Aapnu Gujarat
બ્લોગ

પર્યાપરણનું સંતુલન જરૂરી બન્યું

સંયુક્ત રાષ્ટ્રસંઘ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશનનું માનવું છે કે ભારતમાં ૨૦૨૦ની સાલ સુધીમાં ૫ કરોડ જેટલા પ્રવાસીઓ વધશે. દક્ષિણ રાજ્યનું જાણીતું પ્રવાસી પર્વતીય સ્થળ ઊંટી છે. તેમાં ગયા વરસે એટલે કે ૨૦૧૭ની સાલમાં ૩૨ લાખ પ્રવાસીઓ મે-જૂન દરમિયાન પહોંચ્યા હતા. લગભગ ૫૦૦૦થી વધુ વાહનોએ ચાર કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ કર્યો હતો. મુંબઈ પૂના વચ્ચે ક્યારેક કિલોમીટર સુધી ટ્રાફિક જામ લાગે છે. દરેક હિલ સ્ટેશનની આ જ હાલત બની રહી છે. હવે વિચારો કે બે વરસમાં બીજા કરોડો પ્રવાસીઓ ઉમેરાય તો આપણે હિલ સ્ટેશનો રહેવા દઈશું ખરા?
હજી મોડું નથી થયું જાગ્યા ત્યારથી સવાર. ઈકો ટુરિસ્ટ એટલે કે પર્યાવરણને જાળવનારા પ્રવાસી બનીએ. શક્ય હોય તો હોમ સ્ટેનો ઉપયોગ કરીએ. પ્લાસ્ટિકનો વપરાશ નહીવત કે ખપ પૂરતો જ કરીએ. આપણી સાથે આપણો ચા-કોફીનો મગ, ડીશ અને ચમચીઓ જે ધોઈને ફરી વાપરી શકાય તે રાખીએ. શક્ય હોય તો ચાદરો પણ. કપડાં જાતે ધોઈએ. પાણીનો વપરાશ ઉપયોગીતા પૂરતો જ કરીએ તેને વેડફીએ નહીં. હિમાચલમાં જઈને પીત્ઝા ન ખાઈએ પણ ત્યાંનું લોકલ સાદું જમવાનું જ આરોગીએ. ટેલિવિઝન કે મોબાઈલનો ઉપયોગ ન કરીએ તો વધુ સારું. ઈલેકટ્રિસીટીનો વપરાશ વધુ પડતો ન કરીએ. શક્ય હોય ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો જ ઉપયોગ કરીએ કે પગપાળા પ્રવાસ કરીએ. ત્યાં રહેતા લોકોની શાંતિ ડહોળીએ નહીં. ગંદકી તો ન જ કરીએ. ત્યાંના લોકોની સંસ્કૃતિનો આદર કરીએ. ખાસ કરીને લદ્દાખ, રાજસ્થાન જેવા સૂકા પ્રદેશમાં જઈએ તો પાણીનો ઉપયોગ કરકસરપૂર્વક કરીએ.
આજકાલ ક્રુઝિંગ પર જવાની ફેશન પણ છે. પ્લેનની સફર કરતાં ક્રુઝ વધુ કાર્બન ફુટિંગ પેદા કરે છે. ખરીદી ન કરીએ કે સૌથી ઓછી કરીએ. લોકલ આર્ટિસ્ટ કે પેદાશને જ મહત્ત્વ આપીએ. શોપિંગ દ્વારા પણ કાર્બન ફુટિંગ પેદા થાય છે. દરેક વ્યક્તિ પોતે જાગૃત રહીને કાર્બનને પર્યાવરણમાં ઓછામાં ઓછો મૂકે તો ટીપે ટીપે સરોવર ભરાય તેમ કાર્બન ફુટિંગ પર કન્ટ્રોલ કરી શકાય. તો પર્યાવરણનું સંતુલન ખોરવાય નહીં. હોટલમાં રહો તો ય દરરોજ ચાદરો કે ટુવાલ ધોવા નાખવાની જરૂર નથી હોતી. પ્રવાસીઓની સંખ્યા વધારે હોય ત્યાં પર્યાવરણનું સંતુલન ખોરવાય છે.
ઈટલીના વેનિસ શહેરમાં રહેતા મૂળ લોકો પોતાનું ઘર વેચીને સ્થળાંતર કરી રહ્યા છે એવા સમાચાર વાંચ્યા હતા. ત્યાં આખું ય વરસ એટલા બધા પ્રવાસીઓ આવે છે કે તેમને શાંતિ નથી મળતી અને સામાન્ય જીવન જીવવું અઘરું બની રહ્યું છે. હવે વિદેશમાં કેટલાય જાણીતા સ્થળોએ ભીડને કન્ટ્રોલ કરવા માટે નિયમો બનાવ્યા છે. ચોક્કસ સંખ્યામાં જ પ્રવાસીઓને પ્રવેશ અપાય. વધુ પ્રવાસીઓ થઈ જાય તો પ્રવેશ બંધ કરી દેવાય. જો આપણે પણ હિલ સ્ટેશનોની સુંદરતાઅને શાંતિ જાળવવી હોય તો આ રીતે થોડા નિયમો લાગૂ કરવા પડશે. વધુ પ્રવાસીઓ એટલે વધુ કમાણી પણ લાંબે ગાળે નુકસાન પણ વધુ થવાની શક્યતા રહે છે. હવે કેટલાક જાગૃત પ્રવાસીઓ આ રીતે પર્યાવરણને નુકસાન ન થાય એ રીતે જ પ્રવાસ કરે છે. પર્યાવરણની વાત કરીએ છીએ એટલે પર્યાવરણ સાથે જોડાયેલા વિવિધ પાસાઓની વાત કરવી જરૂરી છે જેમાં ખાસ કરીને પ્રદૂષણ આવે છે. પ્રદૂષણમાં પણ હવાનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ આવે છે. આ સાથે જ પૃથ્વીનું સંતુલન કરનારી હરિયાળી એટલે કે જંગલો પણ આવે છે. જંગલ કે વૃક્ષ વિનાની પૃથ્વી ધડ વિનાના માનવી જેવી છે અને આપણે એ ધડને જ કાપી રહ્યા છીએ. પૃથ્વી પર પર્યાવરણનું સંતુલન જાળવી રાખવા માટે પ્રકૃતિના દરેક રંગ અને રૂપને સમરસ જાળવવા જરૂરી છે. પરંતુ આ સમરસ ખોરવાઈ રહ્યું છે તેની વાસ્તવિકતા અમુક આંકડાઓના આધારે સરળતાથી મળી રહે તેમ છે. તેનો અભ્યાસ કઈક નીચે મુજબનો છે.
પૃથ્વી પર ચોથા ભાગની જમીન છે અને ત્રણ ભાગ પાણીના છે. પાણીના મોટા મોટા દરિયાઓ છે અને અમુક પાણી કાયમી બરફ બનીને ધ્રુવિય પ્રદેશોમાં સ્થિર છે.
બાકીનું જે પાણી છે તે આપણે ઉપયોગમાં લઈએ છીએ. માનવ જાત જે પાણીનો ઉપયોગ કરે છે તેને અનેક પ્રક્રિયાના અંતે ઉપયોગી બનાવાય છે અને તેમાંનું ૪૦ ટકા પાણી તો માત્ર બોટલોમાં વેચાય રહ્યું છે. હવે પાણીમાં પ્રદૂષણ વધી રહ્યું છે એટલે પાણી મેળવવું પણ માનવી માટે મુશ્કેલ બની રહ્યું છે. નદીઓ અને સમુદ્રનું પાણી પણ એટલું બધું પ્રદૂષિત થઇ ગયું છે કે તે તો પીવા લાયક બનાવી શકાય તેમ પણ નથી. દરિયાઈ પ્રદૂષણની વાત કરીએ તો ૩૮,૭૦,૬૦૫ ટન પ્લાસ્ટિક કચરો સમુદ્રમાં ઠાલવવામાં આવે છે. જેને કારણે દરિયાઈ જીવન પણ જોખમાયું છે. એક અંદાજ મુજબ તો ૩૧ વર્ષ બાદ સીફૂડ જોવા પણ મળશે નહીં.
આવી જ પરિસ્થિતિ છે જંગલોની. જંગલોનો વિસ્તાર દિનપ્રતિદિન વધતો નથી પરંતુ જંગલોનું નિકંદન દિનપ્રતિદિન વધી રહ્યું છે. માત્ર ટોયલેટ પેપર બનાવવા માટે દરરોજ ૨૭,૦૦૦ વૃક્ષોનો ભોગ લેવાય છે. આટલા વૃક્ષો તો દરરોજ ઉગાડવામાં પણ આવતા નથી. ચાલુ વર્ષની વાત કરવામાં આવે તો કુલ ૪૯,૯૩,૧૫૭ હેકટર જંગલને કાપી નાખવામાં આવ્યા તેમજ સળગાવીને તેનો નાશ કરી દેવામાં આવ્યો. વળી, લાકડાઓની તસ્કરી કરવા માટે પણ જંગલોના જંગલો સળગાવી દેવામાં આવે છે. હાલમાં ઉત્તરાખંડમાં જે જંગલો સળગ્યા હતા તેમાં પણ તસ્કરી કરવાના ઈરાદાથી જ જંગલનો નાશ કરવામાં આવ્યાની ચર્ચા ચાલી રહી છે. એક વૃક્ષ વાવવા અને તેને ઉછેરવા વર્ષો લાગી જાય છે ત્યારે તેને કાપવામાં વાર પણ લાગતી નથી. જરૂર હોય ત્યાં વૃક્ષો કાપવા યોગ્ય છે પરંતુ તેના બદલે બીજે વૃક્ષો વાવવા પણ જરૂરી છે. જો આમ કરવામાં નહીં આવે તો પર્યાવરણનું સંતુલન વધુ બગડી શકે છે.
હવાનું પ્રદૂષણ પણ પર્યાવરણને ખોરવી રહ્યું છે. હાલમાં જ સયુંકત રાષ્ટ્ર દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં ફલિત થયું હતું કે હવાના પ્રદૂષણને કારણે માનવજાત પણ હૃદય રોગનું જોખમ મંડરાઈ રહ્યું છે. કારણ કે એકલું અમેરિકા દર વર્ષે ૧૦૦૦ કરોડથી પણ વધુ જંક મેલની આપ-લે કરે છે જેનાથી ૯૩ લાખ કારમાંથી ઉત્સર્જન કરતા ઝેરી વાયુ બરાબર ઝેર નીકળે છે. ઝેરી હવાને કારણે ઓઝોનનું સ્તર પણ પાતળું થઇ રહ્યું છે. એક અંદાજ અનુસાર ઓઝોનના સ્તરને સુધારવા માટે માત્ર ૫૩ વર્ષ ૨૨૩ દિવસ જ બાકી રહ્યા છે. મેક્સિકો જેવા સીટીમાં તો હવા પ્રદૂષણ એ હદે ફેલાઈ ગયું છે કે દર મહિને એક વાર પોલ્યુશન રેડ એલર્ટ જાહેર કરવાની નોબત આવી છે.

Related posts

ભારતમાં બાળકોને તમાકુ કંપનીઓથી ખતરો

aapnugujarat

કોંગ્રેસે ગડકરીના વખાણ કર્યા,યહ સબ ક્યા હો રહા હૈ…!!

aapnugujarat

GUJARATI POEM

aapnugujarat

Leave a Comment

UA-96247877-1