Aapnu Gujarat
બિઝનેસ

સર્વિસ પીએમઆઈ આંકડો વધીને ૫૨.૫ સુધી પહોંચ્યો

સર્વિસ પીએમઆઈનો આંકડો ફરી એકવાર સુધર્યો છે. જાન્યુઆરીમાં ૫૨.૨થી વધીને સર્વિસ પીએમઆઈનો આંકડો ફેબ્રુઆરીમાં ૫૨.૨ થઇ ગયો છે. સર્વિસ પીએમઆઈ સતત નવમાં મહિનામાં વધી જતા નવી આશા જાગી છે. દેશમાં સર્વિસ સેક્ટરમાં ગતિવિધિ વધુને વધુ તીવ્ર બની રહી છે. પીએમઆઈ સતત નવમાં મહિનામાં વધી જતાં નવી આશા જાગી છે. નવા બિઝનેસને વેગ મળી રહ્યો છે. નવા નેટવર્કમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. બિઝનેસ એક્ટિવીટીમાં પણ વધારો થઇ રહ્યો છે. નિક્કી ઇન્ડિયા કમ્પોઝિટ પીએમઆઇ ઇન્ડેક્સમાં પણ વધારો થયો છે. મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ ઇન્ડસ્ટ્રી જાન્યુઆરી મહિનામાં ૫૩.૬થી વધીને ૫૩.૮ થઇ ગયો છે જે દર્શાવે છે કે, દેશમાં પ્રાઇવેટ સેક્ટર ગતિવિધિમાં પણ વધારો થયો છે. ભારતીય અર્થતંત્રમાં વધારો ખુબ ઝડપથી થઇ રહ્યો છે. ગયા વર્ષે જુલાઈ મહિના બાદથી ભારતીય અર્થતંત્રમાં સૌથી ઝડપી વધારો થયો છે. બીજી બાજુ કિંમતોને લઇને દબાણ પણ વધી ગયું છે. વેચાણની કિંમતોમાં કોઇ ફેરફાર થઇ રહ્યો નથી. આરબીઆઈની આગામી નાણાંકીય નીતિની બેઠક બીજીથી ચોથી એપ્રિલ દરમિયાન યોજાશે.

Related posts

આરબીઆઈએ ૩૧ કંપનીઓના લાયસન્સ કર્યા રદ્દ

aapnugujarat

શેરબજાર કર્ણાટકના પરિણામ પહેલા ફ્લેટ : વેપારી સાવચેત

aapnugujarat

ચંદા કોચર, વેણુગોપાલ ધુતનાં આવાસ ઉપર ઇડીના દરોડા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1