Aapnu Gujarat
રાષ્ટ્રીય

આતંકીઓએ એવો મોબાઈલ વિકસાવ્યો જેને ભારત પણ નહીં પકડી શકે

લશ્કર-એ-તોયબ્બાના આતંકવાદીઓએ એક એવો મોબાઈલ બનાવ્યો છે જેનો કોલ પકડવો (કોલ ઈંટરસેપ્ટ) સુરક્ષા એજંસીઓના ગજા બહારની વાત સાબિત થઈ રહ્યો છે. મુંબઈ હુમલાના માસ્ટરમાંઈ હફીઝ સઈદના સંગઠન લશ્કરના અલ મુહમ્મદિયા સ્ટુડેંટ શાખાએ આ મોબાઈલ હેંડસેટ બનાવ્યો છે. ગુપ્તચર એજંસીઓ અહેવાલમાં આ દાવો કર્યો છે.ગુપ્તચર એજંસીઓના જણાવ્યા પ્રમાણે, આ મોબાઈલ લશ્કરના આતંકવાદીઓ અંદરો અંદર વાતચીત કરવા માટે બનાવ્યો છે. તેમાં એક ખાસ પ્રકારની ચીપ લગાવવામાં આવી છે જેનાથી મોબાઈલ તેની આસપાસના મોબાઈલ ટાવરમાંથી નેટવર્ક તો લે છે, પરંતુ ટેલીકોમ ઓપરેટરને તેની ખબર સુદ્ધા નથી લાગતી. ગુપ્તચર એજંસીનું કહેવું છે કે, મોબાઈલ ફોનથી કરવામાં આવેલો ફોન કોલને ભારતીય સુરક્ષા એજંસીઓ પણ પકડી શકતી નથી. જો તે કોઈ પણ રીતે પકડાઈ પણ જાય તો તુરંત કપાઈ જશે. આ વાતનો ખુલાસો મુલતાનમાં ટ્રેનિંગ લઈ ચુકેલા લશ્કર-એ-તોયબાના આતંકવાદી જઈબુલ્લા ઉર્ફે હમઝાએ કર્યો છે.નેશનલ ઈન્વેસ્ટિગેશન એજંસીએ ૨૦ વર્ષિય હમઝાને ૭ એપ્રિલના રોજ જમ્મૂ-કાશ્મીરના કુપવાડા જીલ્લાના જુડગિયાલમાંથી પકડ્યો હતો. તે પાકિસ્તાનના એક ઈન્કમ ટેક્ષ અધિકારીનું સંતાન છે. પુછપરછ દરમિયાન હમઝાએ દાવો કર્યો હતો કે, લશ્કરે ૨૦૧૭માં ૪૫૦ બાળકોને આતંકવાદની ટ્રેનિંગ આપી છે. આ બાળકોને ભારત વિરોધી ઓપરેશન માટે પાકિસ્તાનના જુદા જુદા વિસ્તારોમાંથી પસંદ કરવામાં આવે છે. તેમાંથી કેટલાક બાળકોને સઘન ટ્રેનિંગ આપવામાં આવે છે. જેમની ઉંમર ૧૫ થી ૨૫ વર્ષ હોય. લશ્કર આ બાળકોમાં બુરહાન વાણીના નામે કટ્ટરરતા ભરે છે.હમઝાએ એ પણ દાવો કર્યો છે કે, લશ્કર અને તેના ચીફ સંગઠન જમાત-ઉદ-દાવા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મિઝફ્ફરાબાદના જંગલમાં ગુપ્તા પ્રશિક્ષણ શિબિર ચાલી રહ્યું છે. અહીં તેઓ ફિદાયીન તૈયાર કરે છે. આ આતંકવાદી શિબિરના નામ મનશેરા, તાબુક શિબિર, મુઝફ્ફરાબાદમાં અક્સા મસ્કર, મુરિડકેમાં દૌરા બૈતૂલ રિઝવાન, મુઝફ્ફરાબાદના મુખ્ય શહેરમાં ખાલિદ બિન વલીદ, કેએફસી કે કરાચી ફૂડ સેંટર મુઝફ્ફરાબાદમાં ખોદકામ અને મસ્કર ખૈબર છે. આ શિબિરોમાં શારીરિક પ્રશિક્ષણથી લઈને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

Related posts

આઇએસઆઇના બે જાસૂસની અમૃતસરથી ધરપકડ

aapnugujarat

પરિવાર બહારની વ્યક્તિને પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવે : પ્રિયંકા ગાંધી

editor

फ्री मेट्रो राइड : सुप्रीम ने दिल्ली सरकार से कहा आप मुफ्त क्यों दे रहे हैं, इससे मेट्रो को घाटा हो सकता है

aapnugujarat

Leave a Comment

UA-96247877-1