Aapnu Gujarat
ગુજરાત

નિષ્ઠુર સરકાર હાર્દિક સાથે સંવાદ નથી કરતી : શક્તિસિંહ

હાર્દિક પટેલના ઉપવાસ સ્થળે જઇને તેના ખબર અંતર પૂછયા બાદ કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે સરકારને સીધું નિશાન તાકતા કહ્યું હતું કે, આવી જ પરિસ્થિતિ ચાલું રહેશે તો કાયદો અને વ્યવસ્થા તૂટે એની જવાબદારી સરકારની રહેશે. કૉંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ હાર્દિક પટેલના ખબર અંતર પૂછવા અમદાવાદના એસજી હાઇવ પર આવેલા ગ્રીનવુડ રિસોર્ટ પહોંચ્યા હતા તેમ જ બાદ હાર્દિકની મુલાકાત કર્યા પછી તેમણે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ ગુજરાતાં ગાંધીજીએ જ બતાવેલું શસ્ત્ર બતાવ્યું છે. અન્યાય સામે લડવા માટે ઉપવાસ ઉપર બેસીને સત્યાગ્રહ કરવો.
આઝાદીની સમયે સત્યાગ્રહની લડત ચાલી ત્યારે અંગ્રેજો હતો, પરંતુ આ અંગ્રેજોએ સત્યાગ્રહીઓ સામે સંવાદો ઊભા કર્યા હતા. સત્યાગ્રહમાં જોડાનારા લોકોને અંગ્રેજો પણ રોકતા નહોતા. આજે દસમો દિવસ છે. અને હાર્દિક પટેલની જે લડત ચાલી રહી છે. એ ગુજરાતા ખેડૂતો અને ગુજરાતના હિતની વાત છે. ત્યારે દસ દસ દિવસ સુધી સરકાર નિષ્ઠુર બનીને સંવાદ પણ ન કરે એ કોઇપણ સંજોગોમાં સાંખી ન લેવાય. મને અંત્યત દુઃખ છે કે, ગુજરાતનો એક યુવાન સત્યના આગ્રહ સાથે ખેડૂતો માટે ખેડૂતોની જાત નથી હોતી.

Related posts

ચૂંટણી નિરીક્ષક (જનરલ) અશોકકુમાર અને પોલીસ નિરીક્ષક સંદીપ પાટીલે નર્મદા જિલ્લા ચૂંટણીતંત્ર સાથે બેઠક યોજીને પ્રિ-પોલ તૈયારીઓ સંદર્ભે કરેલી પ્રાથમિક સમીક્ષા

aapnugujarat

મહુવા ટાઉન વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

editor

NARMADA SAILING EXPEDITION – 2017 BY NCC

aapnugujarat

Leave a Comment

UA-96247877-1