતને લલ્લુ-પંજુ ગણતા બધા દેશો હવે ભારતના દરવાજે લાઈનો લગાવીને ઊભા છે. કોઈને ભારતની ટેકનોલોજી જોઈએ છે, કોઈને ઈન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઈટ દ્વારા પડાયેલા ફોટા ખરીદવા છે, કોઈને ભારતીય ઉપગ્રહોની સુવિધા ભાડે લેવી છે તો કોઈ ભારત પાસે પોતાનો ઉપગ્રહ લોન્ચ કરાવવા માંગે છે.
વિકસિત દેશો અમેરિકા-રશિયાને જોકે સમજાઈ ગયું છે, કે અવકાશી પરિવર્તનનો પવન ભારતમાંથી ફૂંકાઈ રહ્યો છે. પરિણામે વાત-વાતમાં અમેરિકાની મૂછે તાવ દઈને ફરતી અવકાશ સંસ્થા “નાસા ભારતની મદદ લેતા શરમાતી નથી. અઢળક સંપત્તિ, અવકાશમાં જડબેસલાક સિસ્ટમ, સંખ્યાબંધ ઉપગ્રહો, ચંદ્ર પર હાજરી વગેરે અનેક સિદ્ધિઓ અને ક્ષમતાઓ છતાં નાસા દિન-પ્રતિદિન નબળી પડતી જાય છે. તેની સામે ચીન અવકાશમાં સપાટાબંધ કાર્યક્રમોનો ખડકલો કરી રહ્યું છે. પણ ચીનના બધા કાર્યક્રમો સોલો પર્ફોર્મન્સ જેવા એટલે માત્ર પોતાના માટેના જ હોય છે. એમાં અમેરિકા કે બીજા દેશોને એન્ટ્રી મળે નહીં. પરિણામે અમેરિકાને અવકાશ કાર્યક્રમમાં ટકી રહેવું હોય તો ભારત જેવા સસ્તામાં કામ કરી આપતા અને સહયોગની ના ન પાડતા દેશ સાથે હાથ મિલાવ્યા વગર છૂટકો નથી.મંગળ યાન વખતે ભારતની વિજ્ઞાન તાકાત જગતને બરાબર સમજાઈ. ભારતનું મંગળ મિશન આગળ વધે એ પહેલાં જ અમેરિકાના સ્પેસ વિભાગે જાહેરાત કરી દીધી કે મંગળયાન માટે અમે જોઈએ એ સહયોગ આપશું. ટેક્નોલોજીનાં કેટલાંક ક્ષેત્રોમાં અમેરિકા ભારત કરતાં કેટલાંક ડગલાં આગળ હોવાથી ભારતને પણ તેનો સહયોગ મળી રહે તે જરૂરી છે. ૨૦૦૮માં ભારતે ચંદ્રયાન રવાના કર્યું ત્યારે પણ ચંદ્રયાનમાં પે-લોડ (ઉપકરણ) ગોઠવવા અનેક દેશોએ તૈયારી દાખવી હતી.ઉપગ્રહ લોન્ચિંગમાં તો ઈસરોએ રીતસરની માસ્ટરી હાંસલ કરી છે. ભારતે ૧૯૯૯થી પરદેશી ઉપગ્રહો અવકાશમાં ચડાવી આપવાનું ચાલુ કર્યું છે. ત્યારથી અત્યાર સુધીમાં વિવિધ ૨૦ દેશોના ૭૪ ઉપગ્રહો ભારતે અવકાશમાં ચડાવી કરોડો ડૉલરની કમાણી કરી છે. ભારતે પહેલેથી તેમાં નફાખોરીની અપેક્ષા રાખી નથી, કેમ કે ભારત માટે પૈસા કરતાં મહત્ત્વ પ્રતિષ્ઠાનું છે. એટલે જ સ્થિતિ એ સર્જાઈ છે કે અવકાશમાં ઉપગ્રહ મોકલવો હોય કે ઉપગ્રહમાં ઉપકરણ ગોઠવવું હોય, બધા દેશોની નજર ભારત તરફ જ રહે છે.અડધી સદી પહેલાં ભારતનો અવકાશ કાર્યક્રમ શ? થયો ત્યારે ભારત પાસે ઉપગ્રહનાં ઉપકરણો તૈયાર કરવા જોઈએ એવી લેબોરેટરી નહોતી એટલે કોઈક કારખાનાના વર્કશોપમાં કામ કરવું પડતું હતું. ઉપગ્રહ લોન્ચ કરવા લોન્ચ વ્હિકલ તો ઠીક વિજ્ઞાનીઓ માટે વાહનો ન હતાં, એટલે સાઈકલ કે સ્કૂટર પર હેરાફેરી થતી હતી. એ બધા નબળા દિવસોમાં ભારતે ખાસ કોઈ પરદેશી મદદ મેળવ્યા વગર અવકાશ કાર્યક્રમ અટકવા ન દીધો. આજે તેના મીઠાં પરિણામો મળી રહ્યાં છે.એક સાથે પાંચ-સાત-દસ ઉપગ્રહો લોન્ચ કરવા હવે ઈસરો માટે અઘરું કામ નથી. દેશભરમાં ફેલાયેલાં ઈસરોનાં મથકો સતત ધમધમતાં રહે છે, પરિણામે અવકાશમાં ભારતના નામે એક પછી એક કિલ્લાઓ ચણાતા રહે છે. અમેરિકા ઉપરાંત રશિયા, યુરોપિયન યુનિયન, જાપાન વગેરે દેશો ભારતને જોઈએ એવો સહકાર આપવા તૈયાર છે. ભારતીય વિજ્ઞાનીઓએ કોઈની પાસે હાથ લાંબો કર્યા વગર માત્ર મહેનતથી સ્થિતિ પોતાની તરફેણમાં કરી નાખી છે. ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ ગઈ કાલે રાતે બરાબર ૧૦ વાગ્યાને ૮ મિનિટે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાસ્થિત સતિષ ધવન સ્પેસ સેન્ટરના સ્પેસ પોર્ટ ખાતેથી સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત રોકેટ – પોલર સેટેલાઈટ લોન્ચ વેહિકલની મદદથી બ્રિટનના બે કૃત્રિમ ઉપગ્રહોને અવકાશમાં લોન્ચ કર્યા હતા અને રોકેટે બંને સેટેલાઈટ્‌સને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં મૂકી પણ દીધા.
બ્રિટનની સરે સેટેલાઈટ ટેક્નોલોજી લિમિટેડ દ્વારા નિર્મિત બે સેટેલાઈટમાં એક છે નોવાએસ.એ.આર. અને બીજો છે એસ૧-૪. પહેલો સેટેલાઈટ ૪૪૫ કિલો વજનનો હતો અને બીજો ૪૪૪ કિલોગ્રામનો. બંને સેટેલાઈટ અર્થ ઓબ્ઝર્વેશન માટે બનાવવામાં આવ્યા છે.ઈસરોની કમર્શિયલ કંપની અંતરીક્ષ કોર્પોરેશન લિમિટેડે આ કમર્શિયલ લોન્ચનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો.પોલર સેટેલાઈટ લોન્ચ વેહિકલ એ ગઈ કાલે કરેલું લોન્ચિંગ ૪૪મું હતું. આને ઈસરોના વિજ્ઞાનીઓએ સ્પેશિયલ લોન્ચ ગણાવ્યું છે, કારણ કે પીએસએલવી સી૪૨ રોકેટે બે બ્રિટિશ સેટેલાઈટ્‌સને અવકાશમાં મૂકીને રૂ. ૨૦૦ કરોડની કમાણી કરાવી આપી છે.પીએસએલવી રોકેટ ફર્સ્ટ લોન્ચ પેડ પરથી ધડાકા અને ધૂમાડાના ગોટેગોટા સાથે અવકાશ ભણી રવાના થયું હતું. એની પૂંછડીના ભાગેથી નારંગી રંગની જ્વાળાઓ વછૂટતી જોવા મળી હતી. રોકેટે અવકાશ ભણી પ્રયાણ કર્યા બાદ ધીમે ધીમે પોતાની ગતિ વધારી હતી. એ દ્રશ્ય જોઈને રોકેટપોર્ટ ખાતે હાજર વિજ્ઞાનીઓ તથા સંબંધિત લોકો આનંદિત થઈ ગયા હતા.અવકાશમાં ગયાની માત્ર ૧૮ મિનિટમાં જ રોકેટે બંને બ્રિટિશ સેટેલાઈટ્‌સને ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક મૂકી દીધા હતા.ઈસરો સંસ્થાનું આ સંપૂર્ણસ્તરીય પાંચમું કમર્શિયલ લોન્ચિંગ હતું જેમાં વિદેશી કંપનીએ આખું રોકેટ ભાડે લીધું હતું. ઈસરોએ હજી સુધી કોઈ ભારતીય સેટેલાઈટને કમર્શિયલી લોન્ચ કર્યો નથી.વિદેશી કંપનીઓમાં પીએસએલવી રોકેટની પ્રતિષ્ઠા વધી રહી છે. આ રોકેટ અત્યંત ભરોસાપાત્ર ગણાય છે અને ઈસરો સંસ્થા ખાસ વેઈટિંગ પીરિયડ કરાવ્યા વગર સમયસર લોન્ચિંગ કરી આપે છે.આ પહેલાનાં ઓર્ડરમાં, પીએસએલવી રોકેટે બે ગ્રાહક સેટેલાઈટને ૫૮૩ કિ.મી. ઓર્બિટમાં સફળતાપૂર્વક મૂક્યા હતા.બ્રિટિશ કંપનીએ રાતનો સમય એટલા માટે પસંદ કર્યો હતો કે એને પોતાના સેટેલાઈટ્‌સને ભ્રમણકક્ષામાં ચોક્કસ સમયે મૂકવા માગતી હતી. શ્રીહરિકોટા ખાતેથી આ પહેલાં ત્રણ વાર પીએસએલવી દ્વારા રાત્રી લોન્ચ કરવામાં આવ્યા હતા.નોવાએસએઆર સેટેલાઈટમાં રિસોર્સ મેપિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જહાજની ખોજ માટે દિવસ-રાત, એમ બંને સમયે નિહાળવાની ક્ષમતા છે. એસ૧-૪ સેટેલાઈટ પર્યાવરણ નિરીક્ષણ અને અર્બન મેનેજમેન્ટને લગતો છે.પીએસએલવી રોકેટની ક્ષમતા ૨૩૦ ટન વજનની છે અને તેની લંબાઈ ૪૪.૪ મીટર છે.૪૪ લોન્ચિંગમાંથી પીએસએલવી રોકેટ માત્ર બે જ વાર નિષ્ફળ ગયું છે. વિજ્ઞાનીઓ આને સારો સક્સેસ રેટ ગણાવે છે.આ સાથે, ભારતે પીએસએલવી રોકેટ વડે લોન્ચ કરેલા વિદેશી કૃત્રિમ ઉપગ્રહોની સંખ્યા ૨૩૯ પર પહોંચી ગઈ છે. ઈસરો સંસ્થાએ અત્યાર સુધીમાં ૨૯ દેશોના ૨૩૯ સેટેલાઈટ્‌સને લોન્ચ કરી બતાવ્યા છે.અંતરિક્ષ કોર્પોરેશનના ચેરમેન-કમ-મેનેજિંગ ડાયરેક્ટર એસ. રાકેશે કહ્યું કે અમારી પાસે રૂ. ૯૮૦ કરોડના ઓર્ડર બુક થઈ ગયા છે. વર્તમાન તથા આગામી નાણાકીય વર્ષમાં રૂ. ૫૦૦-૬૦૦ કરોડના કોન્ટ્રાક્ટ્‌સ પૂરા કરવાનું નિર્ધારિત છે.અમેરિકી સેનેટે એક સમયે એક પ્રસ્તાવ પસાર કર્યે હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, અમેરિકા કયારેય પણ ભારતીય ભૂમિથીપોતાના ઉપગ્રહોનું પ્રક્ષેપણ કરશેનહીં. પરંતુ સમયના પરિવર્તનને જોઈએ તો તે જ અમેરિકાએ ઈસરો સમક્ષ મસ્તક ઝૂકાવ્યું છે. આ પહેલાં પણ અમેરિકાના અભિમાનને તોડીને તેને આપણેબોધપાઠ શીખવી ચૂકયા છીએ જ્યારે તેણે ૨૦૧૫માં ચાર સમરૂપ ‘લીમર’ નૈનો ઉપગ્રહોનું ઈસરો દ્વારા પ્રક્ષેપણ કર્યું હતું. અમેરિકી ઈતિહાસની આ પહેલી ઘટના હતી.ધ્રુવીય રોકેટ (મિશન પીએસએલવી- સી ૩૦)એ ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૫ને ભારતીય ઉપગ્ર્રહ એસ્ટ્રોસેટની સાથે જ કેનેડાનો એક ઉપગ્રહૈ ઈન્ડોનેટિાના એક ઉપગ્રહની સાથે જ ચાર અમેરિકી નૈનો ઉપગ્રહોનું સફળ પ્રક્ષેપણ કર્યું હતું. હવે આપણી ધ્રુવીય રોકેટની પ્રૌદ્યોગિકી વિકાસ પામીચૂકી છે. અને તેની વિશ્વસનીયતા જ એ આધાર છે કે બીજા રાષ્ટ્ર પણ આપણા દ્વારા પ્રક્ષેપણ કરાવે છે. આટલા સસ્તા પ્રક્ષેપ ખર્ચમાં કોઈપણ સ્પેસ એજન્સી આવું સાહસ કરી શકે જ નહીં. ઈસરોએ વાસ્તવમાં આ ઈસરોની અદ્ભૂત સિધ્ધિ છે. હવે ઈસરો એક મહાશકિત દેશવાળી સંસ્થા બની ગયેલ છે. તેની રોકેટ પ્રણાલી વિશ્વમાં અદ્વિતીય બની ગયેલ છે.ઈસરોએ ૧૯૬૩માં જ સફર શરૂ કરી હતી તેમાં અનેક અવરોધો પણ થયા છે.અલબત્ત, એ આપણી જીએસએલવી રોકેટ પ્રણાલી પૂરી રીતે વિકાસ પામી હનીં હોવા છતાં ઈસરો વિજ્ઞાનીઓની એ અદ્ભૂત સિધ્ધિ છેકે, આપણા ધ્રુવીય રોકેટ જેમાત્ર ૯૦૦ કિ.મી. સુધી જઈ શકતા હતાં, તેની મદદથી આપણે પોતાના ચંદ્રયાન પણ મોકલ્યું અને મંગળયાન પણ મોકલ્યું. મંગલયાન અભિયાન જેટલી પોતાની ચોકસાઈ માટે ચર્ચામાં છે, તેટલું જ ઓછામાં ઓછા ખર્ચ માટે છે. ઈસરો હાલમાં પોતાનું રિકવરી કેપ્સુલ પણ માકલી ચૂકયું છે. તેને ૧૨ દિવસ સુધી અંતરિક્ષમાં રાખ્યા પછી સકુશળ બંગાળની ખાડીમાં ઉતારી લીધું હતું.

Related posts

સંત કવિ શ્રી ભોજલરામબાપાની જીવન કથા

aapnugujarat

અવિસ્મરણી પાત્રોનાં સર્જક : સ્ટેન લી

aapnugujarat

સબરીમાલા, સુપ્રીમ અને રાજકારણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1