Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ભારત-પાક. વચ્ચે આજે વન-ડે જંગ

જેની ઉત્સુકતાથી વિશ્વભરમાં કરોડો ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઇ રહ્યા છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ, થ્રીલર અને દિલધડક મેચ આવતીકાલે બુધવારના દિવસે રમાનાર છે. લાંબા સમય બાદ એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટના ભાગરૂપે આ મેચ બન્ને દેશો વચ્ચે રમાનાર છે. દુબઇમાં રમાનારી આ મેચ પર બંને દેશોના ક્રિકેટ પ્રેમીઓની સાથે સાથે પૂર્વ ખેલાડીઓની પણ નજર રહેશે. બંને દેશો વચ્ચે રમાયેલી વનડે મેચોના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો મેચો ખુબ રોચક રહી છે. બંને દેશો વચ્ચે છેલ્લે ઓવલમાં ચેમ્પિયન્સ ટ્રોફીના ભાગરૂપે મેચ રમાઇ હતી જેમાં અપસેટ સર્જીને પાકિસ્તાને ભારત પર ૧૮૦ રને જીત મેળવી હતી. પાકિસ્તાનની વનડે ક્રિકેટના ઇતિહાસમાં ભારત સામે આ સૌથી મોટા અંતરથી પણ જીત હતી. ભારત આવતીકાલે આ હારનો બદલો લેવા માટે પણ તૈયાર છે. મેચનુ સાંજે ૫-૩૦ વાગ્યાથી પ્રસારણ કરવામાં આવનાર છે. એશિયા કપમાં આવતીકાલે ઐતિહાસિક મેદાન પર આ મેચ રમાનાર છે. હાઉસફુલના શો વચ્ચે આ મેચ રમાનાર છે. આ મેચમાં શાનદાર દેખાવ કરનાર ખેલાડીની રાતોરાત અનેક ગણી લોકપ્રિયતા વધી જશે. સાથે સાથે તેને ઘણા સમય સુધી યાદ રાખવામાં આવનાર છે. સોશિયલ મિડિયા પર પણ જંગનો માહોલ રહેનાર છે. ભારત અને પાકિસ્તાન બન્ને પર મેચ જીત માટે જોરદાર દબાણ રહેલુ છે. આવી સ્થિતીમાં જે ટીમ ટેન્શનને દુર કરીને મેદાનમાં ઉતરશે તે ટીમ જ વિજેતા બનશે. બન્ને દેશો દ્ધિપક્ષીય સંબંધો સારા નહી હોવાના કારણે વર્ષોથી એકબીજા સામે દ્ધિપક્ષીય શ્રેણી રમતા નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં આમને સામને આવે છે. લાંબા ગાળા બાદ બન્ને ટીમો વચ્ચે મેચો યોજાતી રહે છે જેથી કરોડો ચાહકોમાં ભારત અને પાકિસ્તાનની મેચને લઇને રોમાંચ રહે છે. દુબઇના મેદાનમાં હાઉસફુલની સ્થિતી રહેશે. સાથે સાથે કરોડો ક્રિકેટ ચાહકો દુનિયાભરમાં આ મેચને ટીવી પર જીવંત નિહાળવા માટે પણ તૈયાર છે. જો કોઇ અડચણો નહી બને તો રોમાંચક મેચ રમાશે. બંન્ને ટીમોના તમામ ખેલાડીને પણ સ્ટાર બનવાની તક રહેલી છે. ઇંગ્લેન્ડના લાંબા પ્રવાસ બાદ નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. તેની જગ્યાએ રોહિત શર્માને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સરફરાજ અહેમદના નેતૃત્વમાં પાકિસ્તાનની ટીમમાં પણ કેટલાક સ્ટાર અને આશાસ્પદ નવા ખેલાડી છે. સરફરાજના નેતૃત્વમાં પાકિસ્તાને છેલ્લી મેચમાં ભારત સામે જીત મેળવી હતી જેથી પાકિસ્તાનના ખેલાડીઓનો નૈતિક જુસ્સો પણ આસમાને છે. ભારતીય ટીમ વર્તમાન ચેમ્પિયન તરીકે છે. એશિયા કપ ૨૦૧૮ની ફાઈનલ મેચ દુબઈમાં રમાશે. ભારતીય ટીમ વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ૨૦૧૬માં ભારતે ફાઈનલમાં બાંગ્લાદેશને હાર આપીને મેચ જીતી લીધી હતી. જોકે ૨૦૧૬ની એડિશનમાં ટી-૨૦ ફોર્મેટનું આયોજન કરવામાં આવ્યું હતું. એશિયા કપ ૨૦૧૮ આ વખતે ૫૦ ઓવરની ફોર્મેટમાં છે. એશિયા કપમાં ભારતની સાથે સાથે અફઘાનિસ્તાન, શ્રીલંકા, પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો પર મેદાનમાં ઉતરનાર છે. ભારત ૧૯મી સપ્ટેમ્બરના દિવસે પોતાની ગ્રુપ-એની મેચમાં દુબઈમાં પાકિસ્તાન સામે રમશે. આ મેચ સૌથી હાઈપ્રોફાઈલ બની રહે તેવી શક્યતા છે. આ મેચને લઈને પહેલાથી જ ક્રિકેટ ચાહકો રાહત જોઈ રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચો હંમેશા ખૂબ જ રોચક રહી છે.
ભારતીય ટીમ આ ટ્રોફીને જાળવી રાખવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફી છેલ્લે ૨૦૧૭માં રમાઈ હતી જેમાં પાકસ્તાન ચેમ્પિયન રહ્યુ હતુ. તે પહેલા ૨૦૧૩માં ભારતે ટ્રોફી જીતવામાં સફળતા મેળવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે એશિયા કપ ક્રિકેટની રોમાંચક મેચ રમાનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ મેચને અબજો લોકો નિહાળવા માટે તૈયાર છે. આ મેચને લઇને માત્ર મેદાન પર જ નહી બલ્કે મેદાનની બહાર પણ કેટલાક રેકોર્ડ સર્જાનાર છે.
મળેલી માહિતી મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઇને જાહેરાતના રેટમાં અનેક ગણો વધારો થઇ ગયો છે. આ ઉપરાંત સોશિયલ મિડિયા પર પણ મેચને લઇને જંગ છે. એવી શક્યતા છે કે આ મેચ અગાઉના તમામ રેકોર્ડને તોડી દેશે. ક્રિકેટ પ્રેમીઓની સંખ્યા, જાહેરાત અને સટ્ટાના કારોબાર સહિતના તમામ જુના રેકોર્ડ આવતીકાલે તુટી જાય તેમ માનવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચોનો ઇતિહાસ હમેંશા રોમાંચક રહ્યો છે. બન્ને ટીમો ૧૦મી માર્ચ ૧૯૮૫ના દિવસે પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ઉતરી હતી. આ મેચ ભારતે આઠ વિકેટે જીતી લીધી હતી. મેચમાં એક અબજ લોકો રહે તેમ માનવામા ંઆવે છે. જેથી તમામ જાહેરાત સાથે જોડાયેલી કંપનીઓ પણ તક ઝડપી લેવા માટે પૈસા તરફ જોઇ રહી નથી. આ જ કારણસર જાહેરાતના રેટમાં અનેક ગણો વધારો થઇ ચુક્યો છે. ભારતની બેટિંગ અને પાકિસ્તાનની બોલિંગ હમેંશા એકબીજા કરતા સારી રહી છે. ફિલ્ડિંગના મામલે ભારતીય ટીમ વધારે મજબુત રહી છે. ભારત અને પાકિસ્તાન બન્ને પર મેચ જીત માટે જોરદાર દબાણ રહેલુ છે. આવી સ્થિતીમાં જે ટીમ ટેન્શનને દુર કરીને મેદાનમાં ઉતરશે તે ટીમ જ વિજેતા બનશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં પણ રોચક મેચો રમાઇ ચુકી છે. એશિયા કપમાં ભારતીય ટીમ સૌથી વધારે વખત વિજેતા બની છે. પાકિસ્તાનની ટીમ પણ કેટલીક વખત વિજેતા રહી છે. જો કે ભારતીય ટીમનો જુસ્સો વધારે શાનદાર રહ્યો છે. ભારતીય ટીમ આ વખતે પણ અન્ય ટીમો કરતા વધારે ફેવરીટ દેખાઇ રહી છે. ખેલાડીઓને જોતા તે સૌથી પ્રબળ દાવેદાર રહેલી ટીમ છે.

Related posts

कभी मत छोड़े क्लब क्रिकेट खेलना : जहीर

aapnugujarat

देश में महंगा होगा पेट्रोल और डीजल कार खरीदना

aapnugujarat

પાકિસ્તાનમાં જેટલા આતંકવાદી નથી, એટલા દેશમાં ગદ્દારો છેઃ તરૂણ સાગર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1