Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૦૧૭માં દેશમાં દોઢ કરોડ વિદેશી ભારતની મુલાકાતે આવ્યા

વર્ષ ૨૦૧૭માં દોઢ કરોડ વિદેશી પ્રવાસીઓ ભારત આવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રના પ્રવાસ સંગઠનના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૧૭માં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં રેકોર્ડ વધારો થયો હતો. ખાસ બાબત એ રહી છે કે દક્ષિણ એશિયન ક્ષેત્રમાં ભારત સૌથી વધારે વિદેશી પ્રવાસીઓને આકર્ષિત કરવામાં સફળ રહેતા સરકારને પણ મોટી રાહત થઇ છે. વિશ્વના ટોપ સાત પ્રવાસી સ્થળોની વાત કરવામાં આવે ચીન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્પેન, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે. વિદેશી પ્રવાસીઓની સંખ્યાની વાત કરવામાં આવે તો આંકડો વધી ગયો છે. વર્ષ ૨૦૧૬માં ભારતમાં આવેલા વિદેશી પ્રવાસીઓની સંખ્યા ૧.૪૫૭ કરોડ રહી હતી. જ્યારે વર્ષ ૨૦૧૭માં વિદેશી પ્રવાસીઓની સંખ્‌ ૧.૫૫૪ કરોડ રહી હી. આવી જ રીતે દક્ષિણ એશિયામાં જુદા જુદા વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં પણ ફેરફારની સ્થિતી રહી છે.
વર્ષ ૨૦૧૬માં દક્ષિણ એશિયામાં ૨.૫૧૭ કરોડ અને વર્ષ ૨૦૧૭માં ૨.૬૫૭ કરોડ વિદેશી પ્રવાસીઓ પહોંચ્યા હતા. વિદેશી પ્રવાસમાં સતત વધારો થઇ રહ્યો છે. ૬.૮ ટકાના દરથી વર્ષ ૨૦૧૭માં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. જે વર્ષ ૨૦૦૯ બાદ વૈશ્વિક મંદી બાદ સૌથી વધારે છે. ખાસ બાબત એ છે કે સંયુક્ત રાષ્ટ્ર વૈશ્વિક પ્રવાસ સંગઠનનો અંદાજ હતો કે વર્ષ ૨૦૧૦થી વર્ષ ૨૦૨૦ વચ્ચે વિદેશી પ્રવાસમાં ૩.૮ ટકાનો વધારો થનાર છે. આ ઉપરાત સુરક્ષા પડકારોનો સામનો કરી રહેલા દેશમાં પણ પ્રવાસમાં વધારો થયો છે. સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલા અને સાનુકુળ માહોલ પણ આના માટે મુખ્ય કારણ રહે છે. અહેવાલમાં અન્ય આંકડા પણ અપાયા છે.

Related posts

પેપર લીક કેસ : દિલ્હીમાં વિરોધ પ્રદર્શન જારી

aapnugujarat

સીબીઆઇએ સજ્જન કુમારને ૧૯૮૪ શીખ વિરોધી તોફાનનાં ‘‘મુખ્ય વિલન’’ ગણાવ્યા, જામીનનો કર્યો વિરોધ

aapnugujarat

આતંકીઓએ એવો મોબાઈલ વિકસાવ્યો જેને ભારત પણ નહીં પકડી શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1