Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સમાં ૪૪૨ પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં જોરદાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ નવી ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. આ મહિનામાં નવમી વખત બેંચમાર્ક ઇન્ડેક્સ ઓલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યા હતા. આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ સહિત બેંકિંગ શેરોમાં તેજી જોવા મળી હતી. ઓગસ્ટ સિરિઝ ફ્યુચર અને ઓપ્શનની ગુરુવારના દિવસે પૂર્ણાહૂતિ થઇ રહી છે. માર્કેટમાં ભારે ઉથલપાથલ રહી શકે છે. આજે બીએસઈ સેંસેક્સમાં ૪૪૨ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. આની સાથે જ સેંસેક્સ ૩૮૬૯૪ની ઉંચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર નિફ્ટી ૧૩૫ પોઇન્ટ ઉછળીને ૧૧૬૯૧ની ઉંચી સપાટીએ રહ્યો હતો. ઇન્ટ્રા ડેની સોદાબાજી દરમિયાન બ્રોડર નિફ્ટી ૧.૫ ટકાનો ઉછાળો નોંધાતા પ્રથમ વખત સપાટી ૧૧૭૦૦ સુધી પહોંચી હતી જ્યારે એસએન્ડપી બીએસઈ સેંસેક્સમાં એક ટકાનો ઉછાળો નોંધાતા ૩૮૭૩૬ ઉપર પહોંચી હતી. સેક્ટરમાં વાત કરવામાં આવે તો પબ્લિક સેક્ટર બેંકના શેરમાં જોરદાર તેજી રહી હતી. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં બે ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. શુક્રવારના દિવસે પ્રોફિટ બુકિંગ રેકોર્ડ ઉંચી સપાટી પર જોવા મળી હતી. સપ્તાહ માટે સેંસેક્સ અને નિફ્ટીમાં ક્રમશઃ ૦.૮૦ ટકા અને ૦.૭૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો. આગામી સપ્તાહમાં ઉથલપાથલ રહી શકે છે. કારણ કે, ઓગસ્ટ સિરિઝમાં ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટની અવધિ પૂર્ણ થઇ રહી છે. ગુરુવારના દિવસે આ અવધિ પૂર્ણ થશે. માઇક્રો મોરચે પણ નવા આંકડા જારી કરવામાં આવનાર છે. જૂન ત્રિમાસિક ગાળા માટે જીડીપીના આંકડા શુક્રવારે જારી કરાશે. કેટલાક નિષ્ણાતો કહી રહ્યા છે કે, જીડીપીનો આંકડો ૭.૬ ટકા રહી શકે છે. ૩૧મી માર્ચ ૨૦૧૮ના દિવસે પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથનો આંકડો ૭.૭ ટકા રહ્યો હતો. જુલાઈ ફિસ્કલ ડેફિસિટના આંકડા શુક્રવારના દિવસે જારી કરાશે. તે દિવસે જુલાઈ મહિના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ ડેટા પણ જારી કરવામાં આવનાર છે. આરબીઆઈના ફોરેક્સ રિઝર્વના ડેટા પણ શુક્રવારના દિવસે જારી કરાશે જેની રૂપિયા ઉપર સીધી અસર જોવા મળી શકે છે. કેટલીક કંપનીઓ દ્વારા જુન ત્રિમાસિક કમાણીના આંકડા હજુ જારી કરવામાં આવ્યા નથી. જેટ એરવેઝા દ્વારા કમાણીના આંકડા જારી કરવામાં આવનાર છે. આ ઉપરાંત અન્ય ઘણી કંપનીઓ પણ છે જેના પરિણામ હજુ જાહેર કરવામાં આવનાર છે. જેટ એરવેઝા દ્વારા આગામી સપ્તાહમાં જૂન ત્રિમાસિકગાળાના કમાણીના આંકડા જારી કરાશે. બોર્ડ મિટિંગ પણ યોજાનાર છે. બીજી બાજુ રિલાયન્સ કોમ્યુનિકેશન દ્વારા ધિરાણ મર્યાદાને વધારવા માટે શેર ધારકોની મંજુરી મેળવવામાં આવી છે.
ડીએચએફએલ દ્વારા તેના બિઝનેસને વધારવા માટે મૂડી ઉભી કરવામાં આવનાર છે. કંપની ખાનગી પ્લેસમેન્ટના આધાર પર બોન્ડ જારી કરીને ૨૦૦૦ કરોડ રૂપિયા ઉભા કરવા માંગે છે. આવી જ રીતે પાવરગ્રીડનું કહેવું છે કે તે બોન્ડ અથવા તો ડિબેન્ચર મારફતે ૨૦૦૦૦ કરોડ ઉભા કરવા શેર હોલ્ડરોની મંજુરી મેળવશે. તેની વાર્ષિક જનરલ બેઠક ૧૮મી સપ્ટેમ્બરના દિવસે મળનાર છે.

Related posts

સર્વિસ પીએમઆઈ આંકડો વધીને ૫૨.૫ સુધી પહોંચ્યો

aapnugujarat

चिदंबरम को ईडी की गिरफ्तारी से अग्रिम राहत

aapnugujarat

મોદી સામે પાયાવિહોણા આક્ષેપ કરતા લોકોને જનતા ૨૦૧૯માં પાઠ ભણાવશે : નક્વી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1